હું માનવી માનવ થાઉં તો ઘણું !//સંકલન: સોનલ મોદી

 

હું માનવી માનવ થાઉં તો ઘણું !

[‘ચાલો માણસ બનીએ’/સંકલન: સોનલ મોદી/પાના:67-68]

વઢવાણ પાસેના કોઠરિયા ગામનો રહેવાસી દર્દી પ્રભુભાઈ –વીરાભાઈ કડિયાકામમાં પાલખ પર ચડી દીવાલ પર પાણી છાંટવાનું કામ કરી રોજના રૂ. 50 કમાતો હતો. ઘરમાં ચાર માણસો હતા.

કમનસીબે એક દિવસ પાલખ પરથી તે પડી ગયા અને શરીરમાં સખ્ત ઈજા થઈ. પ્રભુભાઈનો ભાઈ પણ પડોશમાં જ રહેતો હતો. હાડકામાં ઈજા થઈ હશે તેમ માની દર્દી પ્રભુભાઈને સુરેન્દ્રનગરના દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે તપાસીને કહ્યું, ‘ભાઈ, આ દર્દીની સારવાર સુરેન્દ્રનગરમાં શક્ય નથી. તમે તેને અમદાવાદની કોઈ મોટી હૉસ્પિટલમાં લઈ જાઓ.’

રૂપિયા 500 ઍમ્બ્યુલન્સના આપ્યા અને દર્દીને અમદાવાદની વાડીલાલ હૉસ્પિટલમાં દાખલ કર્યો.ઘેરથી રૂ. 4000 લઈને આવ્યા હતા. બે-ત્રણ હજાર રૂપિયા સગાંઓએ મદદ કરી હતી. પછી તો ફોટા, એમ.આર. આઈ., સિટી સ્કેન, બ્લડ ટેસ્ટ વગેરે વિધિ શરૂ થઈ રૂ. 4000 પૂરા થયા. બધા ટેસ્ટો પરથી ખબર પડી કે આ દર્દી પ્રભુભાઈને બરોળમાં ઘણી ક્રેક(તિરાડો) પડી છે માટે તેની બરોળ કાઢવી પડશે. ઑપરેશન નક્કી થયું. બીજા રૂ.5000 વ્યાજે મંગાવ્યા અને ઑપરેશન થયું. 15 દિવસથી 20 દિવસે તો રૂ. 2100, રૂ.2400,રૂ.1800ની દવા ડૉક્ટર લખી આપતા હતા. જેમ જેમ પૈસાની જરૂર પડતી ગઈ તેમ તેનો ભાઈ ગામડેથી વ્યાજે રૂપિયા મંગાવતો રહ્યો અને ખર્ચ કરતો રહ્યો. દરેક માણસને પોતાની મર્યાદા હોય છે. પ્રભુભાઈનો ભાઈ હવે તો ખરેખર મૂંઝાયો હતો. તેણે વોર્ડમાં ફરતા સંસ્થાના કાર્યકર્તાને બીજાને મદદ કરતા જોયા હતા એટલે પ્રભુભાઈના ભાઈએ સંસ્થાના કાર્યકર્તાને દવાઓની રાહત કરવા નમ્ર ભાવે વિનંતી કરી.

ડૉક્ટર સાહેબે ફરી ઑપરેશન કરવા કહ્યુંઅને રૂ. 2600ની દવાની ચિઠ્ઠી લખી આપી. ‘દર્દીઓનું રાહત ફંડ’ના કાર્યકર્તાએ તેનાં ખર્ચેલાં દવાનાં બીલો જોયાં. લગભગ પંદરથી અઢાર હજારનાં બીલો હતાં. આ બધા પૈસા વ્યાજે લાવીને ખર્ચેલા હતા. બીજા ઑપરેશનની દવા 50%માં અપાવી અને અડધી કિંમતમાં દવાઓ અપાવીશું તેવી પ્રભુભાઈને ધીરજ આપી, 50%મદદ કરી, દર્દી પ્રભુભાઈને સંસ્થાએ દત્તક લીધો. સંસ્થાએ લગભગ 1 મહિનો 50%માં મદદ કરી, દર્દીનો ભાઈ 50% પ્રમાણે રોજના 800-900-700 જેવા રૂપિયા ભરતો હતો. હવે તો દર્દીનાં સગાં થાકી ગયાં હતાં, કારણ ગામમાં દેવું ખૂબ જ વધી ગયું હતું.

પરંતુ સદ્ નસીબે ધીમે ધીમે દવાઓ ઘટવા માંડી  અને દર્દીને થોડીઘણી રિક્વરી થવા માંડી હતી. પછી તો સંસ્થાએ તેને દરરોજ દવાઓ તદ્દન ફ્રીમાં અપાવવા માંડી તોપણ રોજની રૂ.200-250ની દવાઓ તો હતી જ.

આ પ્રમાણે દવાઓનો ખર્ચો કરતાં દર્દીના માથે રૂ.30,000/-નું દેવું થયું, પણ ખર્ચેલાં નાણાં વસૂલ થતાં હોય તેમ લાગ્યું.

આટલા બધા ખર્ચામાંથી કૉન્ટ્રેક્ટરે દર્દી પ્રભુભાઈને એક પૈસાની પણ મદદ કરી ન હતી. પ્રભુભાઈ તારીખ 20/10/2000ના રોજ દાખલ થયા હતા અને તા. 20/01/2001ના રોજ તેમને ત્રણ મહિના પૂરા થશે.

આ દર્દીની પાછળ સંસ્થાએ લગભગ રૂ. 15,000/- જેવો ખર્ચ ઉપાડ્યો હતો. લગભગ પંદર દિવસમાં રજા મળશે તેવું દર્દી પ્રભુભાઈના ભાઈ કહેતા હતા.

 

જોઈએ હવે પ્રભુ કેમની નૈયા પાર ઉતારે છે. પણ પ્રભુએ ઓચિંતાની પ્રભુભાઈની જીવનનૈયા ભવસાગરમાં ડુબાડી દીધી. એક જરૂરિયાતવાળી વ્યક્તિને સંસ્થાએ માનવતાભર્યા દૃષ્ટિકોણ અપનાવ્યો તેનો સંતોષ છે. પ્રશ્ન એટલો જ થાય છે કે જે કૉન્ટ્રેકટરને તે મજૂરી કરી નફો કમાઈ આપે છે તે વ્યક્તિ શું આટલો સંવેદનશૂન્ય હોય તો ભાવિ સમાજ કેવી રીતે ટકશે? ખેર અમારું કામ સેવાનું છે, સમાજ સુધારવાનું નહીં. ઈશ્વર સંવેદનશૂન્ય વ્યક્તિઓને માનવ બનવાની પ્રેરણા આપે, તે માટે સદ્ બુદ્ધિ આપે તે જ પ્રાર્થના . હું માનવી માનવ થાઉં તો ઘણું…

************************************************

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “હું માનવી માનવ થાઉં તો ઘણું !//સંકલન: સોનલ મોદી
  1. Maulik Zaveri કહે છે:

    I want to ask you that is injury happened at the place of work?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,973 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: