shaant-17

S-17

શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 34—35

દોહરો

એક હી સાધે સબ સધે, સબ સધે સબ જાય I

જો તૂ સીંચે મૂલકો, ફૂલે ફલે સધાય  II

*******

આરત

મારા કરતાં બીજાઓ વધુ સારું કામ કરે ત્યારે હું તેની પ્રશંસા

કરી શકું. મને ન ગમતા લોકોમાં પણ સારી બાબતો જોઈ શકું,

મારા વિચારોનો વિરોધ કરતા લોકો પણ મારા મિત્રો હોઈ

શકે તેવું માની શકું

–એવી મને હ્રદયની મોટપ આપો.

વિરુદ્ધ પક્ષે પણ સત્ય હોય તેવું સ્વીકારી શકું,

મેં સારું કામ કર્યું હોય તો બીજાને કહેવાની લાલચ ટાળી શકું.

દેખીતા કારણ વગર કોઈ સહાય કરે તો તેમાં તેનો કોઈ ગુપ્ત

હેતુ હશે, એવી શંકા કરવાથી બચી શકું.

           –એવી મને હ્રદયની મોટપ આપો.

કોઈની ભૂલ, વાંક કે ગુના માટે કાજી બની ન્યાય તોળવા ન બેસું,

બીજા પાસેથી ઈચ્છું છું તે નિખાલસતા અને સમજદારી બીજા પ્રત્યે દાખવી શકું. મારા વાણી, વચન, કર્મથી દુનિયામાં હું જે અસુંદરતા સર્જું તે પિછાણી શકું અને તમારી ભક્તિ વડે વધુને વધુ સાત્ત્વિક બની શકું.

                –એવું મને શાણપણ આપો.

                              (‘પરમ સમીપે’માંથી)

        અધ્યાત્મ એટલે જીવવા અને મરવાની કળા

     અધ્યાત્મ ભારેખમ શબ્દ લાગે છે, પણ એક રીતે તો એ જીવન જીવવાનું શાસ્ત્ર છે. જાગૃતિપૂર્વકનું, સમતાભર્યું જીવન: શુદ્ધ આચરણ અને મનથી ઉપર ઊઠવાનીવાત તો અધ્યાત્મમાં છે જ, પણ અધ્યાત્મ આપણને જીવવા અને મરવાની કળા પણ શીખવે છે.

     પૂ. વિમલાતાઈનો એક પ્રસંગ છે. સંત તુકડોજી મહારાજ સાથે બાળપણથી જ એમનો ઘનિષ્ઠ નાતો. તુકડોજીને કેન્સર થયું એ દિવસોમાં વિમલાતાઈ નોર્વેમાં. તુકડોજીએ એમને યાદ કર્યાં અને તાઈ દર્શન માટે આવ્યાં. તુકડોજી કહે,”વિમલા, અમારા શરીરમાં કેન્સરે પરિષદ ભરી છે. છ મહિના થઈ ગયા. પરિષદ ખતમ જ નથી થતી. કદાચ અમને જ ઉઠાવીને લઈ જાય.” અંતિમ ક્ષણ સુધી મહારાજ ભજનો કરતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા.તાઈ કહે છે કે આ ભયંકર બિમારીમાં એમનું શરીર હાડકાંનો માળો બની ગયેલું છતાં એમની આંખોમાં કદી વિષાદ જોયો નથી. અંતિમ ક્ષણોમાં એમણે તાઈને કહેલું કેજીવવું કેવી રીતે એ તો તેં મારી પાસે જોઈ લીધું છે. પણ મરવું કેવી રીતે એ જોવા માટે તને બોલાવી છે. જે જીવવું અને મરવું શીખવાડીદે છે એનું નામ અધ્યાત્મ છે.

     સાચો અધ્યાત્મ તો શીખવે છે સહન કરવું, વહન કરવું  અને એમાંથી પસાર થઈ જવું

. દુ:ખથી ભાગવાનું નથી અને એની ઉપેક્ષા પણ કરવાની નથી. ‘સુખદુ:ખ દોનોં સમ કરી જાને’ એ ભારતીય સંસ્કૃતિની તાસીર છે. ન સ્પૃહા, ન ઉગ્રતા, ન કામના, ન વિરોધ—આવી સ્થિતિ મેળવવાની સાધના એટલે અધ્યાત્મ. અધ્યાત્મને આ રીતે સમજીએ તો આપણું જીવન મ્હોરી ઊઠે.

                                            –રમેશ સંઘવી

          શ્રીમંતે નિરામય રહેવું હોય તો ગરીબની જેમ

 ખાવા-પીવાનું અને હરવા-ફરવાનું રાખવું જોઈએ !

**************************************************************

                  પ્રેરક પ્રસંગ

     આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી સત્યદેવ આવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યા હતા, તે જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈ કહેવા લાગ્યા. “ હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.”

     બાપુ કહે,” બહુ સારું. આશ્રમ તમારા જેવાને માટે જ છે. પણ આશ્રમમાં દાખલ થાઓ એટલે  આપને આ ભગવાં કપડાં ઉતારવા પડશે.”

     આ સાંભળીને સ્વામી સત્યદેવજીને ઘણો આઘાત લાગ્યો. ગુસ્સે થયા પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શક્યા નહોતા. તેમણે કહ્યું:”એ તો કેમ બને? હું સંન્યાસી છું ને !”

     બાપુએ કહ્યું:” હું સંન્યાસ છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરાબર સમજી લો.”

     પછી બાપુએ એમને શાંતિથી સમજાવ્યું, “આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે.આપણે લોકો જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસેથી નહીં લે. ઉલ્ટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાનાં આપણાં સંકલ્પની આડે આવે, તેને કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે. સંકલ્પની બાબત છે. બાહ્ય પોષાક સાથે તેનો શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?”

                                          –કાકા કાલેલકર

                **********

         Think like a man of action,

          Act  like a man of thought.

                           –Henri Bergson    

પથ્ય

     સૃષ્ટિનાં તમામ પ્રાણીઓનું અવલોકન કરતાં, તેમના નિત્યક્રમો તપાસતાં દરેકમાં એક જ સમાન વસ્તુ જોવા મળે છે કે તેઓ કુદરતને અનુસરે છે અને સ્વાસ્થ્ય ભોગવે છે. કુદરતને અનુસરવાથી કુદરત તેને ઉદાર હાથે સ્વાસ્થ્ય બક્ષે છે. પરંતુ કુદરતની આ મહાન બક્ષિશનો જો કોઈએ લાભ ન ઉઠાવ્યો હોય તો તે એક માત્ર ‘માનવી’ જ છે. તમામ જીવસૃષ્ટિમાં માનવ એકને જ કુદરતે સીધો બનાવ્યો પણ એ જ સીધો નથીચાલી શકતો. માનવી તો ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. આ કારણે તેની પાસે સંપૂર્ણ સ્વાસ્થ્ય હોવું અપેક્ષિત છે.છતાંય એ હકિકત છે કે માનવી જ અગણિત રોગોથી પીડાઈ રહ્યો છે. અને દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણીજ અપ્રાકૃત રહેણીકરણી તેમાં જવાબદાર છે. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ અપેક્ષાથી, કોઈ અહંકારથી, કોઈ ઈર્ષ્યા આદિથી, કોઈ ભૂખથી તો કોઈ અમાપ આહાર આદિથી વિવિધ રીતે રિબાય છે. માનવને મળેલ બુદ્ધિનો દુરુપયોગ કરીને કુદરતનાં નિયમોનું ઉલ્લંઘન કરી, રોગરૂપી આફતો વહોરી લે છે.

****************************************************************

                     હાસ્યોપચાર

     ‘તમારી આંખ જોતાં લાગે છે કે તમને ભયંકર કમળો થયો છે.’ ડૉક્ટરે કહ્યું.

’પણ ડૉકટર સાહેબ, તમે તો મારી કાચની આંખ જોઈ છે !’

                     *********

    જાણીતા ઈતિહાસકાર ચાર્લ્સ બીઅર્ડને કોઈએ પ્રશ્ન પૂછ્યો:’ઈતિહાસમાંથી આપને શો બોધ મળ્યો છે તે ટૂંકમાં સાર આપશો?’ ચાર્લ્સ બીઅર્ડે જવાબ આપ્યો:

  1. ભગવાન જેનો નાશ ચાહે છે તેને પ્રથમ સત્તાના મદથી પાગલ બનાવે છે.
  2. ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ દળે છે ત્યારે ખૂબ ઝીણું દળે છે.
  3. મધમાખી જે ફૂલને લૂંટે છે, તેને જ ફલિત કરતી જાય છે
  4. અંધારું પૂરેપૂરું ગાઢ હોય ત્યારે આકાશમાં તારાઓ જોઈ શકાય છે.

*********************************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: