હમ બડા જાદુગર આયા !/મકરંદ દવે

હમ બડા જાદુગર આયા !/મકરંદ દવે

(મિલાપની વાચનયાત્રા-1955) [પાનું:74]

હમ બડા જાદુગર આયા !

હમ ખેલ ઈલમકા લાયા !

અચ્છા મૈયા, આજ દિખાવો,

ક્યાં પેંડાકા ડબરા?

પલભરમેં છૂમંતર કર દે,

હમ જાદુગર જબરા!

લ્યો, હસવામાં શું પાયા ?

હમ બડા જાદુગર આયા !

ચોકલેટ-પીપરસે, મૈયા,

ભરો હમારી મુઠ્ઠી;

ફૂંક મારકે ખાલી દેખો,

જાદુઈ લકડી જુઠ્ઠી?

લ્યો, હમને તો નહીં ખાયા !

હમ બડા જાદુગર આયા !

ખોટા ખોટા હમકો ખીજવી,

હસો હસો મત, બબલી !

હવે બોલી તો ચપટીમેં હમ,

કર દેવેંગે ચકલી !

હાં, ઐસા બોત બનાયા !

હમ બડા જાદુગર આયા !

આંખ મીંચકે ઊભી બજારે,

સાઈકલ સોત ચલાવે;

દો આના તો દે દો, મૈયા,

હમ ભાડે લઈ આવે.

લ્યો, ના પાડી નવડાયા !

હમ બડા જાદુગર આયા !

અડધો તારો ભાગ બરાબર,

સમજી બબલી બેના?

તને સાથ સવારીમાં પણ,

સાઈકલ ઉપર લેના,

બસ, અબ તો જાદુ ભાયા?

હમ બડા જાદુગર આયા !

તેરા કહ્યા કરેંગે, મૈયા,

દે પીપર ને પૈસા;

બબલી બિચમેં ક્યોં કરતી હૈ,

મુખડા બંદર જૈસા?

બા, તેરા દીકરા ડાયા !

હમ બડા જાદુગર આયા !

**************************************

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “હમ બડા જાદુગર આયા !/મકરંદ દવે
  1. Vimala Gohil કહે છે:

    બબલી બેન નો ભાયો દુનિયાનો આ શ્રેષ્ઠ જાદુગર.

    મિલાપની વાચનયાત્રાઃ૧૯૫૧-૧૯૬૧ મારી પાસે થોડા સમાય પહેલા જ આવેલ છે. હાલમાં એ લાભ “મા ગુર્જરીને ચરણે”થી મળે છેતો હજુ વાચવા શરૂ નથી કરી,પણ બે દિવસ પહેલા જરા પાના ઉથલાવતા આ ગીત જોયું ને આજે અહીં મળ્યું!!!! ભહુ સારું લાગ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,249 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: