દીકરા હો તો આવા હજો/ સંકલન: સોનલ મોદી

 

દીકરા હો તો આવા હજો/ સંકલન: સોનલ મોદી

[‘ચાલો માણસ બનીએ’/સંકલન: સોનલ મોદી/પાના:63-64]

આ હળહળતા કળિયુગમાં કોઈને પિતૃભક્ત શ્રવણનાં દર્શન કરી પોતાનો મનખો પવિત્ર કરવો છે? તો હાલો મારી સાથે કચ્છ જિલ્લાના ભૂજ શહેરની બાજુમાં 25 કિ.મિ. દૂર એક નાનકડા ગામમાં. એક શ્રવણ નહિ બબ્બે શ્રવણનાં તમને સાક્ષાત્ દર્શન કરાવું! આ અતિશયોક્તિ નથી પણ સત્ય ઘટના છે.

દર્દીનું નામ વેલાભાઈ જીવણભાઈ હરિજન છે. આશરે ઉંમર 65 થી 70ની વચમાં હશે. ઘરમાં 4 માણસો છે. ટચૂકડી ખેતી અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. એક દીકરો પાણા ખોદવા જાય છે અને બીજો દીકરો બંધ ઉપર માટીકામ કરવા જાય. કારણ ત્યાં તો વરસાદ પડે તો ખેતી થાય નહિતર બીજી મજૂરી કરવી જ પડે.

દર્દી વેલાભાઈને બેચાર મહિનાથી પેટમાં દુ:ખાવો થયા કરતો. દીકરા શરૂઆતમાં નાની સૂની દવા કરાવતા પણ ફેર ન પડતા ગામના ડૉક્ટરે વેલાભાઈને રાધનપુર લઈ જવા કહ્યું. બેન પાસેથી રૂ.1000 ઉછીના લઈ ને દીકરા અને બાપ રાધનપુર આવ્યા. રાધનપુર વાળા ડૉક્ટર સાહેબે વરાહી રવાના કર્યા. વરાહીવાળાએ દર્દીને હિંમતનગર મોકલ્યા. આમ ત્રણેય જણા ખૂબ ફર્યા, દુ:ખી થયા, પૈસા વપરાઈ ગયા પણ દુ:ખ મટ્યું નહિ. વળી હિંમતનગરથી ડૉક્ટરની ભલામણ લઈ પાટણ ગયા.

પાટણના હોંશિયાર ડૉક્ટરે સાચો રસ્તો બતાવી દર્દી વાલાભાઈને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં મોકલ્યા. દર્દી વૉર્ડ નં. 3માં ખાટલા નં. 15 પર દાખલ થયો. ડૉ.યાજ્ઞિક સાહેબનો કેસ હતો. લગભગ 20 દિવસ તો વૉર્ડમાં રહ્યા. દર્દીનો દુ:ખાવો તો હતો તેમનો તેમજ હતો.

એક દિવસ ડૉક્ટર સાહેબે દીકરાઓને કહ્યું: ભાઈ, તમારા પિતાશ્રીનો દુ:ખાવો જરૂરથી મટશે પણ તમે રૂ.12,000નો ગ્રાફ અને મોંઘી દવાઓ લાવો. આ માટે ઑપરેશન જરૂરી છે. હું તમારા પિતાશ્રીનું ઑપરેશન મારી જાતે જ કરીશ તેની હું તમને ખાતરી આપું છું.

ડૉક્ટરની વાત સાંભળી બંને દીકરાએ નિર્ણય કર્યો કે જમીનનો ટુકડો ગીરવે મૂકી રૂપિયા લઈ આવીએ. મોટો દીકરો ઘેર ગયો. એક ભરવાડને ત્યાં જમીન ગીરવે મૂકી રૂ.20,000 લઈ આવ્યો.

ભરવાડ વેલાનો મિત્ર હતો. રૂપિયા 12,000 નો ગ્રાફ લાવ્યા. ડોક્ટરના લિસ્ટ પ્રમાણે દવા લાવ્યા. ઑપરેશન થયું. દર્દી C.T.T.    માં હતો,દર્દી ખાટલામાં સૂતા હતા. બંને દીકરા બાપના પગ ધીમે ધીમે દબાવતા હતા. ત્રણચાર દિવસ તો દવા લાવ્યા પણ એક સાંજે ‘દર્દીઓનું રાહત ફંડ’ના કાર્યકર્તાનું સીસ્ટરે ધ્યાન દોર્યું કે આ દર્દીના સગાની પૂછપરછ કરવાનું અને જો રુચે તો તેની વિગત જાણવા જેવી છે.

વેલાના પુત્રને એક પછી એક પ્રશ્ન પૂછતાં કાર્યકર્તાની કાયા કંપી ગઈ. મનોમન દીકરાને વંદન કર્યા, ધન્યવાદ આપ્યા. દીકરાના દિદાર તો ભૂંડે હાલ હતા, પણ મન દરિયા કરતાંય વિશાળ હતું. સીસ્ટર કાર્યકર્તાને મદદ કરવા ભલામણ કરે તે પહેલા સંસ્થાના કાર્યકર્તાએ દર્દીને દત્તક લીધો. તેના માથા પરનો ભાર હળવો કર્યો. તેના ગ્રાફના તથા બીજા બીલો જોઈ ભલભલાના મુખમાંથી નીકળી પડે: ધન્ય છે બેટા તને ! દીકરાઓ તમે કાલે શું ખાશો તેનો પણ વિચાર નથી કર્યો. રૂપિયા વીસ હજાર શી રીતે પાછા વાળીશું તેનો પણ તમે વિચાર નથી કર્યો. બસ એક જ ભાવ મારા બાપા સાજા થશે તો આખી જિંદગી કાળી મજૂરી કરી આપણે દેવું ભરી દઈશું.

પછી તો વેલો સાજો થયો ત્યાં સુધી તેને તમામ દવાઓ સંસ્થાએ પૂરી પાડી.

ધન્ય છે સંસ્થાના કાર્યકરને કે તેમણે વેલાની જમીન છોડાવી આપવાની ઇચ્છા દર્શાવી. દીકરાને ગામ મોકલી ભરવાડને બોલાવ્યા. ભરવાડે વ્યાજ છોડી દેવાનું કબૂલ કર્યું. તરત જ કાર્યકરે દવાના બીલો, ગ્રાફનું બીલ, બીજા બીલો લઈ ભરવાડને રૂ. 20,000 આપી પિતૃભક્ત શ્રવણના માથેથી દેવાનો ભાર હળવો કર્યો. ‘જા ભાઈ, તારી જમીન હવે તું  જાતે ખેડી ખાજે.’દવાખાનાનું બીલ રૂપિયા 3337પણ સંસ્તાએ ભર્યું. આમ તમામ ચિંતામુક્ત બની વેલો અને તેના બે દીકરા ઘેર ગયા. સંસ્થાના એક કાર્યકર્તાએ રૂ.500 ઘેર જવાનું ભાડું આપ્યું.વેલાભાઈ સાજા થઈ ઘેર ગયા. દીકરા હોય તો આવા હજો.

*************************************************

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: