બારમો અધ્યાય ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

 બારમો અધ્યાય

ભગવદ્ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

         શ્રધ્ધાની ભૂમિમાં લગનીનું વૃક્ષ

ગીતાનો બારમો અધ્યાય અત્યંત મહત્ત્વનો ગણાય છે.અહીં ભક્તયોગની વાત છે. રસ્તાઓ અનેક હોય છે પણ પહોંચવાનું તો એક જ ઠેકાણે છે.જ્ઞાનનો રસ્તો, કર્મનો રસ્તો  અને ભક્તિનો રસ્તો.સમગ્ર ગીતામાં ખુદ કૃષ્ણનો પક્ષપાત પણ ભક્તિ તરફનો છે,જ્ઞાન અને કર્મમાં યત્ન, પ્રયત્ન અને અંતે સાધના પ્રાપ્ત થઇ શકે.જ્યાં સુધી સાધના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાન હોય પણ યોગ ન હોય, કર્મ હોય પણ યોગ ન હોય.જ્ઞાન અને કર્મને મુકાબલે ભક્તિ  સહજ છે. જ્ઞાન અને કર્મનું તેજ અલગ હોઇ શક. પણ ભક્તિની આભા કોઇ જુદી છે. ભક્ત પાસે અનિવાર્ય છે ભીનું હૃદય. ભક્તિમાં જળતત્ત્વ વિશેષ છે, જ્ઞાન અને કર્મમાં પૃથ્વીતત્ત્વ વિશેષ છે. ભક્તિ દુર્લભ છે. પણ એક વાર ભક્તિ પ્રાપ્ત થઇ પછી બીજું બધું એને અનુસરતું આવે.નરસિંહે ગાયું, ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે.’ ભક્તિની વ્યાખ્યા આપવાનો કોઇ અર્થ નથી. પણ ભક્તિના ઉદાહરણરૂપે મીરાંને જોઇ શકાય. મીરાંની એકનિષ્ઠા, એનું કૃષ્ણ સાથેનું સાતત્ય અને એ સાતત્યને કારણે અને પરિણામે કૃષ્ણ સાથેનું સાયુજ્ય મેવાડની મીરાંનું વૃંદાવનની મીરાંમાં રૂપાંતર કરી શકે છે.કૃષ્ણે વિશ્વરૂપદર્શન કરાવ્યું પણ હજી અર્જુનની જિજ્ઞાસા પૂરેપૂરી શમી નથી. કેટલીક વાર ખુલાસાઓને કારણે નવા ને નવા પ્રશ્નો ઉદ્ ભવે છે. અર્જુને કૃષ્ણનું વિભૂતિતત્ત્વ જોયું અને ત્યારબાદ જોયું એમનું સમગ્ર સ્વરૂપ. અર્જુને સગુણરૂપે કૃષ્ણને જોયા અને નિર્ગુણરૂપે પણ જોયા. વ્યક્તિ તરીકે અને વિભૂતિ તરીકે પણ જોયા અને સમષ્ટિરૂપે જોયા.આ બન્ને સ્વરૂપે જોયા પછી અર્જુન સીધો જ પ્રશ્ન પૂછે છે કે તમારો ક્યો ભક્ત શ્રેષ્ઠ ? તમને વ્યક્તરૂપે ઉપાસે તે કે તમારી અવ્યક્તરૂપે આરાધના કરે તે? અર્જુનતો નિમિત્ત છે પ્રશ્ન પૂછવામાં. આપણા બધામાં પણ એક અર્જુન બેઠો છે જેને બીજા કોઇ પાસેથી નહિ પણ કૃષ્ણ પાસેથી જ સીધેસીધું સમાધાન જોઇએ છે. જેને પ્રશ્ન થાય છે તેને ઉત્તર મળે છે. આ પ્રશ્ન થવો એ જ મોટી વાત છે. કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો જવાબ આપે છે.

ગીતાનો બારમો અધ્યાય નાનો છે પણ એ નાના અધ્યાયમાં ભક્તિની મહાન વાત કહેવાઇ  છે. પહેલાં તો આપણું મન લાગવું જોઇએ. કૃષ્ણની લગન હોવી જોઇએ. કૃષ્ણ સિવાય કોઇ પણ ન હોય. પણ માત્ર મન લાગે એ પૂરતું નથી. મૂળભૂત શ્રધ્ધા હોવી જોઇએ. શ્રધ્ધાની ભૂમિમાં જો લગનીનું વૃક્ષ રોપાયું હોય તો એ આપમેળે, સહજપણે વૃધ્ધિ, વિકાસ અને સમૃધ્ધિ પામે. શ્રધ્ધા ન હોય અને કેવળ લગની હોય તો એ વાત ફ્લાવર વાઝમાં વૃક્ષ રોપવા જેવી થાય. અર્જુનનો પ્રશ્ન વિકટ છે. કોઇને એમ પૂછીએ કે તમારી બન્ને આંખો છે એમાંથી કઇ આંખ પ્રિય છે? તો તે એનો શો જવાબ આપે? કૃષ્ણ ને તો નિર્ગુણ ભક્તિ કરનારા પણ પ્રિય છે કારણ કે નિર્ગુણ હોય તોપણ એ ભક્તિ છે. નિર્ગુણ ભક્તિનો માર્ગ સગુણ ભક્તિ કરતાં કઠિન છે. આપણે એ પણ જોયું છે કે જરાક ધ્યાન કરવા બેસીએ અને તમામ ઇન્દ્રિયો પર આપણો અંકુશ મૂકવાનો પ્રયત્ન કરીએ ત્યારે પ્રારંભમાં તો વિચારો તીડના ટોળાની જેમ ઊમટે. આ વિચારો પણ એમ ને એમ નથી આવતા. ઇન્દ્રિયનું માલિક મન છે. મનને એમ થાય કે જો ઇન્દ્રિયનો નિગ્રહ થશે તો મારું માલિકપણું નષ્ટ થશે. એટલે મન જંપે નહિ અને જંપવા દે નહિ. ઇન્દ્રિયનું આખું સરકસ ચલાવનાર જો કોઇ હોય તો તે આ મન છે. મનને પોતાનો ખેલ ખતમ થાય એમાં રસ નથી. પણ જેમ જેમ મનની લગામ શિથિલ થઇ જાય, ઇન્દ્રિયો એના તાબામાં ન રહે તેમ તેમ વિચારોનું આક્રમણ ઓછું થાય અને રડ્યાખડ્યા એકાદ-બે વિચાર આવતા હોય, તો એ વિચાર જાણે કે આપણા નથી એમ એને સાક્ષીભાવે જોઇએ તો ધીમે ધીમે વિચારો પણ ખસી જશે અને એક શુધ્ધ અવસ્થા પ્રાપ્ત થશે. દેહધારી માટે અવ્યક્તની આરાધના કરવી એ ભારે કપરું કામ છે, કારણ કે પ્રારંભમાં મન અને ઇન્દ્રિયની ખેંચતાણ થાય છે એને કારણે  ભલભલા ગોથાં ખાઇ જાયછે અને છતાંય એવા વિરલાઓ છે કે જે મારામાં ઓતપ્રોત થઇને, પોતાના અહમ્ ને ભૂંસી નાખીને અનન્યભાવથી સર્વ કર્મોને મને સમર્પણ કરી કેવળ મારું જ ધ્યાન ધરતા હોય. એવા મારા ભક્તોનો હું આ મૃત્યુસંસારના સાગરથી તરત જ ઉધ્ધાર કરું છું. આવા જીવ નો ઉધ્ધાર કરવાની જવાબદારી મારી છે કારણ કે એ જે કંઇ કરે છે તે બધું મને જ સોંપીને કરતા હોય છે. એમનામાં ‘હું કરું હું કરું ‘ નો ભાવ નથી. જે માણસ પોતાની બુધ્ધિ, પોતાનું મન મારામાં મૂકી દે છે એ કદીય મારી બહાર રહેતો નથી અલબત્ત,ચંચળ મનને સ્થિર કરવું સહેલું નથી. હવાને પીંજરામાં પૂરવા જેવી વાત છે. પણ કેટલાક લોકો ધ્યાનથી, તપથી, અભ્યાસ અને મહાવરાથી આ અવસ્થા સિધ્ધ કરી શકે છે. પણ બધાને માટે આ અવસ્થા સિધ્ધ કરવી એ સહેલું નથી. કર્મ કરવું  અને કર્મના ફળ પ્રત્યે ઉદાસીન રહેવું એ ઘણું મુશ્કેલ છે. ગમે એટલો અભ્યાસ કે મહાવરો હોય પણ આ પંથ વિકટ છે. કૃષ્ણ  ઘૂંટીઘૂંટીને એક વાત કહે છે કે અભ્યાસ ગમે એટલો મહત્ત્વનો હોય તોપણ એનાથી જ્ઞાન ચડિયાતું છે. જ્ઞાન કરતાં ધ્યાન ચડિયાતું  છે.જ્ઞાન અને ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ ચડિયાતો છે. જે માણસ કર્મના ફળનો ત્યાગ કરી શકે છે એને શાંતિ મળે છે. અંડરલાઇન કરીને કહેવા જેવી વાત તો આ છે કે કર્મના ફળનો ત્યાગ, કર્મનો નહિ, કર્મફળની આસક્તિનો ત્યાગ. ગાંધીજી એટલે જ ગીતાને અનાસક્તિયોગ તરીકે ઓળખાવે છે. જે માણસ કર્મ પ્રત્યે પ્રવૃત્ત રહે છે પણ કર્મફળ વિશે નિવૃત્ત છે એને શાંતિ મળે છે. શાંત માણસ અંદરથી સુરીલો હોય છે. જેને કર્મફળની લોલુપતા છે એની પાસે અજંપો, બેચેની, થાક, વિષાદ હોય છે. એ ભીતરથી બેસૂરો છે,શાંત માણસ સંવાદી છે. એ કોઇને ધિક્કારતો  નથી. કરુણાથી હર્યોભર્યો છે. બધામાં મિત્રને જ જુએ છે. ક્ષમા એની ગળથૂથીમાં જ છે. એ દયાળુ છે, માયાળુ છે, પણ મમત્વ અને અહંકારથી મુક્ત છે. જીવનને એ સુખદુઃખનાં  ખાનાંમાં વહેંચતો નથી. સુખ અને દુઃખ પ્રત્યે એ સમદૃષ્ટિ  છે, સંતોષી છે. પોતાના વલોણાથી પોતાને વલોવ્યા કરતો નથી. ચિત્ત એના વશમાં છે. એને કારણે એ વ્યાકુળ  કે વિવશ નથી,દૃઢનિશ્ચયી છે. કર્મયોગી છે પણ નિષ્કામ છે. કર્મ પણ સમર્પણ માટે છે. મન અને બુધ્ધિ એણે જગતના માલિકને સોંપ્યા છે. આવા નિર્ગુણ નિરાકાર ભક્તો પણ ભગવાનને પ્રિય છે. અને ભગવાનને પ્રિય છે—સવિશેષ પ્રિય છે સગુણની આરાધના કરતા ભક્તો. આવા સગુણભક્તોનો સંતાપ લોકોને નથી હોતો. અને લોકનો સંતાપ ભગતને નથી હોતો નિરંજન ભગત કહે છે એમ જગતનો અને ભગતનો ઝગડો તો સનાતન છે.પણ જગતથી નરસિંહ મહેતા કે મીરાં; પીડા કે યાતના ભોગવીને પણ ભક્તિમાંથી ચલિત નહોતા થયાં. એમની ભક્તિ અચળ હતી. એમને કશાનું બંધન નહોતું . હર્ષ, ભય, ક્રોધ અને વ્યગ્રતાથી એ બધાં મુક્ત હતાં. ઇશ્વર સિવાય એમને કોઇની અપેક્ષા નહોતી. પવિત્ર હતાં અને સાવધાન રહ્યાં. સ્વ-સ્થ અને તટસ્થ હતાં. કર્મમાત્રનો પરિત્યાગ કર્યો હતો.કોઇને ધિક્કારતાં નહોતાં. ક્યાંય કોઇ ભેદભાવ નહોતો. કશાનો શોક નહિ અને કોઇ આકાંક્ષા નહિ. શુભ અને અશુભના હાંસીપાત્ર હાંસિયાઓમાં જે જીવે નહિ એવા ભક્તિશીલ મનુષ્યો ઇશ્વરને સદા પ્રિય છે. માન-અપમાન, શત્રુ-મિત્ર, ટાઢ-તાપ, દુઃખ-સુખ, આસક્તિ વિનાના, નિંદાસ્તુતિથી પર અને મૌનવ્રતી ભક્તો—અનાયાસે જે સદા સંતુષ્ટ રહે, જેમને ઘરબારનો મોહ ન હોય, જેમની બુધ્ધિ સ્થિર હોય, જે ઇશ્વરપરાયણ હોય, શ્રધ્ધાળુ હોય—આવા ભક્તો ઇશ્વરના અત્યંત પ્રિય પાત્ર હોય છે.

બારમા અધ્યાયમાં ગીતામાં જે સગુણ-નિર્ગુણ ભક્તોનું વર્ણન છે એ વર્ણન આપણને નરસિંહ મહેતાએ વૈષ્ણવજન પદમાં આપ્યું છે, કહો કે સમગ્ર ભગવદ્ ગીતાનો  નિચોડ વૈષ્ણવજન માં છે.

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે  તોય

મન અભિમાન ન આણે ઋએ.

સકળલોકમાં સહુને વંદે,

નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ- મન નિશ્ચલ રાખે,

ધન ધન જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,

પરસ્ત્રી જેને માત રે;

જિ વા થકી અસત્ય ન બોલે,

પરધન નવ ઝાલે હાથ રે.

મોહ-માયા વ્યાપે નહિ જેને,

દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામનામ-શું તાળી રે લાગી,

સકળતીરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે,

કામ-ક્રોધ  નિવાર્યા રે.

ભણે મરસૈંયો તેનું દર્શન કરતાં

કુળ એકોતેર તાર્યા રે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: