સોરઠી સંતવાણી/સંપાદક: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જરમાંના થોડાં ભજનો

સોરઠી સંતવાણી/સંપાદક: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જરમાંના થોડાં ભજનો

(1)

થોડે થોડે પિયો !

(પાનું:30)

અજરા કાંઈ જર્યા નહિ જાય.

એ જી વીરા મારા ! અજરા કાંઈ જર્યાનહિ જાય.

થોડે થોડે સાધ પિયોને હાં.

તન ઘોડો મન અસવાર,

તમે જરણાંનાં જીન ધરીને જી.

શીલ બરછી સત હથિયાર,

તમે માયલાસે જુદ્ધ કરોને હાં.

કળીયુગ કાંટા કેરી વાડ્ય,

તમે જોઈ જોઈને પાંઉ ધરોને હાં.

ચડવું મેર અસમાન.

ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં.

બોલિયો કાંઈ ધ્રુવ ને પ્રેહલાદ

તમે અજંપાના જાપ જપોને હાં.

           અર્થ

     હે મારા ભાઈઓ ! સાધુતાને તમે થોડા થોડા પ્રમાણમાં પચે તેમ પીજો. એ અજર વસ્તુ એકી સાથે આરોગી જવાથી જરશે નહિ, હજમ થશે નહિ.

     શરીરને ઘોડો બનાવો, એ ઉપર પલાણ જરણાનાં અર્થાત્ તમારી  પાચન કરવાની આત્મશક્તિનાં બિછાવો, ને મનને એ સ્વારીનો અસ્વાર બનાવો. સદાચારની બરછી અને સતના શસ્ત્ર વડે તમે માયલા સાથે—પોતાની માંહી છુપાઈરહેલા અહમ્ સાથે યુદ્ધ કરો.

     કલિયુગ કાંટાની વાડ જેવો છે. તેમાં જોઈ તપાસી પગ ધરો.

     આપણે તો આવી સ્વારી કરી, આવાં શસ્ત્રો સજી, ‘માયલા’ને મારી પછી પહાડોની વાટે સ્વર્ગે  ચડવું છે. માર્ગમાં વાંકાચૂંકા રસ્તા છે. માટે સંભાળીને ચાલો.

     ધ્રુવને પ્રહલાદ બોલી ગયા છે કે હે વીરાઓ ! તમે અજંપાના જાપ જપો—તમે વણજંપ્યા જાગતા રહો, સંતોષ પકડીને સૂઈ ન જતા.

——————————————————————-   

કરોને ઓળખાણ

(પાનું:43)

વ્યક્તિવંત સાચા સાધુઓની પિછાન તોળલ સતી આપે છે.

મારું મન બાંધ્યુંરે શૂરવીર સાધસેં હાં રે હાં.

જેને રૂદિયે વસ્યા લાલ ગુંસાઈ મારા વીરા રે!

હકે રે હાલો ને પ્રીતે હુંઈ મળો રે

સાચે દિલે કરીને ઓળખાણું, મારા વીરા રે !—મારું મન…

તોળી કહે,

આંખુંના ઉજાગરા વીરા તમે કાં કરો હાં-હાં-હાં

નયણે નિરખી નિરખી જુઓ, મારા વીરા રે!

આંજણુંના આંજ્યા રે ભૂલા કાં ભમો?

હાથમાં દીવો લઈ કાં પડો કૂવે, મારા વીરારે !—મરું મન…

તોળી કહે,

કાલર ભૂમિમાં બી મત વાવીએં હાં-હાં-હાં

પાતર જોઈ જોઈ તમે પેખો, મારા વીરા રે !

જોત્યુંને અંજવાળેદાન રૂડાં દીજીએં,

 માણેક નમી નમી લીજેં, મારા વીરા રે !—મારું મન…

તોળી કહે,

સ્વાંતીના મેં જળધારા વરસે હાં-હાં-હાં

એની તમે નીપજ લેજો ગોતી મારા વીરા રે !

વશિયલને મુખે વખડાં નીપજે,

છીપ—મુખ નીપજે સાચાં મોતી, મારા વીરા રે !—મારું મન….

તોળી કહે,

સાધુને ઘેર સતગુરુ પ્રોણલા હાં-હાં-હાં

એને કેડો આદર દેયીં; મારાં વીરાં રે !

અંગનાં ઓશીકાં, દલનાં બેસણાં,

પગ ધોઈ પાહોળ પીવીં, મારા વીરા રે !—મારું મન…

તોળી કહે,

મનના માનેલા મુનિવ્ર જો મળે હાં-હાં-હાં

દલડાંની ગુંજ્યું કરિયેં, મારા વીરા રે !

જાડેજાને ઘરે તોરલ બોલિયાં.

આપણી કમાયુનાં ફળ તો લેયીં, મારા વીરા રે!—મારું મન…

                           અર્થ

     મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે: જેના રૂદિયામાં પ્રભુ વ્સ્યા હોય તેવ સાધુ ઉપર.

     ઓ મારા વીરાઓ ! હકદાવે આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો.

 સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા શા માટે કરો છો, ઓ ભાઈઓ? નયનથી નિરખી તો જુઓ ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો?

     ઓ બાંધવો ! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ સમજીને દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી સત્ય-રત્નો નીચાં નમી નમીને વીણી લેજો.

     સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી: વશિયલ (વિષધર) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું, છીપને મોંયે ટપકીને એણે વિષ પેદા કર્યું. છીપને મોંયે ટપકીને એણે મોતી મૂક્યાં. સજ્જનોની હ્રદય-સીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં.

     ઓ ભાઈઓ મારા ! જુગતેથી ગોતી લેજો. એના પગ ધોઈને અંજલિ પીજો.

     હે વીરાઓ ! એમાં ખાસ મનના માનેલા મુનિવર મળે, તો જ એને દિલની છૂપી વાતો કહીએ.

     જાડેજા જેસલને ઘેર તોળલરાણી બોલ્યાં ક હે વીરા ! સુકૃતિની કમાઈનાં ફળ લેજો.

 ———————————————————————-

(3)

                સાધુની સંગત

(પાનું:56)

શીલવંત સાધુને વારેવારે નમીએ, પાનબાઈ !

     જેનાં બદલે નહિ વ્રતમાન રે

 ચિત્તની વરતી જેની સદાય નિરમાળી

     જેને મા’રાજ’ થયા મે’રબાન રે–

ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં

           જેને પરમારથમાં પ્રીત રે,

મન ક્ર્મ વાણીએ વચનુંમાં ચાલે ને

           રૂડી પાળે એવી રીત રે—શીલવંત…

ભાઈ રે ! આઠે પો’ર મનમસ્ત થઈ રે’વે

           જેને જાગી ગયો તુરિયાનો તાર રે

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને

           સદાયભજનનો આહાર રે—શીલવંત…

ભાઈ રે સંગત્યં તમે જ્યારે એવાની કરશો ને

           ત્યારે ઊત્રશો ભવપાર રે

ગંગા સતી એમ બોલિયાં ને

       જેને વચનુંની સાથે વેવાર રે—શીલવંત…

વ્રતમાન=વર્તમાન વરતી= વૃત્તિ. મહારાજ=પ્રભુ તુરિયા= જાગૃતિ, સુષુપ્તિ, સ્વપ્ન અને તુરિયા(અર્થાત્ ચોથી) એ ચાર ચિત્તસ્થિતિઓ છે.

 ——————————————————————-

(4)

            મનડાં જેણે મારિયાં

[ભક્તિ સાચી તો એ કે જેમાં માયલું મન મરી જવું જોઈએ. એ મહામાર્ગ પર યુગે યુગે સંખ્યાબંધ જનો વિચર્યા છે, પણ મોટી સંખ્યાનાં ચિત્ત તો ઉગ્ર કસોટીને લઈ ઊઠી ગયાં છે. ખરા હતા તે નિર્વાણ પહોંચ્યા છે.]

ક્ષમા ખડગ લઈ હાથમાં, શીલ બરછી સત હથિયાર,

મનડાં જેણે મારિયાં રે જી.

કાંધે કાવડ લઈ ફેરવી રે, ધમળાધોળ્ર્ર ઝીલંતા ભાર,

મનડાં જેણે મારિયાં રે જી.

પંદર ક્રોડની મંડળી રે જેના પ્રહલાદ રાજા મુખીઆર

 મનડાં જેણે મારિયાં રે જી.

દસ ક્રોડનાં ચિત ઊઠી ગયાં,

પાંચ ક્રોડ પોંચ્યાં નિર્વાણ –

મનડાં જેણે મારિયાં રે જી.1

જે ઘર નાર કુભારજા એને એળે ગયો અવતાર,

 મનડાં જેણે મારિયાં રે જી.

1 આ પછી  (1) એકવીશ ક્રોડની મંડળી—રાજા હરિશ્ચંદ્ર મુખીઆર.એમાંથી ચૌદ  ક્રોડનાં ચિત્ત ઊઠી ગયાં ને સાત ક્રોડ પૂગ્યા નિરવાણ. (2) સત્તાવીશ ક્રોડની મંડળી, ધરમરાજા મુખીઆર. ચોવીસ ક્રોડનાં ચિત્ત ઊઠી ગયાં ને બાર ક્રોડ પોગ્યા નિરવાણ એમ ત્રણ કડીએ ગવાય છે.

 ————————————————————————-

(5)

આંબો અમર છે, રે સંતો !

(પાનું:120)

આંબો અમર છે રે, સંતો !

           કોક ભીમને ભાવે રે.—આંબો…

ધરતી તપાસી ધરા ખેડાવો ,

           કામનાં કુંડાં કાઢો;

નિજનામનાં બીજ મગાવી,

           વિગતેથી વવરાવો રે.—હો સંતો…

        હેતન હેલ્ય ભરાવો;

નૂતન સૂરત દોનું પાણીઆરી,

        પ્રેમ કરીને પીવરાવો;– હો સંતો…

કાચા મોર તો ખરી જાશે,

       ફૂલ ફળ પછી આવે;

હુકમદાર બંદા હાલે હજૂરમાં,

     ખરી નેતસેં ખાવે,–હો સંતો…

કાચાં ભડદાં કામ નૈ આવે,

           જીરવ્યા કેમ જીરવાશે;

 ત્રણ ગુણનો ટોયો રખાવી,

           જાળવો તો જળવાશે.—હો સંતો…

ધ્યાન સાબે ધરા તપાસી,

           રવિસાબ તિયાં ભેળા;

દાસ મોરાર ગુરુ રવિને ચરણે,

           વરતી લીધી વેળા.—સંતો…

                  અર્થ

     ભક્તિરૂપી અમર –આંબો તો હે સંતો ! કોઈક કોઈક ભૂમિમાં જ ઊગી શકે છે, ગમે ત્યાં નહિ. માટે તમે તમારા જીવનની જમીન જોઈ તપાસીને આંબો ઊગે તેવી રસકાળ જણાય તો પછી એને ખેડાવજો.એની અંદરથી કામવૃત્તિનાં ભોથાં કાઢી નાખજો, પછી એમાં ‘નિજનામ’ (પ્રભુનામ)નું બી વાવજો.

     કોઈને કળાય નહિ તેવી આપણી આંતરગત ધરતીમાંથી બનાવેલા ઘડા મગાવીને એ હેલ્ય વડે હેતનાં જળ ભરવા માટે નુરતા ને સુરતા (એકાગ્રવૃત્તિ) રૂપી બે પનિયારીઓને રોકો. એ પ્રેમનાં પાણી આંબાનાં બીજને પીવરાવો.

S.SANTVANI

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “સોરઠી સંતવાણી/સંપાદક: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જરમાંના થોડાં ભજનો
  1. Vimala Gohil કહે છે:

    ખૂબ મજાની બોધપ્રદ સંતવાણી..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: