(બાળકોનું મહાભારત/ભીનાં તોફાન/રમણલાલ શાહ

 

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(4)     ભીમનાં તોફાન

(પાના: 22 થી 26)

બાળકોની નિર્દોષ રમતગમત, અને તેમના કિલકિલાટથી પાંડુ રાજાનું હૈયું હરખથી નાચતું હતું.વનમાં પણ પાંડુ રાજા સુખી હતા, પણ એ સુખ ઝાઝો વખત  ન ટક્યું. મહારાજ પાંડુ નાની ઉંમરે મરણ પામ્યા. કુંતી અને માદ્રીના સંતાપનો પાર ન રહ્યો. તે વેળા પતિ મરી જાય તો એની પાછળ સતી થવાનો રિવાજ હતો. કુંતી અને માદ્રી બંને સતી થવા તૈયારી કરવા લાગી. પણ આખરે પાંચ પાંચ બાળકોના ઉછેરનું અગત્યનું કાર્ય કરવાનું હોવાથી માદ્રીની વિનવણીથી કુંતીએ સતી થવાનો વિચાર માંડી વાળ્યો.

જંગલમાં સુખડનાં લાકડાની ચિતા ખડકી પાંડુ રાજાનું શબ ખોળામાં લઈ માદ્રીએ અગ્નિપ્રવેશ કર્યો. માદ્રી સતી થઈ. એણે પોતાના બંને પુત્રો નકુળ અને સહદેવની સોંપણ કુંતીને કરી હતી.

જંગલના ઋષિમુનિઓની મદદ લઈ કુંતી બાળકોને લઈ યોગ્ય કાળે હસ્તિનાપુર પહોંચી. પાંડુના સ્વર્ગવાસના સમાચાર સાંભળી આખા રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું. હસ્તિનાપુરમાં પાંડુની ઉત્તરક્રિયા વિધિપૂર્વક કરવામાં આવી.

ધૃતરાષ્ટ્રને ત્યાં સો-પુત્રોનો જન્મ થયો. એમાં નવ્વાણું પુત્રો અને એક પુત્રી ગાંધારીથી થયાં હતાં, જ્યારે એક પુત્રીબીજી સ્ત્રીથી થયો હતો. જે વેળા હિમાલયમાં નિર્જન જંગલોમાં ભીમસેનનો જન્મ થયો હતો, તે જ વેળાએ હસ્તિનાપુરમાં દુર્યોધનનો જન્મ થયો હતો. યુધિષ્ઠિરનો જન્મ સૌથી પહેલાં થયેલો હતો, એટલે પાંડવો હસ્તિનાપુરમાં આવ્યા પછી ભીષ્મે વિદુર વગેરે આગેવાન સલાહકારોની સંમતિ લઈ હસ્તિનાપુરની ગાદીના વારસ તરીકે યુધિષ્ઠિરને ઠરાવ્યો હતો.

ધૃતરાષ્ટ્ર મનનો મેલો હતો. એને પોતાનો ભત્રીજો રાજગાદીનો વારસ થાય એ વાત કાળજામાં ખટકી. મારો પુત્ર દુર્યોધન શા માટે રાજગાદીનો વારસ ન થાય એની એને ચટપટી લાગી હતી.એણે વિદુરને એ બાબતમાં પૂછી જોયું હતું. પણ એવો અન્યાય થવા દેવાની સૌએ સાફ ના પાડી દીધી હતી.

પાંડુ અને ધૃતરાષ્ટ્રના વંશનો વેલો સારી રીતે ફૂલ્યોફાલ્યો જોઈ સત્યવતીને સંતોષ થયો. તેને સંસારમાં રહેવાનું હવે ગમ્યું નહિ. વનમાં જઈ હરિભજન કરી કાયાનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો. ભીષ્મે એ બાબતમાં સંમતિ આપી. સત્યવતી જંગલમાં ગઈ. એની સાથે એની બંને પુત્રવધૂઓ અંબિકા અને અંબાલિકા પણ ગઈ. ત્યાં તેમણે પોતાની જિંદગી ઈશ્વરભજનમાં પૂરી કરી.

પાંડુના પુત્રો પાંડવો કહેવાયા.તેમ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો કહેવાયા. કૌરવોમાં સૌથી મોટો પુત્ર દુર્યોધન હતો. તેનાથી નાનો દુ:શાસન અને તેનાથી નાના બીજા ભાઈઓ હતા. કન્યાનું નામ દુ:શલા.

દુર્યોધન સ્વભાવનો બહુ લોભી, અદેખો અને ઝેરીલો હતો. એનાથી કોઈનું સારું કદી જોઈ શકાતું નહિ. હસ્તિનાપુરની રાજગાદીના વારસો પાંડવો થયા એથી હૈયામાં વેરને અદેખાઈની જ્વાળાઓ ભડ—ભડ સળગી રહી હતી. એ વેરનો અગ્નિ શાંત કરવાને બદલે દુ:શાસન વ્ગેરે એના જેવા જ એના દુષ્ટ ભાઈઓ, અને મામો શકુનિ, જાતજાતની કિન્નાખોર વાતો વતી એને ભંભેરી એનો અગ્નિ વધારતા જતા હતા.

પાંડવો એવા ઝેરીલા ન હતા. પાંડવો હસ્તિનાપુરમાં આવ્યા પછી એમને વારંવાર કૌરવોના સમાગમમાં આવવું પડતું. એ સૌમાં કૌરવોને ભીમસેનની ભારે બીક રહેતી.

ભીમસેન સ્વભાવનો દુષ્ટ નહોતો, પણ એને ધિંગામસ્તી અને તોફાન બહુ ગમતા. એનો સ્વભાવ ભારે ટીખળી હતો. કૌરવ ભાઈઓને એ રમતમાં ને રમતમાં ખૂબ સંતાપતો.

ભીમસેનના અટકચાળાંનો પાર નહોતો. કોઈ કોઈ વાર બે કૌરવકુમારોને કમરેથી પકડી બંનેનાં માથાંની ટક્કર લગાવતો. કોઈ વેળા એમને વાળ વતી પકડી ચકરડી ખવડાવતો. કોઈ કોઈ વાર એમને પગ વતી ઘસડીને ફેરવતો.

ભીમસેનની ખબર લેવા પચીસ-પચાસ કૌરવ ભાઈઓ એકઠા મળી ભીમસેનને મારવાનો યત્ન કરતા. ભીમસેનનું શરીર એવું કસાયેલું અને વજ્ર સરખું હતું કે એકસામટા પચાસ જણ ગડદાપાટુ કરે તેની પણ એને પરવા નહિ. ઊલટું મારનારના હાથ ચમચમતા.

કૌરવો રાજમહેલના બગીચામાં ફ્ળઝાડ ઉપર ફળ તોડવા ચઢતા. ભીમસેન ગુપચુપ પાછળથી આવી આખું ઝાડનું ઝાડ બાથમાં ઘાલી હચમચાવી જમીન ઉપર ઝીંકાતા.

નદીએ નાહવા જાય તો જમુનાના જળમાં પાંચ-સાત કુમારોનાં માથાના વાળ પકડી એમને પાણીમાં ડૂબકાં મરાવતો ને બૂમાબૂમ પડાવી પછી બહાર કાઢતો. બિચારા કૌરવો ભીમસેનની ધિંગામસ્તીથી ત્રાહિ ત્રાહિ પોકારી જતા.

જમવાનું કર્યું હોય ત્યારે તો ભીમસેનના તોફાનનું પૂછવું જ નહિ. પત્રાવળીઓ પીરસાય એટલામાં તો ભાઈઓનાં ભાણાંનાં મિષ્ટાન્નો ગડપગડપ પેટમાં પધરાવી દે ! કૌરવો એટલા ચિડાય કે ન પૂછો વાત. પણ ભીમસેન આગળ એમનું કશું ચાલતું ન હતું.

*********************************

 

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: