અંતિમ પર્વ:મણકો 41

અંતિમ પર્વ:મણકો 41

(અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505)

પાના:82-83

મરમ

યસ્ય ચિત્તં નિર્વિષયં હ્રાદયં યસ્ય શીતલમ્

તસ્ય મિત્રં જગત્સર્વં તસ્ય મુક્તિ કરસ્થિતા

શંકરાચાર્ય

જેનું ચિત્ત વિષયાસક્ત નથી અને જેનું હ્રદય શીતળ અર્થાત્ હર્ષશોકાદિથી રહિત છે; સમગ્ર જગત એનું મિત્ર છે અને મુક્તિ તો એના હાથમાં જ હોય છે.

*******

જહાં રામ તહં મૈં નાહીં, મૈં તહં નાહી રામ

દાદુ મહલ બારીક હૈ, દૈ કોં નાહી ઠામ.

***********

મૌક્તિકમ્

મૃત્યુ  આપણી ખૂબ નજીક ઊભું છે. યાદ રાખો કે

દરેક સ્વજન કે સંબંધીનું મૃત્યુ આપણા જ

મૃત્યુની ખબર લઈને આવે છે !

0000000

આપણે આ જીવનમાં પ્રવાસી તરીકે આવીએ છીએ. અહીં જેનું જેટલું આયુષ્ય, તેટલી મુદતનો વિઝા ! વિઝા પૂરો થતાં પરત ફરવું જ પડે !

0000000

મરજીવા

બિહારની એક ભલી ભોળી વૃદ્ધાએ વિનોબાજીને પૂછ્યું:’બાબા, મારું ત્રીજું નેત્ર ક્યારે ખૂલશે?’

વિનોબાજી કહે:’મા, જ્યારે તારાં આ બંને નેત્રો બંધ થશે ત્યારે !’

********

વિનોબાજીને પ્રશ્ન પૂછાયો:’શહીદ કોણ ?’

વિનોબાજી કહે ‘ જેની ક્ષણ ક્ષણ કોઈ મિશન (ઊંચા ઉદ્દેશ) ને સમર્પિત છે તે શહીદ.’

*************

તથાગત બુદ્ધે આનંદને કહેલું:’ ભિખ્ખુ આનંદ ! મરણની પળનો વિચાર તું કરી લઈશ તો જીવનની કોઈ ઘટના તને આકરી નહીં લાગે.’

***************

લયમય આલય

પરિવર્તનશીલતાના લીધે જ વસ્તુઓ અનુકૂલન પામે છે. લોકોને સમજાતું નથી કે જે પોતાનાથી વિપરીત હોય તે પોતે જ સહમતિમાં પણ કેવી રીતે હોય?

ગજ અને વાયોલિનની જેમ ખેંચાયેલા તણાવમાં પણ સંવાદિતા છે. આ ગજનું નામ જીવન છે, પણ એની પરિણતિ છે મૃત્યુ ! ‘સ્વ’ની ઓળખ મેળવવી અને વિવેકશીલ થવું એ બધા માટે જરૂરી છે. ઈશ્વર -દિવસ અને રાત્રિ, શિયાળો અને ઉનાળો, યુદ્ધ અને શાંતિ, તુષ્ટિ અને તૃષ્ણા બધામાં સમાહિત છે.

દિવસ અને રાત્રિની તથ્યતા એક જ છે.

વર્તુળમાં આરંભબિંદુ એ જ એનું અંતિમબિંદુ પણ હોય છે.

મહાન બાબતો વિશે આપણે પૂર્વધારણા ન બાંધીએ.

તમે બધા રસ્તાઓ ખૂંદી વળો તો પણ આત્માના વિસ્તારનો તાગ મેળવી શકો નહીં !

આ બ્રહ્મતત્ત્વ સનાતન હોવા છતાં મોટાભાગના માણસો પોતાનું અલગ અંગત ચૈતન્ય હોય તે રીતે વર્તે છે.

માનવપ્રકૃતિ પાસે વાસ્તવિક સમજણ નથી, એ તો છે માત્ર દિવ્ય પ્રકૃતિ પાસે જ !

માણસ વિવેકશીલ નથી, માત્ર બૌદ્ધિકતા એનો અવરોધ છે. જે કદી આથમતું નથી તેનાથી કોઈ પોતાની જાતને કેવી રીતે છુપાવી શકે?

સૂરજ દરરોજ નવો હોય છે.

માણસની ઈચ્છા અનુસાર જ બધું બનતું રહે તે ઠીક ન ઠરે !

તમે કશાક અણચિંતવ્યા કે અણધાર્યા માટે પણ તત્પર ન રહો તો સત્યને કદી પામી શકો નહીં.

એની એ જ નદીમાં આપણે ડગ માંડીએ અને (તે જ વખતે) ચૂકી જઈએ !

તમે એની એજ નદીમાં બીજી વાર પગ મૂકી શકો નહીં.

સમગ્ર અસ્તિત્વ વહેતો પ્રવાહ છે, અને કશું જ સ્થગિત  નથી.

હિરેક્લિટસ અનુવાદ: એચ.એમ.પટેલ

———————————————————

મધુ

હું જોઉં મારો રવિ અસ્ત થાતો,

ને સાંધ્યશ્રીની મૃદુ લાલિમાની

ફૂટી રહેતી ટશરો નિહાળી

શોચી રહું કે શિવ અર્ઘ્ય એ હશે

આયુષ્યની આથમતી કળાને?-

વા નવ્ય કો જીવનના ઉઘાડને?

( ટૂંકાવેલું )

–સ્નેહરશ્મિ

********

મૃત્યુથી જન્મ્યા પછી મહોબ્બત કરી લીધી,

આયખું અમથું ન જાણે કેમ લંબાયા કર્યું !

સુશીલા ઝવેરી

**********

અહીં લાખ લોકનું મિલન છે , રે છતાં

સંગમાં રંગ છે માત્ર પોતાતણો.

રાજેન્દ્ર શાહ

************

જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું

જેહને જીવન આ, વ્યર્થ લાગે.

પળેપળ લાખ શંકા ઉઠાવી ફરે

જીવનનો સર્વ આનંદ ભાગે.

ખબરદાર

00000000000000

મિજલસ

ભારતીય શાસ્ત્રીય સંગીતના લેખન-સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ધરાવતા, શતાયુને આરે પહોંચેલા પ્રો. આર.સી.મહેતાને એકવાર પૂછવામાં આવ્યું: ‘તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે?’

પ્રો.મહેતા કહે: ‘મારી તબિયત માટે હું મારા રસોઈયાનો આભારી છું. એ એવી રસોઈ બનાવે છે જે મને ભાવતી નથી, એના કારણે ઓછું ખવાય છે ને તબિયત સારી રહે છે !’

*************

હું તમારા હાથમાં આવું તો ને?

શિષ્યોએ સોક્રેટિસને પૂછ્યું: ‘તમારી અંતિમ વિધિ અમારે કેવી રીતે કરવી?’ સોક્રેટિસે કહ્યું: ‘તમને જે ઠીક લાગે તે કરજો. ‘ પછી જરા થોભીને હસીને કહે:’ હું તમારા હાથમાં આવું તો ને !’

**********

સ્વીકાર

અત્યારે જગત જે રીતનું છે તે જોતાં મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે. .જે શરીર જન્મ પામેલું છે તે કોઈ ને કોઈ દિવસ મૃત્યુ પામવાનું જ છે. અને લગભગ દરેક માણસનું મૃત્યુ જે વખતે થવાનું હોય તે જ વખતે થઈને રહેવાનું છે. તેના આગમનને તમે એક ક્ષણ પણ વહેલું કરી શકવાના નથી, તેમ જ એક ક્ષણ પાછું પણ ધકેલી શકવાના નથી. કોઈને જલદી જલદી મરી જવું હોય છે તો પણ, તેણે મૃત્યુ માટે કેટલોક વખત રાહ જોવી પડે છે. અને કોઈને મરવું નથી હોતું, મરણનો પુષ્કળ ડર લાગતો હોય છે તો પણ, તે માણસ મૃત્યુથી બચવા માટે ગમે તેટલી સાવચેતીઓ રાખે છે છતાં મૃત્યુનો પંજો તેના ઉપર એકાએક આવીને પડે જ છે.

આ સ્થિતિમાં બુદ્ધિ આપણને એ વાત શીખવે છે કે જે વસ્તુને આપણે ખાળી નથી શકતા તેનાથી બીવું એનો કશો જ અર્થ નથી.

અરવિંદ

—————————————————–

હું યુવાવયે મૃત્યુ પામું તો તેથી દુ:ખ ન પામશો. જીવન એ પોતાનાં તેજ-પ્રકાશ ગુમાવી દે એ પહેલાં ચાલ્યા જવું શું વધારે સારું નથી?

ફ્લોરા હેસ્ટિંગ્સ

00000000

મહેફિલ

અબ તો ધબરાકર યૂં કહત હો કિ મર જયેંગે,

મર કર ભી ચૈન ન પાયા તો કિધર જાઓગે?

—————————————————–

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: