કણનું ઋણ, મણનું સમર્પણ//વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી કણનું ઋણ, મણનું સમર્પણ//વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી કણનું ઋણ, મણનું સમર્પણ//વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી

કણનું ઋણ, મણનું સમર્પણ//વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી

[જન્મભૂમિ-પ્રવાસી 10મી એપ્રિલ, 2016/’મધુવનપૂર્તિ-પાનું:6]

મુખ્યત્વે નવસારીમાં અને નવસારી ઉપરાંત અનેક ગામનગરોમાં ગાજતું અને આ બધા પ્રદેશને ગજવતું એક નામ એટલે સર જમશેદજી ! એઓ આમ તો પારસી હતા. છતં એમના માં માતૃભક્તિ આદિ વિશેષતાઓ એ જાતનો વિકાસ સાધી શકી હતી કે, એના યોગે જમશેદજી પરોપકારના એવાંએવાં કામ કરી ગયા કે, વર્ષોના વર્ષો બાદ આજેય એમના કામનાં કામણ અને નામનાં આકર્ષણ ઓસર્યા નથી. એમના બાળપણના થોડા પ્રસંગો પ્રેરણાની પરબની ગરજ સારી જાય એવા છે.

જમશેદજીનું બાળપણ નવસારીમાં વીત્યું હતું . એમના પિતાનું નામ જીજીભાઈ અને માતાનું નામ જીવીબાઈ હતું. જીવીબાઈ જમશેદને કાળજાની કોરની જેમ સાચવતાં. એમને જમશેદ પર એટલી બધી લાગણી હતી કે, કોઈક વાર જ્યારે એમને એવો વિચાર આવી જતો કે, હું નહિ હોઉં ત્યારે આ બાળકની આવી સારસંભાળ કોણ લેશે? આવો વિચાર આવતાં જ એમનું માતૃહૈયું ભરાઈ જતું  અને એઓ છાનું છાનું રડી લેતા.

જીવીબાઈની ઉંમર મોટી હતી, પરંતુ એઓ કંઈ એટલી બધી મોટી ઉંમરે પહોંચ્યાં ન હતાં કે, એમની જીવનલીલા થોડા જ સમયમાં સંકેલાઇ જાય ! પણ જમશેદજી પર એમના હૈયામાં ખૂબ ખૂબ લાડ-પ્યાર હોવાથી એમને અવાર નવાર એવો વિચાર આવી જતો કે, મારી જીવનલીલા સંકેલાઇ જાય તો બેટા જમશેદનું શું થાય?

જીવીબાઈએ હવે હૈયાની વાત રજૂ કરતાં કહ્યું: બેટા ! તારા પરનાં લાડ અને લાગણીને કારણે મને એવી ખોટી ખોટી ચિંતા સતાવ્યા કરે છે કે, હું જ્યારે નહિ હોઉં, ત્યારે તારી સારસંભાળ કોણ લેશે? આવી ચિંતાથી મારું હૈયું ભરાઈ જાય છે અને એથી ડૂસકા સાથેના રૂદનને હું રોકી શકતી નથી. તારી ઉંમર કંઇ  ઘણી નાની નથી અને મારી ઉંમર કંઇ બહુ મોટી થઇ ગઇ નથી. એથી મારી આ ચિંતા અસ્થાને છે. પણ શું કહું ! મારા મનને આવી ચિંતા સતાવ્યા કરે છે અને ત્યારે આંખમાં આંસુ આવી ગયા વિના નથી રહેતાં,

માતાનો આ જવાબ સાંભળીને જમશેદે કહ્યું: મા, મારા પરની તારી લાગણી તારી પાસે આવો વિચાર કરાવી જાય, એ સહજ છે પણ તું ઇશ્વર પર ઇમાન રાખ. ઈશ્વર પર ઇમાન રાખવાથી સૌ સારાવાનાં થશે. તદુપરાંત હું તને વચન આપું છું કે, હું જીવન પર્યંત એવું કોઈ અકાર્ય નહિ કરું કે, જે અકાર્ય મારા જીવનને કલંકિત કરવા પૂર્વક મારા જીવનની તારાજી સર્જી શકે. આ સંકલ્પને હું જીવનના ભોગે પણ જાળવી રાખવાનું તને વચન આપું છું . માટે તું હવે મારા માટે નિશ્ચિંત બની જજે.

જમશેદજી જ્યારે સોળેક વર્ષનો થયો, ત્યારે એના માથેથી માતાનું છત્ર છિનવાઇ ગયું. આ પછી થોડા સમય બાદ એણે પિતાનું છત્ર ગુમાવ્યું. જમશેદે માતાને ખોટું નહિ કરવાનું  વચન આપ્યું હતું. તેમ પિતાએ વિદાય વખતે જમશેદને એવી શિખામણ આપી હતી કે, બેટા! દીન-દુખિયાનો બેલી બનજે. ગરીબ-ગુરબાની આંતરડી ઠારવાનો અવસર આવે ત્યારે પાછું વાળીને જોતો નહિ.

માતા પિતાની હિત-શીખને વળગી રહીને એને ચરિતાર્થ કરવાના સંકલ્પસાથે જમશેદે યોગ્ય વયે વેપાર-ધંધા નિમિત્તે મુંબઈ જવાનો નિર્ણય લીધો. એના નસીબ આડે રહેલા પાંદડાને દૂર કરવાનું બળ એ ઘડી પળ ધરાવત્તા હશે , નવસારીની વિદાય લઈને મુંબઈ જ્વા તૈયાર થયેલા જમશેદને પડોશમાં રહેતાં એક માજીએ ભાથાનો ડબ્બો બાંધી આપ્યો. ભાગ્યસુચક એ ભાથાના ડબ્બાને શકુન તરીકે ગ્રહણ કરીને જમશેદ મુંબઈ પહોંચ્યો. એ વખતે એણે મનોમન સંકલ્પ કરેલો કે, માજીના આ ઋણને હું ચૂકવ્યા વિના નહિ રહું. ઈશ્વર મને એવી સદ્ બુદ્ધિ  આપે કે, કણનું ઋણ હું મણના અર્પણ દ્વારા ચૂકવનારો બની જાણું.

મુંબઈમાં વેપાર માટે સ્થિર થવાં છતાં જમશેદજી જન્મભૂમિ નવસારીને ભૂલ્યા ન હતા. એક વાર પ્રૌઢવયે  એઓ નવસારી આવ્યા, ત્યારે બાળપણના જીવન-પ્રસંગો એમની નજર સમક્ષ તરી ઊઠ્યા, એમાં પણ જ્યારે નવસારીથી મુંબઈ જવાનું નક્કી થતાં ભાથાનો ડબ્બો બંધાવી જનારાં એ માજી આંખ સામે ખડાં થઈ ગયાં, ત્યારે જમશેદનું હૈયું ભરાઈ આવ્યું . માથે એ માજીનું ઋણ હોવાનું યાદ આવતાંની સાથે જ એ ઋણને અદા કરવાનો પોતે કરેલો સંકલ્પ પણ તાજો થઈ ગયો અને વળતી જ પળે નાણાંની કોથળી લઈને તેઓ પડોશમાં રહેતાં એ માજીના ઘરે જઈ ઉભા. માજીને પ્રણામ કરીને એમણે કહ્યું: માજી ! હું આપનો દેવાદાર છું. એ બદલ ક્ષમા ચાહું છું.

માજીને ભૂતકાળની એ ઘટના યાદ આવી જતાં એમણે પૂછ્યું: હા, જમશેદને ભાથાનો ડબ્બો મેં આપેલો, એ બરાબર યાદ આવે છે. એ જમશેદ શું તું પોતે જ ! મોટા વેપારી તરીકે જમશેદની કીર્તિ તો ઘણી ઘણી સાંભળી છે. એ કીર્તિ જ્યારે જ્યારે સંભળાતી, ત્યારે એમ થતું કે, આવા મોટા વેપારીને હવે ભાથું બંધાવનારા માજી તરીકે મારી યાદ ક્યાંથી આવે? એને મન પણ ક્યાંથી થાય ?

‘માજી ! ઋણમુક્ત થવા આજે ખૂબ ખૂબ મોડો આવ્યો છું. એ બદલ હું માફી ચાહું છું ફૂલ નહિ તો ફૂલ પાંદડી સમી નાણાંની આ કોથળી સ્વીકારી લઈને મને ઋણમુક્ત બનવામાં આપ અવશ્ય સહાયક બનજો, એમ હું પ્રાર્થના કરું છું.’

માજીએ માન્યું કે, જમશેદજી ખરેખર આજે મારે આંગણે દેવદૂતના રૂપમાં આવ્યો. એથી મારું ઘડપણ હવે સુખપૂર્વક કોઈ જાતની ચિંતા વિના પસાર થશે. ઋણમુક્તિ રૂપે અર્પણ કરાયેલી એ રોકડી રકમ માજીને જો કે ઘણી બધી વધારે જણાતી હતી, પણ એનો સ્વીકાર કર્યા વિના માજીનો છૂટકારો થાય એમ પણ ક્યાં હતો ! એથી એનો સ્વીકાર કરતાં કરતાં માજીએ એવા આશીર્વાદ આપ્યા કે, તને કીર્તિ કરતાં વધુ કંચનની કમાણી થશે અને કંચન કરતાં તું વધુ કીર્તિ કમાઈશ અને આ બેના યોગે તું પરોપકારના કાર્યો હરહંમેશ કરતો રહીશ.

માજીના આ આશીર્વાદ નાભિન ઉંડાણમાંથી નીકળ્યા હતા, એ કેટલા બધા સાચા પુરવાર થયા, એની પ્રતીતિ તો આજેય નવસારી ઉપરાંત અન્યત્ર પણ ગાજતાં જમશેદજીનાં નામકામ સારી રીતે કરાવી જ રહ્યાં.

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: