મધુર ગીતો

 

થોડાં મધુર ગીતો આજે માણીએ

(1) તારી આંખનો અફીણી/વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી(2)

તારા રૂપની પૂનમનો પાગલ એકલો  હે     (2)

આજ પીઉં દરશનનું અમૃત,કાલ કસુંબલ કાવો (2)

તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો…

તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની… તારી આંખનો…

પાંખોની  પરખે  પરબડી  આંખો  જુએ  પીયાવો

અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરાવો

તારા રંગ નગરનો રસિયો નાગર એકલો… હે તારા રૂપની… તારી આંખનો…

રૂપ  જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,

પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી,

તારાં  હસમુખડાં  ઝીલું  છું  ઘાયલ  એકલો,

ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,

ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો,

તારી  પાનીને  પગરસ્તે   ચાલું   એકલો.

********************************

(2)તમે થોડાં થોડાં થાવ વરણાગી ઓ ભાભી !/અવિનાશ વ્યાસ

તમે થોડાં થોડાં થાઓ વરણાગી ઓ ભાભી !(2)

નવી ફેશનની ધૂન બધે લાગી, ઓ ભાભી !

તમે થોડાં થોડાં થાઓ વરણાગી ઓ.

ઓ ભાભી…

 

વરણાગી વીરાની વરણાગી વહુ બનો ,

થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો;

મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી.

ઓ ભાભી…

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો,

જુઓ લટકાળી લલનાઓ  જાગી.

ઓ ભાભી…

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો,

ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો;

હવે જૂના બધા વેશ દ્યો ત્યાગી.

ઓ ભાભી …

બંગાળી સાડીનાં લહેરણિયાં લહેરાવો,

ઊંચી ઊંચી એડીની બૂટ જોડી મંગાવો;

હવે નવયુગની વાંસલડી વાગી. ઓ ભાભી…

*************************************

(3)કચ્છી લોકકથા

ના છડિયાં હથિયાર અલ્લા’લા બેલી

મરણે જો હકડીવાર દેવોભા ચેતો

મુરૂભા બંકડા, ના છડિયાં હથિયાર !

પેલો ધીંગાણો પીપરડી જો કિયો ઉતે

કીને કીને ન ખાધી માર, દેવોભા ચેતો

મુરૂભા, બંકડા, ના છડિયાં હથિયાર !

હેબટ, લટૂરજી મારું રે ચડિયું બેલી,

ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો

મુરૂભા બંકડા, ના છડિયાં હથિયાર !

જોટો સ્કૂલ હણે છાતીએ ચડાયો નાર

હેબટ લટૂર મુંજો ઘા , દેવો ભા ચેતો

મુરૂભા બંકડા, ના છડિયાં હથિયાર !

 

 શબ્દોના અર્થ:

છડિયાં=ચોડ્યા, હકડીવાર= એકવાર, ધીંગાણો = ધીંગાણું,

ઉતે =ત્યાં, કીને =કોણે, હેબટ =હિંમત, ઝલ્લી =ઝાલવું

****************************************

(4) આતમને ઓઝલમાં રાખ મા/ઇન્દુલાલ ગાંધી

પ્રભુજીને પડદામાં રાખમાં ,

પૂજારી ! તારા આતમને ઓઝલમાં રાખ મા !

વાયુ વીંઝાશે  ને દીવડો હોલાશે એવી

ભીતિ વંટોળિયાની ભાખ મા,

આડે ઊભો છે તારો દેહ અડીખમ ,

ભળી જાશે એ તો ખાખમાં….પૂજારી તારા

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી ,

થાક ભરેલો એની પાંખમાં,

સાત સમંદર પાર કર્યા એનું,

નથી રે ગુમાન એની આંખમાં….પૂજારી તારા

આંખનાં રતન તારા હોલાય  છોને,

છોને હીરા લૂંટાય તારા લાખના,

હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી,

ખોટા હીરાને ખેંચી રાખ મા….પૂજારી તારા

***********************************

(5)પાંદડું લીલું ને રંગ રાતો/અવિનાશ વ્યાસ

પાંદડું લીલું ને રંગ રાતો,(2) મારી મેંદીનો રંગ મદમાતો

ભૂલી રે પડી હું તો રંગના બજારમાં

લાગ્યો મને રંગ કેરો છાંટો. પાંદડું…

રેશમની કાયા તારી જાણે લજામણી,

લટકંતી લટ તો જાણે ભૂલ રે ભુલામણી

રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો…

વાયરાની  લ્હેરમાં લ્હેરાતો. પાંદડું…

રંગરસિયા, જરા આટલેથી અટકો,

દિલને લોભાવે તારા લોચનનો લટકો;

વારી વારી થાકી તોયે છેલ રે છબીલા

તું તો અણજાણે આંખમાં છુપાતો. પાંદડું…

છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?

છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું  ?

ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને?

હાય ! કાળજાની કોરે વાગ્યો કાંટો . પાંદડું…

*****************************************

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “મધુર ગીતો
  1. Vimala Gohil કહે છે:

    હમેશા ગમતા ગીતોના સંગે મજા આવી.

  2. જુનામધુર ગીતોનું સંકલન, બહુ ગમ્યા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,383 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: