આટલું જરી ભૂલશોનહીં–//ઉમાશંકર જોશી

 

આટલું જરી ભૂલશોનહીં–//ઉમાશંકર જોશી

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 64)

તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો

કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો,

ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,

ભારે અફસર થાઓ કે  મહાપુરુષ બની જાઓ,

પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે–

તમે અહીં અત્યારે ભણો છો, એ એક અકસ્માત જ છે.

તમે અહીં ભણો છો… ને તમારી ઉંમરના ગોઠિયાઓ

ખેતરે માળા પર ચડી પંખીડાં ઉડાડે છે,

શહેરનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે,

વીશીઓના અંગીઠા આગળ શેકાય છે,

અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે.

કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત,

એ તમારે ઠેકાણે હોત….તો?

આગળ ઉપર જ્યારે તમે મોટા તિસમારખાં બની જાઓ,

ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં.

અનેક લાલચો અને પ્રલોભનો હોય,

પણ પેલાં વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે,

મારું કાળજું તો, અરે ત્યાં રહી ગયું–

જ્યાં પેલાં કુમળાં બાળકો ટોયાં બની પંખી  ઉડાડે છે,

છાપાં વેચવા ફૂટપાથ પર દોડે છે,

કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે.

******************************************

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “આટલું જરી ભૂલશોનહીં–//ઉમાશંકર જોશી
  1. Vimala Gohil કહે છે:

    કોઇએ ન ભૂલવા જેવો સંદેશ.

  2. Jitendra Desai કહે છે:

    Very moving! Very apt.Especially for those like misguided students of JNU who keep shouting funny slogans instead of worrying like this.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,651 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: