ગાંધીજીનું સાચું તર્પણ મદુરાઈ/ઓચ્છવભાઈ જી.ગાંધી

[અખંડ આનંદ –જાન્યુઆરી 2015 , જોયેલું ને જાણેલું વિભાગ/પાના: 93-94]

આજથી છ સાત વર્ષ પહેલાં અમે ચાર મિત્રો કુટુંબ સાથે દક્ષિણભારતના પ્રવાસે ગયેલા ત્યારે મદુરાઈ(તામિલનાડુ) રેલવે સ્ટેશન જોતાં જ ખૂબ જ આનંદ અને આશ્ચર્ય થયેલું કારણ કે રેલવે સ્ટેશનની ટિકિટ બારીવાળા ખંડોની આસપાસ દીવાલો ઉપર ગાંધીજીના જન્મથી આઝાદીની ચળવળ સુધીનાં ચિત્રો દોરાવીને ગાંધીજીનું સંપૂર્ણ જીવનચરિત્ર દર્શાવ્યું હતું. ગુજરાત ગાંધીજીનું જન્મસ્થળ અને કર્મસ્થળ હોવા છતાં ગુજરાતના કોઈ રેલવે સ્ટેશન ઉપર ગાંધીજીનાં આવાં કોઈ પેઈન્ટિંગ્સ નથી.

આનાથી વધુ આશ્ચર્ય અને આનંદ મદુરાઈના ગાંધી મ્યુઝિયમ માટે મદુરાઈનાં મહારાણીએ પોતાનો મહેલ કામરાજના પ્રયત્નોથી આપ્યો હતો. અમે જ્યારે સંધ્યાટાણે   ત્યાં પહોંચ્યા ત્યારે પટાંગણમાં પંદરથી વીસ ભાઈ—બહેનો  તે દિવસે શુક્રવાર (ગાંધીજીનો નિર્વાણ વાર) હોવાથી પ્રાર્થનાની તૈયારી કરી રહ્યા હતાં. અમે ગુજરાતથી આવીએ છીએ તેમ જાણતાં અમને જણાવ્યું હતું કે છેલ્લાં પંદર વર્ષથી નિવૃત આસિસ્ટંટ ઇન્કમટેક્સ કમિશનર ગાંધીજીના ત્યાંના કાર્ય અને સેવાથી પ્રભાવિત થઈને ગાંધીજીના નિર્વાણવાર શુક્રવારે મિત્રો સાથે એકઠા થઈ, સાયંકાળે નિયમિત પ્રાર્થના કરે છે. અને છેલ્લાં પંદર વર્ષના ગાળામાં એક પણ શુક્રવાર પ્રાર્થના ના થઈ હોય તેવું બન્યું નથી. આ વાત જાણી અમને ખૂબ જ આનંદ થયો અને ગાંધીજીના સુખ્દ સંભારણા સાથે અમે મદુરાઈની વિદાય લીધી.

*****

ઓચ્છવભાઈ જી. ગાંધી –સી.એસ.બુટાલા બ્રધરહુડ લાઈબ્રેરી, મોડાસા. જિલ્લો: અરવલ્લી ફોન: 245314

****************************************

સી

A,A,JAN15

ગાંધીજીનું સાચું તર્પણ મદુરાઈ/ઓચ્છવભાઈ જી, ગાંધી

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,998 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: