સાચનો સાથ/તર્પણ -2//આશાવીરેન્દ્ર

તર્પણ -2//આશાવીરેન્દ્ર

પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001

               સાચનો સાથ

    હું તો રહ્યો એક ઘોડો. મારે વળી નામ-ઠામ શું?તે છતાં નામ આપવું જ હોય તો ગમે તે આપો-ટોની, રૉકી,રાજા—નામ ભલે કોઈ પણ હોય પણ મારેવાત તો એક જ કરવાની છે, જે હું ક્યારનો વિચારી રહ્યો છું.એક દિવસ મેં મારા મિત્ર શ્યામને પણ એને લગતો જ સવાલ પૂછ્યો હતો-‘યાર, આ માણસો પરણવા જતી વખતે આપણને શા માટે હેરાન કરતા હશે?’ ‘હા, મને પણ ઘણી વાર આવો જ વિચાર આવે છે કે, વરરાજાને કહી દેવું જોઈએ કે ભાઈ, પરણવું તારે છે ને ? તો જા ને, તારાં સગાં-વહાલાનું સરઘસ કાઢીને ! એમાં અમને શા માટે ઘસડે છે?’

     ‘હાસ્તો, ચોખ્ખી વાત છે. આપણે ઘોડી પાસે જવું હોય ત્યારે આપણે કંઈ થોડા જ માણસને સાથે લઈ જઈએ છીએ ?ને સાચું કહું? આજે મને જાનમાં જવાનું જરાય મન નથી  થતું, પણ શું કરું? પાપી પેટનો સવાલ છે.’મારા માલિકે આપેલું ઘાસ ખાતાં ખાતાં મેં શ્યામને કહ્યું, ‘આવ, તું પણ ખ. આપણે તો હંમેશા જે મળે એ વહેંચીને જ ખાતાં શીખ્યા છીએ ને?’ ‘હા વળી, આપણા બાપ-દાદાએ એ જ શિખામણ આપી છે કે, કદી એકલપેટા ન થવું. બટકું રોટલો મળે એમાંથી ય બીજાનો ભાગ પાડવો.’

    અમે બંને ઘાસ ખાવા લાગ્યા. ખાતાં ખાતાં મેં શ્યામને કહ્યું, ‘આજે સવારે મારા માલિક મને નવડાવીને તૈયાર કરતા હતા ત્યારે તેઓ પોતાની પત્ની સાથે વાત કરતા હતા કે, આજે પેલા રામલાલના દીકરાનાં લગ્ન છે. રામલાલની જીદ છે કે, દીકરાના ઘોડા પર બેસાડીને પરણવા લઈ જવો. એટલે આજે આપણા ઘોડાને ત્યાં મોકલવાનો છે.’

    આ સાંભળીને એનાં પત્ની બોલી ઊઠ્યાં ‘હાય, હાય, નીચી જાતના લોકો આમ ઘોડે ચઢીને પરણવા જશે એ ઊંચી વરણવાળા ચલાવી લેશે? એમને શું પોતાની જાતનું અભિમાન નહીં નડે?’

     ‘તારી બીજી બધી વાત તો સમજાઈ પણ આ ઊંચી વરણ ને નીચી જાત એ બધું શું છે? આપણામાં તો એક જ જાત હોય છે. ઘોડા એટલે ઘોડા-બધા સરખા. એમાં ઊંચું શું ને નીચું શું?’શ્યામે સવાલ કર્યો. ‘તે મને પણ ક્યાં સમજાયું હતું? આ તો મારા માલિકની વાત પરથી એવું લાગ્યું કે, પેલા દૂરના મહોલ્લામાં, મોટા મોટા બંગલાવાળા અને મોટરું વાળા લોકો રહે છે એ બધા ઊંચી જાતના ને આ તરફ ઝૂંપડપટ્ટીમાં ને છાણ-માટીના ઘરોમાં જ રહે છે એ સૌ નીચી જાતના.’

    માલિક તો એવું પણ કહેતા’તા કે, ઊંચી જાતના લોકોએ નક્કી કર્યું છે કે, જો અમારા રસ્તા પરથી રામલાલનો દીકરો ઘોડા પર બેસીને નીકળશે તો જાનૈયાઓને મારી મારીને સીધા કરી નાખીશું. સાલાઓ, બહુ ફાટ્યા છે તે ! હલકી વરણનો વર ઘોડા પર બેસીને પરણવા નીકળે તો અમારા ને એનામાં ફરક શું રહી જવાનો?

    ‘બાપરે ! આવું સાંભળીને તારા માલિકને ડર ન લાગ્યો?’

    ‘એ પણ ગભરાયેલા તો ખરા જ. એક વખત તો એમણે રામલાલને કહી પણ દીધું હતું કે, મારો ઘોડો નહીં આપું પણ છેલ્લી ઘડીએ બીજો ઘોડો ક્યાંથી મળે? ને રામલાલ તો વટે ચઢેલો. એણે કહ્યું કે, બમણા પૈસા આપીશ પણ મને ઘોડો તો કોઈ પણ હિસાબે જોઈએ જ. એટલે હવે મારી પીઠ પર વરરાજાને બેસાડીને જવાનું છે. જોઈએ, શું થાય છે !જીવતો હોઈશ તો ફરી પાછા મળીશું. ચાલ ત્યારે, આવજે.’

    હું ને શ્યામ છૂટા પડ્યા ત્યારનો વિચારું છું કે, રામલાલની વાત તો સાચી છે. આઝાદ દેશમાં સૌ કોઈ આઝાદ છે. એને પોતાના દીકરાને ઘોડા પર બેસાડવો હોય કે હાથી પર—એમાં કોઈ વાંધો શી રીતે લઈ શકે? પણ મારે તો ચૂપ રહેવું પડે. જો પેલા લોકોને મારા આવા વિચારની ગંધ આવી જાય તો હંટર મારી મારીને ચામડી ઊતરડી નાખે. આમ પણ હવે જાન ચઢવાનો સમય થઈ ગયો છે. હું જાઉં.

    રામલાલનો દીકરો મારી પીઠ પર ગોઠવાયો. મને આશ્ચર્ય થયું કે, બીજા લોકો બેસતા ને જેવું અનુભવાતું એવું જ આજે પણ અનુભવાય છે. એમાં કોઈ ફરક નથી. વળી જાનૈયા પણ નાચી રહ્યાં છે એમાં એ જ ઉત્સાહ, ઉમંગ ને આનંદ જણાય છેજે બીજા બધા લગ્નમાં હોય છે. તો આ નીચા લોકો ઊંચા લોકોથી જુદા વળી શી રીતે? હશે, જવા દો. ગમે તેમ તો ય હું રહ્યો ઘોડો. મારામાં કંઈ માણસ જેટલી સમજ થોડી જ હોય ! માણસ તો સમજદાર પ્રાણી છે. એણે સમજી-વિચારીને જ આવા ભેદ પાડ્યા હશે.

    જાનને પસાર થવા માટે માત્ર આ એક જ રસ્તો છે. જે ઊંચા લોકોના મહોલ્લામાં થઈને જાય છે. મહોલ્લો નજીક આવ્યો ને સૌના જીવ જાણે તાળવે ચોંટી ગયા. પુરુષોનું હસવાનું અને સ્ત્રીઓનું ગાવાનું બંધ થઈ ગયું. હવે આગળ વધવું શી રીતે?એક વડીલ જણાતા ભાઈએ સલાહ આપી.

     ‘રામલાલ, ભાઈ એમ કર કે, આ મહોલ્લામાંથી તારા દીકરાને પગે ચલાવીને લઈ જા. મહોલ્લો પસાર થઈ જાય પછી નિરાંત. અને ફરીથી  ઘોડા પર બેસાડી દઈએ તો ચાલે.’

    બીજા બે—ચાર જણે આ વાતને ટેકો આપ્યો, પણ હવે તો બાપ-દીકરો બંને જીદે ચઢ્યા હતા કે, જવું તો ઘોડા પર બેસીને જ. બીજા એક ભાઈએ વરરાજાના કાનમાં ગૂસપૂસ કરતાં કહ્યું, ‘બેટા, તું તો કંઈક સમજ ! કહેવાય છે ને કે, “સારા કામમાં સો વિઘન.” આપણે શા માટે સામે ચાલીને આફત વહોરી લેવાની? ચાલ, ઊતરી જા બેટા.’

    મારી પીઠ પર બેઠો બેઠો દીકરો પોતાના બાપ તરફ જોઈ રહ્યો હતો. રામલાલે ઈશારો કરીને એને ઊતરવાની ના કહી. બેન્ડ-વાજાં બંધ કરાવી દેવાયાં. વાતાવરણ ગંભીર થઈ ગયું . બધા જ માનતા હતા કે, આ અન્યાય કહેવાય. ઘોડા પર બેસીને જ જવું જોઈએ પણ સૌની માન્યતા એવી પણ હતી કે, અત્યારે એમ કરવું યોગ્ય નથી.

    મેં વિચાર્યું કે,માણસોને ભલે જે કરવું હોય તે કરે પણ મારે તો સાચનો જ સાથ દેવો જોઈએ. મારી પીઠ પર વરરાજાને લઈને હું તો પૂછડું ઊંચું કરીને રુઆબથી ગલીમાં ઘૂસ્યો—જોઉં છું, કોની તાકાત છે મને હાથ લગાડવાની ? મને અને વરરાજાને આગળ થતાં જોઈ ચીમળાયેલી ભાજી જેવા થઈ ગયેલા જાનૈયાઓમાં તાજગી આવી. બેન્ડવાળાઓએ વગાડવા માંડ્યું, ‘આજ મેરે યાર કી શાદી હૈ.’ વાતાવરણમાં ફરીથી ઉત્સાહ ફેલાઈ ગયો અને જાનડીઓ ગાવા લાગી, કેસરિયો જાન લાવ્યો, જાન લાવ્યો રે…’

 (જ્ઞાન ચતુર્વેદીની હિંદી લઘુકથાને આધારે)

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “સાચનો સાથ/તર્પણ -2//આશાવીરેન્દ્ર
  1. શ્યામજી પરમાર કહે છે:

    જય શ્રી કૃષ્ણ ગોપાલ ભાઇ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: