ગરીબોનો રાષ્ટ્રપ્રેમ/અમૃત મોરારજી [‘અખંડ-આનંદ]’

 

    ગરીબોનો રાષ્ટ્રપ્રેમ/અમૃત મોરારજી

      [‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2014 પાનું :90]

     તા. 10-8-2013, હું વાપી તરફથી વલસાડ આવતી મેમુ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. મારા ડબ્બામાં બે બાળકો એક છોકરો અને એક છોકરી પોતાના હાથ દ્વારા નાના પથ્થરો વગાડતાં  ગીત ગાઈ રહ્યાં હતાં, ‘મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હીરામોતી…મેરે દેશકી ધરતી…’

     ટ્રેનમાં કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ હતા.એમાંથી એકે કહ્યું: ‘કુછ નયા સુનાઓ, યે ગીત તો પુરાના હો ગયા.’

     ‘પુરાના મગર સુપર હીટ ગાના હૈ, ઔર દેશકે લિયે હૈ, પંદ્રહ અગસ્ત આઝાદ દિન આને વાલા હૈ, ઇસી લિયે ગાતે હૈં’ છોકરીએ કહ્યું.

     ‘લેકિન દેશ મેં આજ સોના, હીરા, મોતી ઊગતા નહીં . દાલ ઔર ચાવલ ભી તો કિતને મહંગે હો ગયે  ઔર તુમ ગાના ગાકર પેટ ભરતે હો.’ અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું.

     ‘બડે હૈં, પઢતે હૈં, વડાપાઉં ખાતે હૈં, મજે સે ઠંડા પીતે હો ઔર દેશ કી બુરાઈ કરતે શર્મ નહીં આતી.’છોકરાએ કહ્યું.

     ટ્રેનના પેસેન્જરોને છોકરાનો જવાબ ગમ્યો. એક પેસેન્જરે પાંચ રૂપિયાનો સિક્કો છોકરાને આપ્યો. એમણે નવું ગીત ગાવાનું શરૂ કર્યું, ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તા હામારા…’

     એક વિદ્યાર્થીએ પોતાના વટ ખાતર પચાસની નોટ કાઢી આપતાં કહ્યું, ‘લો પચાસ રૂપિયા, ઔર શીલાકી જવાની  યા જલેબીબાઈ ગાઓ.’

     ‘પચાસ રૂપિયે તેરે ખીસેમેં રખ, નહીં ગાયેંગે ઐસે ગીત, આયા બડા દેશકા સૌદા કરનેવાલા પચાસ રૂપયેમેં…’ ઘણાજ જુસ્સાથી છોકરી બોલી અને બંને ગીત ગાતાં આગળ ચાલી ગયાં. તેઓ ગાતાં હતાં, ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તા હમારા…’

     આજે આપણા દેશમાં લોકો દેશપ્રેમની લાગણીને ભૂલી, અબજોનો ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે ટ્ર્નમાં ગાનારાં આ ગરીબ, અભણ બાળકોના દેશપ્રેમની ભાવનાનો પ્રસંગ નિહાળી હું ધન્ય બની ગયો. કરોડો-અબજોના ભ્રષ્ટાચાર કરનારાંઓના આ દેશમાં આવાં બાળકો પણ છે જે ગરીબ છે પણ પૈસા મેળવવા દેશપ્રેમ ભૂલતાં નથી. ખરેખર દુનિયા અને દેશ સાવ એવો નથી જેવાં આપણે માનીએ છીએ.

           *******************

 પારડી,સાંઢપોર,હનુમાનફળિયા,વલસાડ396001(ગુજરાત)

મોબાઈલ:9429346387

 **********************************************************  

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: