બેવડી કૃપા//આશા વીરેન્દ્ર/[જન્મભૂમિ-પ્રવાસી]

 

બેવડી કૃપા//આશા વીરેન્દ્ર

[જન્મભૂમિ-પ્રવાસી 20મી માર્ચ,2016/’મધુવન’વિભાગ પાનું: 3]

કેથી અને એન્ડ્રુ બન્ને સખત ગરીબાઈમાં દિવસો વિતાવતાં હતાં. એક તો ટૂંકી આવક અને એમાં વળી ત્રણ ત્રણ બાળકોને ઉછેરવાનાં. ફાધર સાયમન એન્ડ્રુના મિત્ર હતા. એન્ડ્રુની તકલીફની વાત સાંભળી એમણે રસ્તો કાઢી આપ્યો. ‘જો, બેંગકોકમાં મિશનરી સ્કૂલ ચાલે છે, એમાં તારી દીકરી ડોરિનને હું એડમિશન અપાવી દઉં. ત્યાંની ગર્લ્સ હૉસ્ટેલમાં એની રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે. દોરિન તેર-ચૌદ વર્ષની થઈ ગઈ છે અને સમજદાર છે એટલે એને ત્યાં રહેવામાં વાંધો નહીં આવે.’

‘તમારો ઘણો આભાર, ફાધર. તમે મારી ચિંતા હળવી કરી દીધી. પણ મારા મન પર મોટો બોજો આઠ વર્ષના દીકરા માઈકનો છે. એને જન્મથી પોલિયો હોવાને કારણે એ પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો. આવા અપંગને રાખવા કોણ તૈયાર થાય? એમ નિરાશ ના થા. એનો પણ ઉપાય છે. આવાં બાળકોમાટે બેંગકોકમાં જ આપણી એક સંસ્થા કામ કરે છે એનું નામ છે- ‘રિહેબિલિટેશન સેન્ટર ફોર હેન્ડિકેપ.’  ‘તો શું એ લોકો માઈકને ત્યાં રાખશે?’

‘માત્ર રાખશે એટલું જ નહીં , એની ડૉક્ટરી તપાસ પણ કરાવશે અને જો શક્ય હશે તો વિનામૂલ્યે એનું ઑપરેશન પણ કરાવી આપશે. એન્ડ્રુએ સાયમનના પગમાં પડવાનું જ બાકી રાખ્યું. જો કે છોકરાંઓથી વિખૂટા પડવાની વાતથી કેથીનું-એક માનું હૈયું કકળી ઊઠ્યું. પણ બીજો કોઈ રસ્તો નહોતો. એમના નાના એવા ગામ લેમપેંગથી બેંગકોક ટ્રેનમાં પહોંચતાં દોઢ દિવસ લાગે, પણ ભલે ઘરથી આટલે દૂર તો ય ભાઈ-બહેન બન્ને નજીક રહેવાનાં હતાં એટલું આશ્વાસન હતું. એણે છેલ્લી ઘડી સુધી ડોરિનને માઈકની ભલામણ કર્યે રાખી.

‘જો દીકરા, બે-ચાર દિવસે એને ફોન કરજે. તને જ્યારે હૉસ્ટેલમાંથી રજા મળે ત્યારે એને મળવા જઈ આવજે. તારા જ ભરોસે એને આટલો દૂર મોકલું છું. ’કહેતા એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કહેવાય છે કે, ગરીબનાં છોકરાં જલદી સમજણાં થઈ જાય છે. એ ન્યાયે ડોરિન માને હિંમત આપતી હતી. ‘જરાય ચિંતા ન કરીશ મા, હું એનું પૂરું ધ્યાન રાખીશ.’ પોતાની આંખમાં ધસી આવતાં આંસુને રોકવાનો પ્રયત્ન કરતાં એણે માના ખોળામાં સૂતેલા નાનકડા ભાઈને વહાલ કરતાં કહ્યું, ‘તું તારો અને ભઈલાનો ખ્યાલ રાખજે મા.’ બન્ને ભાઈ-બહેન ઘર છોડીને બેંગકોક આવ્યાં ને લગભગ વરસ થઈ ગયું હતું . આટલા સમયમાં નહોતા એ બન્ને એકેય વાર ઘરે જઈ શક્યાં કે નહોતાં મમ્મી-પપ્પા એમને મળવાં આવી શક્યાં. માઈક માને યાદ કરીને ઉદાસ રહ્યા કરતો. એક દિવસ ડોરિનની હૉસ્ટેલમાં રિહેબિલિટેશન સેન્ટરમાંથી ફોન આવ્યો.

‘તને સારા સમાચાર આપવાના છે. અમે હૉસ્પિટલમાં ઑપરેશન માટેના વેઇટિંગ લિસ્ટમાં માઈકનું નામ નોંધાવી રાખેલું. એનો વારો આવી ગયો. અઠવાડિયા પછી માઈકનું ઑપરેશન થશે.’

આ વાત સાંભળીને ડોરિન ખુશ તો થઈ પણ એને થયું કે , મારે માઈકને મળવું જોઈએ. એને મળું તો ખબર પડે કે એના મનમાં ઑપરેશનનો ડર તો નથી ને? એને અત્યારે મારા સહારાની જરૂર છે. ડોરિનને જોઈને માઈકે રડવા જ માંડ્યું. ડોરિન કહે, ‘રડે છે શા માટે? તારે તો ખુશ થવું જોઈએ. ઑપરેશન પછી તારે આમ ઘસડાવું નહીં પડે. તું તારા પગ પર ઊભો રહી શકીશ.ચાલી શકીશ.’

માઈક કહે, ‘તારી બધી વાત સાચી. ને હું કંઈ ઑપરેશનના ડરથી નથી રડતો, પણ મને મા બહુ યાદ આવે છે. મા હાજર નહીં હોય તો હું ઑપરેશન નહીં કરાવું.’ ડોરિને પબ્લિક ફોન પરથી પાડોશમાં રહેતા ટોમ અંકલને ત્યાં ફોન કરીને માતા-પિતાને બધી વાત જણાવી. સાંભળ્યું ત્યારથી કેથીનું એકજ રટણ હતું.

‘મારે બેંગકોક જવું છે. માઈક ઑપરેશન થિયેટરમાં દાખલ થાય ત્યાં સુધી મારે સાથે રહેવું છે. મારી ટિકિટની વ્યવસ્થા કર.’

એન્ડ્રુએ કદી પણ આ અપંગ દીકરાને દિલથી ચાહ્યો નહોતો પણ એના ઑપરેશનના બહાને જૂના મિત્રોને મળી શકાય એવા વિચારથી એને બેંગકોક જવાનો ઉમળકો આવી ગયો. એણે કહ્યું, ‘તું જવાનું રહેવા દે કેથી. અહીં  રહીને નાનકાનું ધ્યાન રાખ. હું બેંગકોક જઈને માઈકને સંભાળીશ. એને જરાય ઓછું નહીં આવવા દઉં.’

બેંગકોક પહોંચીને બાળકો પાસે જવાને બદલે એ સીધો દોસ્તો પાસે પહોંચ્યો. ઘણા વખતે મળેલા મિત્રો એ રાત્રે મોડે સુધી ખાણી-પીણીની મોજ માણી. બીજે દિવસે મિત્રની ગાડીમાં સૌ ફરવા નીકળી પડ્યા.

ઑપરેશનનો દિવસ આવી પહોંચ્યો. માઈક સતત માનાં નામની માળા જપતો હતો. ડોરિને વિચાર્યું, જો મા નહીં આવે ને માઈક ઑપરેશન નહીં કરાવે તો હાથમાં આવેલી તક જતી રહેશે. એણે માઈકને સમજાવ્યો, ‘હું માને ફોન કરું છું. તું ઑપરેશન થિયેટરમાંથી બહાર આવે ત્યારે સૌથી પહેલાં માને જોશે બસ?’એણે માને ફોન કર્યો, ‘ના પપ્પા તો હજી સુધી અહીં નથી આવ્યા. તું ગમે તેમ કરીને આવ.’

ફોન મૂકીને આવી ત્યારે એન્ડ્રુને માઈક પાસે બેઠેલો જોઈને ડોરિન ખુશ થઈ ગઈ. ‘ક્યાં હતા પપ્પા અત્યાર સુધી? મેં માને કહી દીધું કે તું નાના ભાઈને બાજુવાળા આન્ટીને સોંપીને આવી જ જા.લગભગ તો એ બપોરની ટ્રેનમાં નીકળશે જ.

આજે માઈકને હૉસ્પિટલમાં દાખલ કરવાનો હતો અને કાલે ઑપરેશન હતું. કેથી આજે બપોરે નીકળે તો પણ કાલે સાંજે કે રાત સુધીમાં તો આવી જશે. વાંધો નહીં. એન્ડ્રુ બીજે દિવસે ઑપરેશન થિયેટરની બહાર આંટા મારી રહ્યો હતો ત્યારે એણે બે માણસોને વાતો કરતા સાંભળ્યા,

ટીવી પર ન્યૂઝ જોયા? લેમપેંગથી બેંગકોક આવતી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઊતરી પડ્યા. ઘણા લોકો મરી ગયા. બાવરો બનીને એન્ડ્રુ ફોન તરફ દોડ્યો. બેબાકળા બનીને એણે પાડોશીને પૂછ્યું, ‘હેલો, કેથી નાનકાને તમારી પાસે મૂકીને અહીં આવવા નીકળી છે ?’

‘હા, નીકળી છે.’પડોશીએ જરા અટકીને કહ્યું, ‘એટલે કે નીકળી હતી પણ સ્ટેશનથી પાછી આવીને મને રડતાં રડતાં કહી ગઈ કે , માત્ર ત્રણા મિનિટ માટે એ ટ્રેન ચૂકી ગઈ. માઈકને ઑપરેશન પછી નહીં મળી શકાય એટલે બહુ જીવ બાળતી હતી.’ એન્ડ્રુએ સામેની દીવાલ પરની જીસસની મૂર્તિ સામે જોઈને કહ્યું, ‘થેન્ક ગૉડ.’

ત્યાં જ ડોરિને હરખભેર આવીને કહ્યું, ‘પપ્પા માઈકનું ઑપરેશન સફળ રીતે પાર પડ્યું. ’

[પેનસરી કીએંગસીરીની થાઈ વાર્તાને આધારે]

********************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: