shaant-16

S-16

શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 32—33

દોહરો

ચિત્ત હમારા શુદ્ધ હો, સદ્ ગુણ સે ભર જાય I

કરુણા, મૈત્રી, પ્યારસે, મન માનસ લહરાય II

–સત્યનારાયણ ગોયન્કા

*************

આરત

વહેલી સવારે હું સૂર્યને ઊગતો જોઉં છું ત્યારે

તેમાં મને તારો ચહેરો દેખાય છે.

અંધારી રાતે ઝબકી ઉઠતા તારાઓમાં

હું તારા જ, પ્રેમથી ચમકતાં નેત્રો નિહાળું છું.

સરોવરના શાંત પાણીમાં હું તારી છાયા જોઉં છું.

સાગરના ઘુઘવાટમાં હું તારો સંદેશ સાંભળું છું.

લીલાં તરણાં અને રૂપેરી ઝરણાં

તારું હાસ્ય ઝીલવાને લીધે જ આટલાં કોમળ અને મધુર છે.

ફૂલોના રંગો, વૃક્ષોની ઘટા, પંખીના ટહુકાર અને વસંતની

શોભામાં મને તારી અનંત લીલાનાં દર્શન થાય છે.

ભવ્ય હિમાદ્રિ શિખરો અને ધૂળના નાનામાં નાના

કણમાં તું જ વિલસી રહ્યો છે.

આખુ6 જગત તારાથી વ્યાપ્ત છે અને

તારામાં આવી રહેલું છે.

(‘પરમ સમીપે’માંથી)

===================================

પરિશ્રમ

આપણી માંદગીના મૂળ ઘણીવાર પરિશ્રમના અભાવમાં , બેઠાડુ અને પ્રમાદભર્યા જીવનમા6 હોય છે. દિવસે દિવસે યાંત્રિક વિકાસ અને સુખ-સુવિધાનાં સાધનો વચ્ચે આપણું જીવન વધુ ને વધુ બેઠાડુ થતુ6 જાય છે. એથીયે વધુ ચિંતાની વાત તો એ છે પરિશ્રમ વિહિન જીવનને આપણે ગૌરવ આપતા થયા છીએ. શ્રમ કરવો એ કોઈ શરમજનક ઘટના હોય એવુ6 માનતા થયા છીએ. આધુનિક જીવનશૈલીએ શ્રમનો મહિમા ઘટાડ્યો છે અને આળસને, તમોગુણને પ્રોત્સાહન આપ્યુ6 છે. આપણે એભૂલી ગયા છીએ કે આળસ એ સમાજજીવનનો જીવલેણ વ્યાધિ છે.

ગાંધી—વિનોબાના વિચારોમાં તો એવું કહેવાયું છે કે સામાન્ય મજૂરથી માંડીને રાષ્ટ્રપતિ સુધી સૌએ થોડો પરિશ્રમ તો કરવો જ જોઈએ. ખલિલ જિબ્રાનના આ શબ્દો યાદ રાખવા જેવા છે:” શ્રમ દ્વારા જીવનને ચાહવું એટલે જીવનનાં ગૂઢતમ રહસ્યો

સાથે ગાઢ ઓળખાણ કરવી.”  પરિશ્રમ એ તો પારસમણિ છે. ખેડૂતનુ6 સાદું પરિશ્રમી એ જ સાચુ6 જીવન છે. આપણા આરોગ્યની પ્રાપ્તિ અને રક્ષા માટે પણ એ જરૂરી છે. જર્મનીની એક ગેસ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી એક મહિલાને ડીપ્રેશનનો રોગ લાગુ પડ્યો ત્યારે એને કહેવામાં આવ્યુ6 કે ઓફિસની ચિંતાઓનો ભાર હેઠે મૂકી શ્રમિકો સાથે થોડો શરમ કરો, બધુ6 બરાબર થઈ જશે. સ્થૂળતા, બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડીપ્રેશન જેવા અનેક રોગોને આપણે બેઠાડુ જીવન દ્વારા આમંત્રણ આપીએ છીએ. અતિ પરિશ્રમ કે અતિ આરામ બંને એક રીતે તો માંદગીનાં દ્વાર છે. આપણે સવારે ઊઠીને પ્રાર્થના કરીએ છીએ ‘પ્રભાતે કર દર્શનમ્ ’સવારે હાથનાં દર્શન એટલા માટે કરીએ છીએ કે હાથ એ જ આપણો ભગવાન છે. પરિશ્રમમાં હાથનો ઉપયોગ એ આપણી ઉપાસના છે. પરિશ્રમનો પારસમણિ હાથ લાગી જાય તો પછી માંદગીના ચક્રમાં અટવાવુ6 ન પડે.

–રમેશ સંઘવી

આપ્યું તે આપણું, રાખ્યું તે રાખનું

************************************************

પ્રેરક પ્રસંગ

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંતક્કવિ મુક્ત્કાનંદજી એકવાર એમના થોડા બાલશિષ્યો સાથે એક ગામના મંદિરમાં ઉતર્યા હતા. એ સંપ્રદાયના સાધુઓ એક જ વાર જમે છે. એટલે બીજા દિવસે સવારે પેલા બાળસાધુઓ ખૂબ ભૂખ્યા થઈ ગયા. મુક્તાનંદજે ગામમાં કોઈ ભક્તને ઘેર ગયેલા, એટલે બાળસાધુઓની ભૂખ ભડકી ઊઠી હતી. એમણે તો રસોઈમાં જઈ, આગલા દિવસના બનાવેલા બાજરીનાં રોટલા શોધી લાવી ખાવા માંડ્યા પણ બિચારા બાળસાધુઓ ખાવાનુ6 શરૂ કરવા જય છે ત્યાં મુક્તાનંદજી આવી પહોંચ્યા. ગુરુને જોતાં શિષ્યો ગભરાઈ ગયા અને એમના હાથમાંથી રોટલા પડી ગયા.

`મુક્તાનંદજી પરિસ્થિતિ પામી ગયા. પોતે જાણે કશુંય જોયું જ નથીએમ સીધા રસોડામાં પહોંચી ગયા અને મોટેથી શિષ્યોને બોલાવ્યા:” અરે, બાળસંતો જુઓ, તપાસ કરોને, કંઈ ખાવાનું હોય તો ! આજે તો મને કકડીને ભૂખ લાગી છે.”

અને વરસોનુ6 એક ટાણાનું વ્રત તોડીને પણ મુક્તાનંદજીએ બાળસાધુઓ સાથે રોટલા ખાધા.

–બહાદુરશાહ પંડિત

**********

પમરાટ

જગતને રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ

આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.

–શ્રીમદ્ રાજચંદ્ર

****************************************

પથ્ય

અજાણપણે અને અજ્ઞાનથી થતા રોગોની નાબૂદી માટે અનેક જાતના નિદાનયજ્ઞો થતા હોય છે. તેનો લાભ લેવા લોકો પણ સારી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ મોટાભાગના દર્દીઓમાં દરદ વિષેની સાચી સમજણના અભાવે રોગને મટાડવા કે કાબૂમાં લેવને બદલે રોગને પંપાળીને ટકી રહેવાના નિરર્થક ઈલાજો વધુ થતા રહે છે. જો દરદીઓ પોતે રોગનું ઉદ્ ભવ  સ્થાન અને ભયસ્થાન ઓળખીને તેનો સમજણપૂર્વક ઈલાજ કરતા રહે તો કોઈપણ રોગને આજીવન થતો રોકી શકાય છે તેમાં જરીએ શંકા નથી.

********

હાસ્યોપચાર

ડૉક્ટરે બાઈને પૂછ્યું: તમે પેનીસિલિનનુ6 ઈંજેકશન પહેલાં લીધું છે ને? બાઈએ કહ્યું હા. અને ડૉક્ટરે આપ્યું અને ગજબનુ6 રીએકશન આવ્યું. કેટલી વારે ઠીક થયું ત્યારે ડૉકટર બીજાને કહી રહ્યા હતા કે એમણે આવું ઈંજેકશન લીધું છે તે જાણીને આપ્યું છતાં આવું રીએકશન આવ્યું. ત્યારે બાઈ બોલે કે ડૉક્ટર સાહેબ, પહેલાં લીધું હતું  ત્યારે પણ આવું જ થયુ6 હતું.

===========

જ્યારે તમે એક કામમાં સંપૂર્ણ તન્મય અને તદાકાર થાઓ છો ત્યારે તે કામ તમારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. તમને તે કામમાં આગળ-આગળ વધવાની સૂઝ પડતી જાય છે. વચ્ચે વચ્ચે તમારા કામનો તમને અંદરથી હોંકારોય મળતો રહે છે. ક્યારેક તો કોઈ કામ સુંદર રીતે પારા ઊતરે ત્યારે અંદરથી શાબાશી પણ સંભળાતી હોય છે.

*************************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,830 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: