અંગદાન-મહાદાન /વિદ્યુત જોષી/સમુદ્ર મંથન /દિવ્ય ભાસ્કર/13મી ડિસેમ્બર,2015

 

અંગદાન-મહાદાન /વિદ્યુત જોષી/સમુદ્ર મંથન /દિવ્ય ભાસ્કર/13મી ડિસેમ્બર,2015

     એક મિત્રે વોટ્સએપ પર, ‘મેડિકા ટ્રાઈબ સ્ટોરી’નામના સામયિકમાં આવેલી આ માસની વાર્તા આધારિત એક સંદેશ મોકલ્યો છે, જે જરા મમલાવીને જોઈએ.બ્રાઝિલના ચીકીન્હો સ્ક્રાપા એક સફળ વેપારી છે. તેણે પોતાના ફેસબુક પેજ પર એક સંદેશ મૂક્યો કે પોતાની બેન્ટલી કારને પોતાની સાથે કબરમાં દાટી દેવા માંગે છે. સ્ક્રાપાએ કહ્યું કે આની પ્રેરણા તેને ઈજિપ્તના ફારાહો પાસેથી મળી હતી., જેઓ પોતાની પ્રિય ચીજવસ્તુઓને પોતાની સાથે પિરામિડમાં દફનાવી દેતા. સ્ક્રાપાએ પણ પોતાની રૂ. 10,000 પાઉન્ડની કાર પોતાની સાથે દફનાવી દેવાનું નક્કી કર્યું છે. તેણે ફેસબુક પર કારને દફનાવી દેવા માટે ખાડો ખોદતો પોતાનો ફોટો પણ મૂક્યો. બ્રાઝિલના સાઉ પાઉલો શહેરમાં આ ફેસબુક પોસ્ટથી ધમાલ મચી ગઈ. મોટા ભાગના પ્રતિભાવકોએ સ્ક્રાપાને ગાંડો ગણાવ્યો. કેટલાકે લખ્યું કે આ રીતે કીમતી બેન્ટલી કારને દાટી દેવાને બદલે સ્ક્રાપાએ આ કારનું દાન કરી દીધું હોય તો સારું. તો કેટલાકે આ બેન્ટલી કાર ખરીદી લઈને સામાજિક સંસ્થાને દાનમાં આપવાની ઓફર મૂકી. કેટલાકે તો એમ પણ કહ્યુંકે મારી જૂની બેન્ટલીને સ્પેર પાર્ટસની જરૂર છે, તો સ્ક્રાપાએ એ સમગ્ર ગાડી દાટી ન દેતા અમુક ભાગ જ દાટવો અને જરૂરવાળાને બાકીના ભાગ આપી દેવા. સામાજિક સંસ્થાઓએ સ્ક્રાપાને કાર ન દાટવા આપીલ કરી. પરંતુ સ્ક્રાપા અફર રહ્યો અને એક નક્કી કરેલા દિવસે પોતે કારને દફનાવી દેશે તેવું જાહેર કરી મીડિયાની હાજરીમાં તેણે કારને દફનાવવાનું શરૂ કર્યું અને અડધે પહોંચી દફન અટકાવી દીધું. અહીંથી વાર્તા ચમત્કૃતિ સર્જે છે.

     સ્ક્રાપાએ મીડિયાને કહ્યું કે લોકોએ મને 10,00,000ડોલર( 6કરોડ રૂપિયા)ની કાર દફનાવી દેવા માટે ગાંડો ગણ્યો. પરંતુ મારી કાર કરતાં પણ વધુ મૂલ્યવાન એવા માનવ દેહને દફનાવી દેતા અચકાતા નથી. લોકો જ્યારે મૃત શરીરને દફનાવી દે છે ત્યારે ‘હ્રદય, યકૃત, આંખો, ફેફસાં, કિડની, ચામડી, હાડકાં વગેરેને કામકરતી હાલતમાં દફનાવી દે છે તે મારા કાર દફનાવવાના કૃત્ય કરતાં વધુ ગાંડપણ ભર્યુંતે  કૃત્ય છે. આ જગતમાં એવા લાખો લોકો છે જેમને આ અંગો મળે તો તેમનું જીવન બચી શકે, આમ હોવા છતાં આપણે આ અંગો દફનાવી દઈએ છીએ(કે બાળી નાખીએ છીએ) તે પાગલપણ નહિ તો બીજું શું? આ બધાં અંગોની તુલનામાં મારી બેન્ટલી કાર તો મામૂલી ચીજ છે. કારણ કે માનવ જીવન કરતાં કોઈ ચીજ વધુ મૂલ્યવાન નથી. આથી સ્ક્રાપાએ જાહેર કર્યું કે હું બેન્ટલી દાનમાં આપું છું અને મારા અંગદાનની જાહેરાત કરુંછું.’

     આ બનાવને બ્રાઝિલના અંગદાન મંડળે અંગદાન માટેની સૌથી સારી મીડિયા ઝુંબેશ ગણાવી અને આ બનાવ પછી બ્રાઝિલમાં અંગદાન 31 ટકા વધી ગયું. મિત્રો, શું સ્થિતિ છે આપણા દેશમાં? ભાવનગરમાં માનભાઈ અને અમદાવાદમાં હરિભાઈ પંચાલ અંગદાનનો પ્રચાર કરતા મૃત્યુ પામ્યા પરંતુ મૃતદેહને બાળવાનું આપણું મૂલ્ય હજી બદલાયું નથી.કોઈ ધાર્મિક સંત આ કુપ્રથા અટકાવી જોઈએ તેવી વાત નથી કરતા.આપણા દેશમાં જ અનેક અંધ લોકોને આંખોની જરૂર પડે છે. પરંતુ ચક્ષુદાન હજી પ્રચલિત નથી બન્યું. આજની તારીખે દેશમાં પાંચ લાખ લોકો કોઈને કોઈ શસ્ત્રક્રિયા કરી અંગ બદલાવ માટે અંગદાનની રાહ જોઈને બેઠા છે. આ સંખ્યા વધતી જ જાય છે લોકો પોતાનાં અમૂલ્ય અંગો મૃત્યુ બાદ દાનમાં આપવાને બદલે બાળી નાખીને ઈશ્વરનો દ્રોહ કરી રહ્યા છે અને એક પણ પૈસો ખર્ચ્યા વિના પુણ્ય પ્રાપ્ત કરવાની તક ગુમાવી રહ્યા છે.

     અંગદાન ન થતું હોવાથી અને અંગ વેચવાનું બજાર ગેરકાયદેહોવાથી કાળા બજારમાં અંગોના જે ભાવો બોલાય છે તેની વિગતો જોઈએ:

કિડની—15 લાખરૂપિયા,

યકૃત—12 લાખ રૂપિયા,

આંખ—90,000 રૂપિયા

ખોપરી– 35,000રૂપિયા,

દાંત—75,000 રૂપિયા,

નળીઓ—1,00,000 રૂપિયા,

હ્રદય—40 લાખ રૂપિયા,

લોહી—એકસો ગ્રામના 15000 રૂપિયા,

ચામડી—એક ચોરસ ઈંચના 600 રૂપિયા.

     આ બધા ભાવો આમ તો ડોલર પરથી રૂપિયામાં બદલ્યા છે. ભારતમાં કદાચ ઓછો ભાવ પણ હોઈ શકે, જેમ કે ભારતમાં તિરુપતિ મંદિરમાંલોકો વાળ ઉતરાવે છે જે વાળ મંદિર કિલોના ભાવે વેચે છે જે પરદેશ નિકાસ થાય છે, તો કૂખ(ગર્ભાશય) ભાડે અપાય છે અને તેની કિંમત 3 લાખથી 10 લાખસુધીની છે. આમ બધું થઈને માનવ દેહની બજાર કિંમત કરવા બેસીએ તો 8 કરોડ રૂપિયા સુધીનું દાન આપી શકો.

     અલબત્ત આ બધા ભાવો ગેરકાનૂની રીતે અંગ બદલાવ કરતા ડૉક્ટરોના છે. તેમાંથી જેનાં અંગો લેવાતાં હશે કે જે કૂખ ભાડે આપતા તેને શું મળતું હશે તેની તો તપાસ કરવી પડે. પરંતુ ગરીબ લોકોને છેતરીને તેમનાં અંગો કાઢી લેવાનું રેકેટ દેશમાં ચાલી રહ્યું છે. લોહી તો વેચાય છે તેનો અહેવાલ અગાઉ આવી ગયો છે અને તેમાં કેટલીક ખાનગી બ્લડબેંકો પણ સામેલ હોવાના સમાચારો છે.

     તો આ ચોરી અને ગેરકાનૂની કૃત્ય અટકે અને લોકો સહેલાઈથી અંગદાન આપી શકે, તેને માટે પ્રોત્સાહિત થાય તેમ કરવા માટે કેટલીક કાનૂની-સંસ્થાકીય વ્યવસ્થા કરાવી પડે. જેને પોતાનું અંગ દાનમાં આપવું હોય તેને માટે ડોનર કાર્ડ બનવું જોઈએ અને કોઈ સરકારી કે સારા ટ્ર્સ્ટની હોસ્પિટલમાં તેની નોંધણી થવી જોઈએ. દત્તક કાનૂનની જેમ અંગદાન કાનૂન અમલમાં લાવવાની જરૂર છે. આ કાનૂન હેઠળ કાનૂની સત્તા , અંગ બેંક, અંગદાતા હિત રક્ષક સંઘ, વગેરેસંસ્થાકીય જોગવાઈઓ કરાવી જરૂરી છે. હા, જો તમે તમારા કોઈ અંગનું દાન કરવા માંગતા હો તો કોઈ ખાનગી બજારુ તત્ત્વોના હાથમાં ઝડપાઈ ન જતા, સરકારી હોસ્પિટલ કે જાહેર હોસ્પિટલનો સંપર્ક સાધશો.   

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “અંગદાન-મહાદાન /વિદ્યુત જોષી/સમુદ્ર મંથન /દિવ્ય ભાસ્કર/13મી ડિસેમ્બર,2015
  1. […] I’m enjoying 【અંગદાન-મહાદાન /વિદ્યુત જોષી/સમુદ્ર મંથન /દિવ્ય ભાસ્કર/13મી ડિસેમ્બર,2015 | મા ગુર્જરીના ચરણે….】 | https://gopalparekh.wordpress.com/2016/05/07/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-… […]

  2. અંગોનું કાળા બજાર ખુબ શરમજનક વાત છે.

  3. ઈશ્વરે મફત આપ્યું છે તેનું દાન કરવાનું છે. અને આવું દાન અમૂલ્ય પણ છે. તેથી અંગદાન ખરેખર સરાહનીય છે.અંગદાન કરનારના વારસને હોસ્પિટલ સતાવાળાઓ તરફથી આભારપત્ર આપવામાં આવે છે,પણ આ દાનનો ક્યારે કઈ રીતે ઉપયોગ થયો તે કહેવામાં આવતું નથી. જયારે તબીબી સેવાનું વ્યાપક પ્રમાણમાં વ્યાપારીકરણ થઇ રહ્યું છે તેવો અનુભવ રોજબરોજનો થઇ રહ્યો છે,તેવા સંજોગોમાં કાનૂની વ્યવસ્થા ઉપરાંત દાતાના દાનનો યોગ્ય ઉપયોગ થયાની દાતાના વારસને ખાતરી થવી જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,812 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: