shaant tomar chhand-19

S-19

શાંત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 38—39

દોહરો

દુ:ખમેં સુમિરન સબ કરૈં, સુખમેં કરૈં ન કોઈ

જો સુખમેં સુમિરન કરૈં, દુ:ખ કાહે કો હોઈ?

*******

આરત

તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.

જ્યારે જ્યારે તમે એમાં પેસો ત્યારે તમારું સર્વસ્વ સાથે લઈને જાવ-

અને તમે જો ઈશ્વરને ઓળખવા ઈચ્છતા હો, તો તે માટે કૂટપ્રશ્નો ઉકેલવાની  ખટપટમાં પડશો નહીં.

પણ તમારી ચોપાસ જુઓ; તમને એ તમારાં બાળકો ભેળો રમતો જણાશે.

આકાશમાં જુઓ; તમને એ વાદળામાં ચાલતો, વીજળીમાં હાથ ફેલાવતો અને વરસાદ ભેળો ઊતરતો જણાશે.

તમે એને ફૂલોમાં હસતો, અને પછી ઝાડોમાં ચડતો અને હાથ ફેલાવતો જોશો.

–ખલિલ જિબ્રાન

*********

ખુશી જૈસા ખુરાક નહીં; ચિંતા જૈસા રોગ નહીં.

====================================================

સાક્ષીભાવની સાધના

દરેક વ્યક્તિ અનુભવ કરી શકેતેવી સીધી ને સાદી વાત છે સાક્ષીભાવની અનુભૂતિ. આપણે બધા દરેક પળે અનુભવ કરીએ છીએ કે આપણા દ્વારા જે કાંઈ વિચાર થાય છે કે કર્મ કરાય છે ત્યારે અંદર બેઠેલું કોઈ ચેતન તત્ત્વ એને નિરંતર જોતું રહે છે અને આપણને કહેતું પણ રહે છે કે વિચાર અને કાર્ય બરાબર છે કે નહીં. આ જે કહે છે તેને સાક્ષી કહો કે આત્મા કહો વાત એકની એક છે.

બીજી રીતે સમજવું હોય તો કલ્પના કરો કે તમે એક નદીના કિનારે ઊભા છો. તમારી સામે નદીમાં હોડીઓ સરે છે, પક્ષીઓ ઉડે છે, મોજાંઓ ઊઠે છે; પ્રવાહ જોશભેર અને નિરંતર વહેતો રહે છે. તમે માત્ર આ દૃશ્ય જોઈ રહ્યા છો; આ દૃશ્યના સાક્ષી છો. જીવન પણ આમ વહેતા નદીના પ્રવાહ જેવું છે. તેમાં ચડતી—પડતીના મોજાં ઊઠે છે.અનેક પ્રસંગોની હોડીઓ આવે ને જાય છે. પાણીના પ્રવાહ જેમ સમયની ધારા કોઈનીયે રાહ જોયા વિના નિરંતર વહ્યા કરે છે. તમે આ બધી ઘટનાઓના પણ માત્ર સાક્ષી છો. આજથી બે-પાંચ વર્ષ પહેલાંનો કોઈ પ્રસંગ યાદ કરો. તમને એ સપના જેવો ધૂધળો લાગશે. ભૂતકાળની સ્મૃતિ સપના જેવી ધૂંધળી છે.

કોઈ વખત કમનસીબે માંદગીએ તમને ઘેરી લીધા હોય તો સાક્ષીભાવની સાધના કરજો. સમજવા માટે બહુ સહેલું ઉદાહરણ એ લો કે તમારું શરીર એક વાહન છે. દા.ત. મારૂતિ ગાડી. તમે શરીરરૂપી મારૂતિ ગાડીના ચલાવનાર છો; ડ્રાયવર છો. જેમ ડ્રાયવર મારૂતિ ગાડી ચલાવે છે ખરો, પરંતુ તે મારૂતિ ગાડી નથી. તે ગાડીથી જૂદું ચૈતન્ય છે. બરાબર એ જ રીતે તમે પણ તમારા શરીરથી જુદા છો અને શરીર સાથે જે કાંઈ બની રહ્યું છે-રોગ વિગેરે- તેને જોઈ રહ્યા છો. તેના સાક્ષી માત્ર છો. આમ, જીવનમાં દરેક ક્ષણે જીવનના પ્રવાહથી અલગ થઈ, સાક્ષીભાવ ધારણ કરે, તટસ્થ જીવનને નિહાળવાનો અભ્યાસ કરજો. જીવન સરળ બનશે અને તમારા દરેક પ્રશ્નના જવાબ મળશે.

–નલિન ઉપાધ્યાય

***************************************************

પ્રેરક પ્રસંગ

કઠોર મહેનત મજૂરી ક્રવા છતાં ગોપાલસિંહને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. બીજી બાજુ મોંઘવારી વધતી જતી હતી. આ સંજોગોમાં સંતાનો માટે પુસ્તકો, નોટબુકો, શાળાની ફીના ખર્ચાને પહોંચી વળવાનું મુશ્કેલ હતું. પત્નીની સલાહથી ફી માફી કરાવવા એ મુખ્ય શિક્ષકને મળવા ગયા. તેમણે કહ્યું:’ તમે એક અરજી કરો અને તેમાં જણાવો કે તમે બહુ ગરીબ હોવાથી…’

‘પરંતુ સાહેબ, એવું હું કેમ લખી શકું?’

‘કેમ? કાંઈ મુશ્કેલી છે?’મુખ્ય શિક્ષકે પૂછ્યું.

‘માસ્તર સાહેબ, ગરીબ તો એ કહેવાય કે જેને હાથ-પગ નથી હોતા ને ભીખ માગીને ગુજરાન ચલાવવું પડે છે. ભગવાને મને સશક્ત શરીર આપ્યું છે, હું શાનો ગરીબ?’

મુખ્ય શિક્ષક સાથે વધુ વાત કર્યા વગર સન્માનપૂર્વક ગોપાલસિંહ ત્યાંથી ચાલ્યા ગયા.

*********

પમરાટ

શ્રેય અને પ્રેય આવે બની એક જન સમીપે,

ત્યજી પ્રેય, વરી શ્રેય ધીર પહોંચે ઉન્નતે.

કઠોપનિષદ

=====================================================

પથ્ય

તમારી તબિયતની સાચી ને સારી સંભાળ લેવા માટે

  1. નિયમિત વાર્ષિક મેડીકલ ચેકઅપ કરાવો.
  2. તમને ગમતી સહેલી અને સસ્તી અને નુકસાનરહિત સરળ કસરતનો કાર્યક્રમ નિયમિત અમલમાં મૂકો.
  3. સારો, સાદો, પૌષ્ટિક ખોરાક લો જેમાં વધુ શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.
  4. મનની શાંતિ માટે સંગીત, ગાવા કે વગાડવાનું શીખો. ચિત્રકામ શીખો, મેડીટેશન કરો. સેવાનાં કાર્યો કરો.
  5. હ્રવા—ફરવાનો શોખ રાખો. થોડાક રીલેક્સ થાઓ. આ બધું કરવા માટે રીટાયર થાઓ ત્યાં સુધી રહ ના જુઓ.

–ડૉ.એમ.એમ. ભમગરા

==========

હાસ્યોપચાર

મોદીએ ગ્રાહકને ખાંડ મોકલી, તે ખાંડ પાછી વાળતા ગ્રાહકે લખ્યું કે ‘ ખાંડમાં રેતી ચા—પાણી માટે વધારે પડતી છે અને મકાન બાંધવા માટેના સિમેન્ટમાં ભેળવવા માટે ઓછી પડે તેમ છે.’

*******

માંદગી માટે ભ્રામક સારવારને બદલે કુદરતના નિયમોનો સહારો લઈએ ત્યારે સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે અને તે પણ વિશેષ ખર્ચ વિના.

–ડૉ. શેલ્ટન

***************************************************

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: