“તમને લાગે છે?” /આર.એચ.નાણાવટી/[‘અખંડ-આનંદ’

 

“તમને લાગે છે?” /આર.એચ.નાણાવટી

[‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2015 પાનું :96]

મેં વકીલાત શરૂ કરી ત્યારે જિંદગીની નિર્ણાયક પળે મારામાં રસ લેનાર તથા માર્ગદર્શક બનનાર પિતાજીને મારી વકીલ તરીકેની કારકિર્દીમાં રસ હશે કે કેમ? મને ખાતરી ન હતી.

વકીલાતના વ્યવસાય માટે સિનિયર તરીકે મેં મારી પસંદગી સૌમ્યમૂર્તિ સ્વર્ગસ્થ શ્રી રાજુભાઈ વકીલ પર ઉતારી હતી. અમારા બંને પરિવારો વચ્ચે વર્ષો જૂના સંબંધ હતા.

તેમણે મને પિતાતુલ્ય કાળજીથી ઘડ્યો. આજે હું દાવા સાથે કહી શકું કે, કાયદાના ક્ષેત્રમાં વકીલ તરીકે કે તે પછી ન્યાયાધીશ તરીકે મેં જે પ્રાપ્ત કર્યું છે તે મહદ્અંશે તેમની પ્રેરણાદાયક દોરવણીને કારણે શક્ય બન્યું છે.

અમારા શરૂઆતના દિવસોમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ તથા સેશન્સ જજ તરીકે શ્રી.મુકુંદરાય ઇચ્છારામ પંડ્યાની નિમણૂક થઈ હતી. શ્રી પંડ્યાસાહેબની કોર્ટમાં કેસ ચલાવવામાં મારા જેવા જુનિયર વકીલોને વકીલોને બહુ આનંદ આવતો. કેમ કે તેમનો અભિગમ

કાયમ જુનિયરોને સહાયરૂપ થવાનો રહેતો. મારી એક ટેવ હતી કે મારા તથા સિનિયરના કેસોમાંથી પરવારું એટલે સેશન્સ કોર્ટમાં તથા સિનિયર જજ કોર્ટમાં બેસવું. તે રીતે હું ડિસ્ટ્રિક્ટતથા સેશન્સ જજની નજરમાં રહેતો.

એવામાં ઝગડિયા તાલુકાના એક અંતરિયાળ ગામના આદિવાસીના ખૂન કેસમાં શ્રી પંડ્યાસાહેબે મારી ‘ધર્માદા વકીલ’તરીકે આરોપીના બચાવ માટે નિમણૂક કરી. આરોપી સામે કેસ હતો કે, તેણે તેમની પત્નીનું ખૂન કર્યું હતું. મારી મારા સિનિયર સાથેની કામગીરીના અનુભવના કારણે તે કેસમાં હું સફળ રહ્યો. આરોપી નિર્દોષ છૂટી ગયો.

હવે બન્યું એવું કે કોઈ કારણસર ચુકાદાને સમયે હું કોર્ટમાં હાજર રહી શક્યો ન હતો. અમારા સિનિયરના ગુમાસ્તાએ કદાચ કહ્યું હશે કે કેમ ગમે તેમ, આરોપીએ તેને ગામ જઈ પત્ર લખ્યો કે “વકીલસાહેબ, મારી ભેંસ વેચીને તમારી ફીના પૈસા આપી જઈશ.”

આ ટપાલ બપોરની ડિલિવરીમાં આવી હતી. હું કોર્ટમાંથી ઘરે આવ્યો ત્યારે પિતાજી આ પોસ્ટકાર્ડ લઈને ઓટલા પર બેઠા હતા. તેમણે મને આરોપીનું પોસ્ટકાર્ડ આપ્યું. પિતાજીને એટલી તો સમજ કે આવી રીતે કોર્ટ આરોપી માટે ધર્માદા વકીલ નીમે તો તેની ફી સરકાર તરફથી મળે. તેવા સંજોગોમાં આરોપી પાસેથી ફી માગવી કે મેળવવી નીતિમત્તાની દૃષ્ટિએ સર્વથા અયોગ્ય કહેવાય. પિતાજીએ લાલ આંખ કાઢી મને પૂછ્યું, “તે પૈસા માગ્યા હતા?”

મેં સામે સવાલ પૂછ્યો. “તમને લાગે છે કે હું આ રીતે અણહકના પૈસા માગું?”

પિતાજી સાથે એક કોરું પોસ્ટકાર્ડ લઈને બેઠા હતા. મને કહે, “આ પત્ર લખીને ખબર આપ કે તારે મને પૈસા આપવાના નથી.”મેં કાગળ લખ્યો. “તારા બચાવ માટે મને સરકાર તરફથી ફી મળશે. તું પૈસા આપવા આવતો નહીં.કે મારા વતી કોઈને આપતો નહીં. ” આ મતલબનો કાગળ હું પોસ્ટ કરી આવ્યો પછી જ મને ઘરમાં પ્રવેશ મળ્યો.

મને પ્રતીતિ થી કે પિતાજી મારી નવી કારકિર્ડી માં રસ લે છે—ધ્યાન રાખે છે એટલું જ નહીં, આ કાળા કહેવાતા વ્યવસાયમાં પણ હું નીતિના માર્ગથી ચ્યુત ન થાઉં તે બદલ મને સતર્ક રાખે છે.

*******

5, આકાર-2, આત્મજ્યોતિ આશ્રમ રોડ, ઈલોરા પાર્ક, વડોદરા-390023

**************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 256,997 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: