નાનકડી જિંદગીમાં……//ડેનિયલ માઝગાંવકર

નાનકડી જિંદગીમાં……//ડેનિયલ માઝગાંવકર

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 48)

અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્પ્યુટર પર બેસીને સારી સારી વાતો, હ્રદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઇ-મેલથી મોકલતી રહે છે. આવી એક ઘટના એના જ શબ્દોમાં રજૂ કરું છું.

કેટલાંક વરસ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું . એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ખડા થઈ ગયા. તે નવે નવ જન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભાં રહી ગયાં હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શરૂ કર્યું. દોડવાનું તો શું—લથડાતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવે છે, તે જોવાનું હતું.

બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો.

બીજાં આઠ જેઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની ગતિ ધીમી કરી નાખી અને પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછાં ફરી ગયાં અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો. તેને બેઠો કરી દીધો. અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.”

ત્યાર બાદ ફરી એ બધાં નવ સ્પર્ધકોએકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું.

તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાજર હતા એમનાથી એ દૃશ્યભૂલ્યું ભુલાતું નથી કેમ કે પોતપોતાના હ્રદયના ઊંડાણમાં આપણે બધાં એક વાતની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિંદગીમાં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહેવાનું પૂરતું નથી. જરૂર તેની છે કે આપણે સહુ આ જિંદગીમાં બીજાને જિતાડવામાં પણ સહાયક બનીએ, પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.

******************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “નાનકડી જિંદગીમાં……//ડેનિયલ માઝગાંવકર
  1. Vimala Gohil કહે છે:

    “તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો. તેને બેઠો કરી દીધો. અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.” ત્યાર બાદ ફરી એ બધાં નવ સ્પર્ધકોએકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 268,964 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: