દુઆની અસર//રોહિત ખીમચંદ કાપડિયા

દુઆની અસર//રોહિત ખીમચંદ કાપડિયા

[જન્મભૂમિ-પ્રવાસી, 6ઠ્ઠી માર્ચ, 2016/મધુવન પૂર્તિ, પાના નં.2]

અવિનાશ શિક્ષક હતો. આદર્શ, નીતિ-નિયમો ને સિદ્ધાંતોથી એમનું જીવન તેજસ્વી સૂર્યની જેમ દીપી રહ્યું હતું. એમની અર્ધાંગિની સ્મિતા પણ એટલી જ સુશીલ અને ખાનદાન હતી. અનિકેત એમનો એકનો એક પુત્ર હતો. બીજું તો કંઈ અવિનાશ પાસે ન હતું પણ સંસ્કારોની અમૂલ્ય મૂડી તેમણે અનિકેતને આપી હતી. અનિકેત પણ એનાં મમ્મી-પપ્પાનાં ચીંધ્યા માર્ગે જીવનપથ પર આગળ વધી રહ્યો હતો. અવિનાશે ભણવા માટે જાણીકરીને અનિકેતને અન્ય શાળામાં મૂક્યો હતો. એક શિક્ષકનો પુત્ર હોઈ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. બારમા ધોરણમાં એ જ્યારે શાળામાં પ્રથમ આવ્યો ત્યારે એને ખુદનાં ને પપ્પાનાં સ્વપ્નને સાકાર થતું જોયું. નાનપણથી એ ડૉક્ટર બનવા ચાહતો હતો. ઘણી વાર એ આંખો બંધ કરીને ભાવિ ડૉક્ટર અનિકેતનાં સ્વપ્નમાં ખોવાઈ જતો. પણ વિધાતાને કંઈ જૂદું જ મંજૂર હતું. બારમા ધોરણમાંથી એ કૉલેજમાં પ્રવેશ મેળવે તે પહેલાં જ અચાનક અવિનાશ ઈશ્વરને વહાલો થઈ ગયો. અનિકેતના માથા પર તો જાણે આભ તૂટી પડ્યું. સ્મિતા પણ ભાંગી પડી, ખેર ! સ્મિતાએ પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવી લીધો. એનું દુ:ખ અસહ્ય હતું પણ અનિકેતને ભણાવવાનું જરૂરી હતું. બહુ જ જલ્દી એણે સ્વસ્થ થઈને અનિકેતને કહ્યું, “બેટા, વિધાતાએ આપણી સાથે ક્રૂર રમત રમી છે, પણ હું સહજમાં હાર સ્વીકારવા નથી માગતી. તારું અને તારા પપ્પાનું સ્વપ્ન સાકાર કરીને જ જંપીશ. તું ભણવાનું ચાલુ જ રાખીશ, ખર્ચને પહોંચી વળાવા હું ટ્યુશન કરીશ, સિલાઈ કરીશ, ઇતર ગૃહઉદ્યોગની પ્રવૃત્તિ કરીશ, બસ, તારે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડૉક્ટર થવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે.”

અનિકેત મમ્મીને રોકી શક્યો નહીં. એણે ભણવાનું ચાલુ રાખ્યું. સ્મિતાએ પણ તનતોડ મહેનત કરતાં , જુદાં જુદાં કામ કરવા માંડ્યાં. અનિકેતની હર જરૂરિયાત એ પૂર્ણ કરતી. મમ્મીને મશીનની જેમ કામ કરતાં જોઈને અનિકેતને બહુ દુ:ખ થતું પણ એ લાચાર હતો. વર્ષો વિતતાં ગયાં. ડૉક્ટરની ડિગ્રીનાં છેલ્લાં વર્ષની પરીક્ષા પણ અનિકેતે આપી દીધી. કાલે એનું પરિણામ હતું.

મમ્મી એક સંબંધીના અવસાનના કારણે બે દિવસથી બહારગામ હતી.ઘરમાં અનિકેત એકલો જ હતો. રાતે સૂવાની એણે ઘણી કોશિશ કરી, પણ જાતજાતની અમંગળ કલ્પનાઓએ તેને સૂવા દીધો નહીં. પરીક્ષાનું એક પેપર સારું ગયું ન હતું ને એ કારણથી જ તે અસ્વસ્થ હતો. એક વિચાર કે જો એ પેપરમાં નાપાસ થઈશ તો મારી અત્યાર સુધીની કારકિર્દીમાં ડાઘ લાગી જશે. મમ્મીનું દિલ તૂટી જશે. બસ, પછી તો એ જ વિચાર સતત એના મગજમાં ઘૂમરાવા લાગ્યો. નાપાસ થવાના વિચાર માત્રથી પણ એ ધ્રૂજી ઊઠ્યો. સવારનાં વગર ઊંઘે પથારીમાંથી ઊભા થતાં એનું ડાબું અંગ સતત ફરકતું હતું. એના મનની અમંગળ કલ્પનાઓ ને જાણે પીઠબળ મળ્યું. પછી તો સતત અપશુકનોની હારમાળા ચાલુ થઈ ગઈ. ગૅસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાઈ ગયું. ભગવાનની છબી પાસે કરેલા દીવાને ઓલવાતો બચાવવાના પ્રયાસમાં છબી જ પડી ગઈ ને દીવો ઓલવાઈ ગયો. ફફડતા હૈયે કમને તૈયાર થઈને એણે આંગણું વટાવ્યું ત્યાં જ છીંક આવી. બહાર નીકળતાં જ કાળી બિલાડી આડી ઊતરી.ગલીના કૂતરાઓ જાણે કંઇક વિચિત્ર રીતે ભસતા હોય એવો ભાસ થયો. એની ડાબી આંખ જોરથી ફરકવા લાગી. ચારેબાજુના અમંગળ સંકેતોએ તેને હચમચાવી મૂક્યો.તે હતાશ થઈ ગયો. નિરાશ થઈ ગયો. એનું મસ્તક ભમવા લાગ્યું. એના પગ લથડવા માંડ્યા. નાપાસ થવા કરતાં તો મરી જવું એને વધુ યોગ્ય લાગ્યું. મોત…. મોત….મોત…. ના વિચારોએ તેને પાગલ જેવો બનાવી દીધો. ત્યાં જ એના ગજવામાં રહેલા ફોનની ઘંટડી રણકી. મમ્મીનો ફોન હતો. ફોન ચાલુ કરતાં જ મમ્મીનો મીઠો, મધુરો સ્વર સંભળાયો. ‘બેટા, આજે તારી ડૉકટરી પરીક્ષાનું પરિણામ છેને? મારા તને લાખ-લાખ આશીર્વાદ છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાએ તું જરૂરથી જ્વલંત સફળતા મેળવશે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે તું જરૂરથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીશ.’બસ આટલું સાંભળતાં જ અનિકેતમાં ગજબનું જોમ આવી ગયું.લથડાતાં કદમો, સ્થિર થઈને મક્કમ ગતિએ આગળ વધવા લાગ્યો. મગજમાં ઘૂમરાતો અમંગળ કલ્પનાઓ ‘મા’ના આશીર્વાદ સાથે જ છૂ થઈ ગઈ. બધી જ નિરાશા, હતાશા ખંખેરાઈ ગઈ. કોઈ પરમશક્તિ આગળ જાણે અશુભ સંકેતો હારી ગયા.

કૉલેજ જઈ, નોટિસબોર્ડ પર લગાડેલા પરિણામમાં પોતાનો નંબર ફર્સ્ટક્લાસ ફર્સ્ટમાં જોઈને અનિકેતની આંખ ખુશીથી છલકી ઊઠી. એણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો, ને એની આંખમાં ઉપસી આવેલી એની ‘મા’ની દેવી સ્વરૂપછબીને એણે ભાવથી વંદન કર્યાં. ‘મા’ ને સમાચાર આપવા એણે મોબાઇલ હાથમાં લીધો ને ત્યારે જ બહાર રેડિયો પરથી એક મધુર ગઝલના શબ્દો હવામાં વિખરાયા-

કંટક રાહના બધા ફૂલ થઈ ગયા.

જરૂર, મા આ તારી દુઆની અસર છે.

*********************************************

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: