વૈદિક ગણિતના સર્જક…!

(જન્મભૂમિ પ્રવાસી17/09/2017, મધુવન પૂર્તિ, પાનું:6)

જગતગુરુ શબ્દ સાથે આપણને શંકરાચાર્ય શબ્દ મનમાં આવે. ‘પરમહંસ’ શબ્દ સાથે ‘રામકૃષ્ણ’ સહેજે યાદ આવે ! પણ આ એમની વાત નથી !

નૃસિંહ શાસ્ત્રી તિરુન્નિવલ્લી માં જજ હતા. તેમને ત્યાં 14 માર્ચ, 1884 ના રોજ એક અનન્ય પુત્રનો જન્મ થયો. નામ તેનું વેંકટરમણ.

સંસ્કૃત ભાષાના શબ્દ’વેંકટ’ નો અર્થ છે ‘દ્રવિડ દેશનો એક પવિત્ર પર્વત કે જેની ટોચે વિષ્ણુનુ6 મંદિઅર છે.’તેમાંથી શબ્દો બન્યા’વેંકટેશ’ અને વેંકટેશ્વર’ કે ‘વિષ્ણુ’ (એટલે કે વેંકટેસ્થ મૂર્તિ)! ‘રમણ’ શબ્દના અનેક અર્થો છે જેમાંનો એક છે ‘પ્રિય’.

વેંકટરમણની પ્રતિભા બહુમુખી હતી. વીસ વર્ષની ઉંમરે વેંકટરમણે એકી સાથે સાત વિષયોમાં એમ.એ. કર્યું ! તેમાં  સાહિત્ય, ભૂગોળ, ઈતિહાસ, સંગીત, ગણિત, જ્યોતિષ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. તેઓ વડોદરા ની કોલેજમાં વિજ્ઞાન અને ગણિતના પ્રાધ્યાપક હતા. તેમને રાજદ્રોહના આરોપમાં જેલમાં જવાનું થયુ6 હતું. કારણ કે તેમણે રાજધર્મ અને પ્રજાધર્મ જેવા સંવેદનશીલ વિષયો પર વકતવ્યો આપ્યાં હતાં. તેમણે મહર્ષિ અરવિંદના દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

1921માં તેઓ શૃંગેરીના જગન્નાથપૂરીના- ગોવર્ધનમઠ—શંકરાચાર્ય બન્યા. તેઓ સ્વામી ભારતી (કૃષ્ણ) તીર્થનામથી સુવિખ્યાત થયા. તેમણે બ્રહ્મસૂત્ર ભાષ્યમ્ અને ધર્મવિધાન જેવા ઘણા ગ્રંથો સમાજને ચરણે ધર્યા છે.

આ ધર્માચાર્યોની મહાનતા એ વાતથી સિદ્ધ થાય છે કે તેમણે અંગ્રેજી ભાષામાં  5000 પૃષ્ટોનો ગ્રંથ ‘વન્ડર્સ ઓફ વેદિક મેથેમેટિકસ’ જગતને ઉપહારમા6 આપ્યો અને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કર્યું ! એટલું જ નહીં પણ આપણી હિન્દી ભાષાનું ગૌરવ વધારવા એ ગ્રંથનો હિન્દી અનુવાદ ‘વૈદિક ગણિત’ તેમણે હિન્દીભાષીઓને સમર્પિત કર્યો છે ! તદુપરાંત માનવજાતને ‘વૈદિક મેટાફિઝિક્સ’ પણ સુપેરે સમજાવ્યું. તેઓ અષ્ટાદશ (18) વિદ્યાઓના જ્ઞાતા હતા.

1953માં તેમણે ‘પુન:નિર્માણ સંઘ’ની સ્થાપના કરી. તેમનું દૃઢપણે માનવું હતુ6 કે આધ્યાત્મિક મૂલ્યોના માધ્યમથી જ વિશ્વશાંતિ સંભવ છે. આ પરમહંસ કક્ષાના સંન્યાસીએ 2 ફેબ્રુઆરી, 1960 ના રોજ પરમકૃપાળુ પરમાત્માની ચરણવંદના કરવા આ સૃષ્ટિમાંથી પોતાની જીવનયાત્રા પૂર્ણ કરી. ‘મહાવિષ્ણુ’નું સ્તોત્ર જગદગુરુ ભારતી તીર્થ સ્વામીજીએ રચેલું છે તે તેમને આદરાંજલિ સ્વરૂપેઅત્રે પ્રસ્તૂત કરું છું તેને સાંભળવાથી મન હળવુંફૂલ થી જાય છે પણ તેને સાચી રીતે, તાલબદ્ધ ગાવાથી તન—મન સ્ફૂર્તિનો અનોખો અનુભવ થશે…

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: