કોઈ બેસતું કેમ નથી?//મોહન પરીખ

કોઈ બેસતું કેમ નથી?//મોહન પરીખ

  [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપપાનું:99]

જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેનમાં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવી જ; પણ લોકો ઘણા તાલીમબદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડનારા હારબંધ ઊભા હોય પ્લેટફોર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે, દરવાજો બંધ થાય પછી જ ગાડી ઊપડી શકે, એવી યાંત્રિક ગોઠવણી.

સાકાઈથી ઓસાકા જવા હું લોકલમાં ચડ્યો. ડબ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને 25-30 જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલી હતી. “કોઈ કેમ બેસતું નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, “જેટલા ઊભા છે તે સૌને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા એમ વિચાર કરે છે કે, બેઠક મને નહીં—કોઈ બીજાને મળવી જોઈએ.માટે સૌ ઊભા છે. ”

બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં મેં જોઈ.

મોહનપરીખ [‘મિલાપ’માસિક:1962]

************************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “કોઈ બેસતું કેમ નથી?//મોહન પરીખ
  1. Vimala Gohil કહે છે:

    બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના જીવનના વ્યવહારોમાં મુકી શકીએ તે પ્રર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,770 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: