પ્રાર્થનાઓ

 

**જીવન અંજલિ થાજો/ કરસનદાસ માણેક

 (રાગ-ભૈરવી, તાલ-કેરવા)

જીવન અંજલિ થજો, મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યા કાજ ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીન-દુ:ખિયાના આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!  મારું જીવન…

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; 

ઝેર જગતનાં જીરવી અમૃત ઉરનાં થાજો:        મારું જીવન…

     વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો:

હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !      મારું જીવન…

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો:

 શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો !  મારું જીવન…

———————————————————————

**સમૂહ પ્રાર્થનાઓ

 અહો દેવન દેવ હે વિશ્વસ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી;

દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ, તું એક આધાર મારો…

પ્રભુ આપ છો સર્વને પાળનારા, તમે છો સદા સંકટો ટાળનારા;

કીધા છે કરોડો તમે ઉપકારો, દીનાનાથ, તું એક આધાર મારો…

હું છું રાંકનો રાંક અજ્ઞાન પ્રાણી, ન મારી કશી વાત તુંથી અજાણી;

કરો હે દયાળુ ! ક્ષમા વાંક મારો, દીનાનાથ, તું એક આધાર મારો…

અમે બાળકો બોલીએ બે હાથ જોડી, અમારી મતિ હે પ્રભુ! છેક થોડી;

 દયા લાવીને પ્રાર્થનાદિલ ધારો, દીનાનાથ, તું એક આધાર મારો…

અમે ને કુટુંબીજનો જે અમારાં, રહીએ શરીરે સુખી સર્વ સારાં;

સદા આપજો આપ સારા વિચારો, દીનાનાથ, તું એક આધાર મારો…

      નથી મેં કરી આપની કાંઈ ભક્તિ, નથી આપના ગુન ગાવાની શક્તિ;

      દયા લાવીને દાસ, દુ:ખ નિવારો, દીનાનાથ, તું એક આધાર મારો…

*કૂડા દુ:ખ કાપી’/ખબરદાર

કૂડાં દુ:ખ કાપી રૂડાં સુખ આપો,

અમારા શિરે નાથજી ! હાથ થાપો,

સુખે જાય આ આજનો દિન સારો,

અમે માગીએ ઈશ ઓ ! પ્રેમ તારો.

——————————————-

** પ્રાર્થના

      પરોઢિયે નિત  ઊઠીને લેવું ઈશ્વર નામ;

      દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;

      કહ્યું કરો મા બાપનું, દો મોટાંને માન;

      ગુરુને બાપ સમા ગણો મળશે સારું જ્ઞાન.

      જૂઠું કદી ન બોલવું. તજવું આળસ અંગ,

      હળીમળી ને ચાલવું રાખો સારો સંગ.

      આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;

      ઘાસઘાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;

      ભોંયમાં પેસી ભોંય રે, કરીએ છાની વાત;

      ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જ્ગનો તાત;

      ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ;

      ક્યાંયે જગતકર્તા વિના, ખાલી ના મળે ઠામ.

———————————————————————-

**પિતા, અમે તુજ બાળકો//અજ્ઞાત

પિતા અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથ;

કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.

જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રહો સદાય;

 ભલું હજો સૌ કોઈનું, દુ:ખ હજો ન જરાય.

સુણીએ રૂડું કાનથી, રૂડું નીરખો નેણ;

 હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

 ——————————————————-

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: