સમર્થ સંગીતકારના પાયામાં/અજીત શેઠ

સમર્થ સંગીતકારના પાયામાં

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

[પાના: 279-280]

ભારતનો જનસમાજ સચિન દેવ બર્મનને ફિલ્મ જગતના સમર્થ સંગીતકાર તરીકે જ ઓળખતો.પણ હકીકતમાં એ જેટલા મહાન સિને સંગીતકાર હતા તેથીયે વિશેષ મહાન લોકસંગીતના અન્વેષક હતા. વીસમી સદીના બીજા દસકામાં બંગાળી સમાજને પોતાના લોકસંગીતના સમૃદ્ધ વારસા તરફ સચેત કરવામાં સચિનદેવનો ફાળો ઘણો મોટો છે. બંગાળના ખૂણે ખૂણે રખડી રખડીને લોકગીતો ભેગાં કરી ભદ્રસમાજ પાસે ગાઈ ગાઈ પોતાના ભવ્ય વારસા માટે આદર પેદા કરાવવાનો જે જબરો પુરુષાર્થ ગણશિલ્પી સચિનદેવે કર્યો તેનો જોટો મળવો મુશ્કેલ છે.જે કામ મેઘાણીભાઈએ ગુજરાત માટે કર્યુંકંઈક તેવું ધૂળધોયાનું કામ સચિન દેવે બંગાળ માટે કર્યું છે. બંગાળી લોકવાણીનાં કંઠસ્થ સેંકડો ગીતોને પ્રતિષ્ઠા અપાવવા એકધારા ત્રણ દસકા સુધી સચિન દેવ અણનમપણે ઝૂઝૂયા. બંગાળના નદીતીર પ્રાન્તે વૈષ્ણવ  ફકીરો, વૈરાગીઓ, બાઉલ ભજનિકો અને ભટિયાળી ગાતા નાવિકોમાં ભળી, લુપ્ત થઈ જતીબંગાળની લોકગીત સંસ્કૃતિને સાચવી તેનો સારોદ્ધાર કરી તેને જનસમાસ્જમાં પ્રિય કરી. પરંપરાગત લોકગીતો ભેગાં કરી તેના પર સંશોધન કરી, રેડિયો અને રંગમંચ દ્વારા લોક કર્ણે પસાર કરી છેવટે એ જ લોકસંગીતમાં સામર્થ્ય મેળવીને સચિન દેવ સર્જક બન્યા અને છેક બેતાલીસ વર્ષની પાકટ વયે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશવા છતાં પણ એક ચક્રે ત્રીસ ત્રીસ વર્ષત્યાં રાજ કર્યું. આની પાછળ તેમની વર્ષોની લોકસંગીતની સાધના જબરું બળ બની રહી.

સચિન દેવે એક હજારથી વધુ બંગાળી લોકગીતો સંગ્રહ કરી ગાયાં છે. એક જમાનો એવો હતો કે બંગાળમાં તેમની લોકગીતોની રેકોર્ડનું વેચાણ સૌથી વિશેષ હતું.સિને સંગીત-નિર્દેશક કરતાં બંગાળનાં લોકગીતોના ઉદ્ધારક અને ગાયક તરીકે ગઈ કાલની પેઢી સચિન દેવને વધારે જાણતી. લોકસંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો તેમનો અભ્યાસ પણ ઘણો ઊંડો. આથી લોકગીતોને તેમણે શાસ્ત્રીય સંગીતના સ્પર્શથી ઘાટમાં લાવી પાણીદાર કર્યાં.

તેમનું પ્રસિદ્ધ ગીત ‘રોંગિલા, રોંગિલા, રોંગિલા રે…’ તેમણે એક નાવિક પાસેથી મેળવેલું.સિલહટ શહેરની બહાર સુરમા નદીને કિનારે શાહ જલાલની દરગાહ પાસે એક ઝાડની છાયા તળે ઢળતી બપોરે સચિન દેવ બેઠા હતા ત્યારે હોડી હંકારતા એક નાવિકને કંઠે તેમણે આ ગીત સાંભળેલું. એ ગીત નખશિખ તે જ ઢબે અને ઢાળે ગાઈ તેમણે રેકર્ડ કરાવેલું, જે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું.

સચિન દેવે બંગાળના વિખ્યાત કવિઓ પાસે લોકગીતોના ઢાળોમાં ગીતો લખાવ્યાં ને મન ભરી ભરીને ગાયાં. અજ્ય ભટ્ટાચાર્ય, કાજી નઝરૂલ ઇસ્લામ અને બાંગલાદેશના જશીમુદ્દીનપાએ તેમણે તૈયાર કરાવેલાં ગીતો આજે પણ બંગાળને ઘેર ઘેર ગવાય છે.  ‘નિશિતે જાઈઓ ફૂલબને, રે ભંવરા, નિશિતે જાઈઓ ફૂલબને રે(ધીરે સે જાના બગિયનમેં, રે ભંવરા)આ સચિન દેવનું સર્વપ્રથમ લોકગીત અને ‘તકધુન તકધુન બાજે, બાજે ભાંગા ઢોલ’ તેમનું અંતિમ લોકગીત છે.

અજિત શેઠ

[ ‘સમર્પણ’પખવાડિક;1976]

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: