વડા ધણીને વિનંતી//મકરંદ દવે

 [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપપાનું:121]

બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું:

આ રે કાયાની કાવડે રે તારાં અમરત સારું.

વેરનાં વખિયાં ખેતર રે ખેડી-ગોડીને ખાંતે,

વ્હાલનાં બી વાવું હોંશથી હસીખુશી નિરાંતે.

ઊંડા તે ઘાવ વરામણા રે, દિલે દાહ જ્યાં કારી.

અંગે અંગે દઉ નિરમળા રે શીળા લેપ નિતારી.

 

ડાકણ બેઠી ડરામણી રે કૂડી શંકાની આડી,

વાટ ચીંધું વિશ્વાસની રે આગે પાય ઉપાડી.

માથું ઢાળી બેસે માનવી રે હાથ લમણે મૂકી,

રંગ દઈ વાંસો થાબડી રે ભેટ બાંધું બળૂકી.

અંધારું ચૂતું જ્યાં આભથી રે ગજવેલ શું ગાઢું !

બીજ સમી ત્યાં તો બંકડી રે આછી કોર હું કાઢું.

 

ઝૂરી મરે રણ-રેતમાં રે કોઈ જીવ ઉદાસી,

ઝરણું બની એની પાસમાં રે વેરું કલકલ હાસી.

વડા ધણી, મારી વિનતી રે, આંસુ એકલો પ્રોઉં,

પરનાં આંસુડાં પ્રેમથી ધોડી ધોડીને લોઉં.

મોટો ભા થઈને મેરમ મારું ગાણું ન માંડું,

કો’કને સાંભળું, સમજું રે દઈ કાન ને કાંડું.

 

ભીખ માગું નહીં ભાવની રે કરી ઉછી-ઉધારાં,

હૈયું લૂંટાવું હું હેતથી રે, દિયે હાડ હોંકારા.

ઓછું થતું નહીં આપતાં રે, થાય અદકી મૂડી,

માલિક, આવી જો મોજથી રે મારો માંહ્યલો મેરે,

અમરલોકનું આયખું રે મારો આતમા વરે.

[‘મિલાપ’ માસિક: 1963]

******************************************

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: