આપણા લોકો !//ચિનુભાઈ પટવા

 

  આપણા લોકો !//ચિનુભાઈ પટવા

 [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપપાનું:123]

એક ઓળખીતાને ત્યાં મિત્રોનો ડાયરો જામેલો હતો. ચર્ચાનો વિષય એ હતો કે “આપણા લોકો કેવા ખરાબ છે !” એ ચર્ચામાંથી સચોટ દાખલા લઈ  અમે નીચે પ્રમાણે તારવણી કરી:

ખરેખર, આપણા લોકો કેટલા ખરાબ છે ! અને તેમાંયે ખાસ કરીને પાડોશીઓ તો—વાત જ જવા દો ને ! જરૂર પડી ને થરમોમીટર લેવા ગયા તો કહે, “પેલું ફૂટી ગયું પછી નવું મંગાવવું ભૂલી ગયાં છીએ !”એટલું તો ઠીક, પણ શેકની કોથળી માગીએ તો સારી રાખીને કાણી જ આપે. ને ઉપરથી ખાનગી ટીકા કરે કે, પાડોશીઓથી તો તોબા !

આપણને છાપાંનો શોખ હોય અને જરા માગવા જઈએ તો કહે: “હજી વાંચ્યું નથી.” ભલા માણસ, છાપાં મંગાવો છો તો વહેલી સવારે વાંચી લેતા હો તો ! પણ એમની આળસના ભોગ આપણે બનવું પડે. પછી બપોરે માગવા જઈએ તો કહે: “અરર, બાબાએ ફાડી નાખ્યું,” નહીં તો, “એ ઑફિસે લઈ ગયા છે.”

કેટલાક તો એવા હોય છે કે નવી ચોપડી તેમને ત્યાં લાવ્યા હોય ને તુરત આપણે જરા જોવા લાવ્યા હોઈએ, અને ધારો કે વાંચવામાં રસ પડી ગયો હોય ને બે દિવસ રાખી લીધી, તો તુરત નોકરને મોકલી ચોપડીની ઉઘરાણી કરશે. અલ્યા ભઈ, અમારે ત્યાં કંઈક લોકોની ચોપડીઓ વરસોથી પડી છે તે તો યાદેય કરતા નથી, અને તમને બે દિવસ ભારે પડી ગયા !પણ શું કરીએ—આપણા લોકો જ ખરાબ છે ત્યાં ? મોડી રાતે દૂધ મેળવવા થોડું મેળવણ સુદ્ધાં ના રાખે તેને શું કરીએ?

અને ખુદ આપણા મિત્રો પણ કેવા ખરાબ હોય છે ! ગયા રવિવારે અમે પેલા મિત્રને ત્યાં ગયા, તો એ લોકો ઘરમાં જ નહીં. અને આ પહેલી વાર નથી. જ્યારે જઈએ ત્યારે તેઓ કંઈ બહાર જ ગયા હોય; અને પાછા કહે કેમ ઘેર આવતા નથી? આપણે ગયેલા તેની વાત કરીએ એટલે કહેશે કે, “બરાબર એ જ સમયે અમે તમારે ત્યાં ગયા હતા, અને તમારે ત્યાંથી કહ્યું કે તમે અમારે ત્યાં ગયા છો એટલે અમે તરત પાછા આવ્યા, તો તમે બીજે ચાલ્યા ગયા.” ત્યારે શું આપણે એમની રાહ જોઈને ત્યાં ઓટલે બેસી રહીએ? ના, ના, આ તો એક વાત છે—પણ જ્યાં આપણા લોકો જ ખરાબ હોય, ત્યાં કોને દોષ દઈએ?

**********************************************

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “આપણા લોકો !//ચિનુભાઈ પટવા
  1. Vimala Gohil કહે છે:

    “ના, ના, આ તો એક વાત છે—પણ જ્યાં આપણા લોકો જ ખરાબ હોય, ત્યાં કોને દોષ દઈએ?”
    આપણા લોકોને બદલે આપણી જાત તરફ જોઇએ તો જવાબ ચોક્કસ મળી જાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,881 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: