પંદર જ મિનિટ//રઘુનાથજી નાયક

પંદર જ મિનિટ//રઘુનાથજી નાયક

 [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપપાનું:115]

ઘણા લોકો બૂમ મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ ન કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ પણ મેળવી શકે છે. જેઓ પોતાના કામની  અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી જાય છે.

પંદર જ મિનિટ જેટલા ટૂંકા સમયમાં માણસ શું શું કરી શકે તેના નમૂના આપણે જોઈએ: 15 મનિટમાં–

સામાન્ય ઝડપે સવા કિલોમીટર ચાલી શકાય’ સાયકલ ઉપર 3 કિલોમીટરનું અંતર કાપી શકાય.

શરીરને તંદુરસ્ત રાખવા આસનો કે વ્યાયામ કરી શકાય.

મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના, ધ્યાન કે ચિંતન કરી શકાય.

ઘરના બે-ત્રણ ઓરડાની સફાઈ કરી શકાય.

પોતાનાં કપડાં ધોઈ શકાય.

ઘરનાં શાકભાજી સુધારી આપી શકાય.

અક્ષર સુધારવા તથા વિચાર સ્થિર કરવા ડાયરી લખી શકાય.

ટપાલના બે નાના પત્રો સારી રીતે લખીને ફરી વાંચી જઈ શકાય.

ધ્યાનમાં એ રાખવાનું છે કે 15 મિનિટનો જેમ સારો ઉપયોગ થઈ શકે છે, તેમ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. કેટલાક ફરિયાદ કરે છે કે, અમને ફરવા જવાનો સમય નથી મળતો, નિરાંતે જમવાનો સમય નથી મળતો, ટપાલ લખવાનો સમય નથી મળતો. પરંતુ એમના અમૂલ્ય સમયની ચોરી અવ્યવસ્થા અને અવિચાર દ્વારા કેવી રીતે થાય છે તેટલું તપાસવાનો પંદર જ મિનિટનો સમય તો તેમણે પ્રથમ કાઢવો જ જોઈએ.

[‘લોક્જીવન’પખવાડિક :1970]

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,364 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: