અદાલતની બદનક્ષી+

 

અદાલતની બદનક્ષી

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ] (પાનું: 33)

પોતાની સ્ત્રીને મારવાના આરોપસર એક માણસને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. એની ’દર્દ-કહાણી’સાંભળીને ન્યાયાધીશે એને ‘પ્રોબેશન’પર છોડ્યો.

વળતે દિવસે જ સ્ત્રીના હાડકાં ફરી ખોખરાં કરનાર એ આદમી તે જ ન્યાયાધીશ સમક્ષ પાછો ખડો થયો. “સાહેબ, વાત જાણે એમ બની કે, ”ધૂંવાંપૂંવા થયેલા ન્યાયાધીશ પાસે ખુલાસો કરતાં એણે જણાવ્યું, “કાલનો દિવસ મારો બહુ ખરાબ ગયો”  અહીં કોરટમાં, આટલા બધા માણસો વચ્ચે, સાહેબ, મારું માથું ફાટફાટ થતું હતું. એટલે મને થયું કે જરાક નશો કરું તો  કાંઈક કળ વળશે.પછી થોડોક વધુ…..અને વળી થોડો વધારે. અંતે જ્યારે હું ઘેર પહોંચ્યોત્યારે બાયડીએ મને “પીટ્યા દારૂડિયા” કહીને વધાવ્યો. તોયે, નામદાર, મેં કાંઈ કર્યું નહીં. મારી દશાનો મેં વિચાર કર્યો ને મને લાગ્યું કે એનો ગુસ્સો સાવ ગેરવાજબી નહીં હોય. ત્યાં તો એ પાછી તાડૂકી, “મૂઓ નઘરોળ, હરામ હાડકાંનો !” તોય, સાહેબ, મેં કાંઈ કર્યું નહીં. મારી છૂટી ગયેલી નોકરીનો ને ચડી ગયેલા ઘરભાડાનો વિચાર મને આવ્યો અને હું મૂંગો મૂંગો સાંભળી રહ્યો.

“પણ પછી, નામદાર , એ કાળમુખી એવું બોલી કે, રોયા મેજિસ્ટ્રેટમાં ટીપું ય અક્કલ બળી હોત તો આ નખ્ખોદિયાને જેલ ભેળો જ કર્યો હોત !

“ અને, સાહેબ, આવી રીતે એણે નામદાર કોર્ટને ગાળ દીધી એ તો મારાથી કોઈ રીતે સહન થયું નહીં ! ”

******************************************

સાકી, જે શરાબ મને દીધો, દિલદારને દીધો નહીં;

સાકી, જે નથી મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં

*****

યારી ગુલામી શું કરું તારી ! સનમ !

ગાલે ચૂમું કે પાની તુંને ? સનમ !

‘કલાપી’

*****

પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્રને પિતાએ કહ્યું: “વિનુ, તારા આટલા ઓછા માર્ક જોઈને મને એક વાતનો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.”

સ્ત્રીઓનાં પગરખાંની એક દુકાનમાં પાટિયું: “દુકાનમાં દાખલ થયા પછી દસ જ મિનિટમાં તમારી ખરીદી કરી લો, તો દસ ટકા વળતર.”

********************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 265,615 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: