(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)નાગલોકમાં

નાગલોકમાં

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(પાના: 27 થી 31)

ભીમસેન કૌરવોને રંજાડતો અને તેમને પજવતો, તે તેમના પ્રત્યેના વેરને લીધે નહિ . એ બહુ ભોળો હતો. બાલસ્વભાવને લઈને જ મસ્તીતોફાન કરી કૌરવભાઈઓને પજવતો હતો.

પરંતુ કૌરવો એના જેવા ભોળા નહોતા. તેઓ કપટી ને ખિન્નાખોર હતા. દુર્યોધને વિચાર કર્યો કે આ ઉંમરે ભીમ આપણને આટલો ત્રાસ આપે છે, તો મોટપણે એ શું નહિ કરે? એ આપણને જીવતા રહેવા દેશે કે કેમ એ પણ શંકા છે. પછી હસ્તિનાપુરની ગાદી મેળવવાની વાત ક્યાં? ભીમ સિવાય બીજા પાંડવભાઈઓને તો ગમે તે રીતે પણ પહોંચી વળાશે,પણ એ ભીમને તો પહોંચી જ નહિ શકાય. ભીમનો કોઈ પણ રીતે નાશ થવો જ જોઈએ.

દુર્યોધને પોતાના ભાઈઓ સાથે છૂપી મસલત કરી ભીમને મારી નાખવાની યુક્તિ રચી.

એક વાર એક શુભ પર્વણી ઉપર ગંગાજીના કિનારે પ્રમાણકોટિ તીર્થ આગળ ગંગાસ્નાન કરવા જવાનું નક્કી કર્યું. બધા કૌરવો અને પાંડવ કુમારોને ત્યાં જવાની ગોઠવણ કરવામાં આવી.

ગંગાજીના કિનારે ઘાટ ઉપર તંબૂઓ ઠોકવામાં આવ્યા. બ્રાહ્મણોના ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી. ઊંચી જાતનાં મિષ્ટાન્નો અને મઘમઘતી રસોઈ રાંધાવા લાગી.

દગાબાજ દુર્યોધને મીઠાઈ, પકવાન વગેરેમાં છૂપી રીતે ઝેર મેળવાવ્યું. અને એ ઝેરી મીઠાઈ જુદી રખાવી.

જમવાનું હોય ત્યારે ભીમસેનનો જીવ ઝાલ્યો રહેતો નહિ. દુર્યોધન એ વાત સમજતો હતો તે છાનોમાનો એક ઓરડામાં ભીમ દેખે એમ ગયો, ને પેલી ઝેરી મીઠાઈ ખાવાનો ઢોંગ કરવા લાગ્યો.

નભીમસેને એને જોયો. ઝડપથી એ દુર્યોધન પાસે પહોંચી ગયો. દુર્યોધને ખોટીખોટી ના કહી, પણ ભીમસેન દુર્યોધનને ગાંઠે એવો ઓછો જ હતો? ચપાચપ પેલી ઝેરી મીઠાઈ એણે પેટમાં પધરાવી દીધી ! દુષ્ટ દુર્યોધનનું હૈયું હસી રહ્યું. મહામહેનતે મોં ઉપરનો મલકાટ છુપાવી શક્યો.

જમ્યા બાદ બધા આરામ લેવાને માટે આડા પડ્યા. એ તકનો લાભ લઈ દુર્યોધને ભીમસેનને ઢંઢોળી જોયો. ભીમસેનના શરીરમાં ઝેરની અસર વ્યાપી ગઈ હતી. એ લીલોછમ જેવો બની ગયો હતો . એને અત્યારે સાનભાન નહોતું.

પોતાના ભાઈઓની મદદ લઈ સૂકાં પાંદડાં ને વેલા આજુબાજુ પાથરી ભીમને કચસ્કચાવીને બાંધ્યો. અને કોઈ ન જુએ એમ નદીના વહેતા જળમાં પધરાવી દીધો !

“હાશ !”કરી કૌરવો ગુપચુપ સૂઈ ગયા.

સાંજ પડી અને બધા જાગ્યા. હસ્તિનાપુર જવાનો વખત થયો. ભીમસેનની શોધાશોધ ચાલી રહી.પણ ભીમસેન ક્યાં હતો કે જડે ! આખરે એ આગળ ગયો હશે, એમમન વાળી બધા હસ્તિનાપુર ચાલ્યા ગયા.

ભીમ તો ત્યાં પણ નહોતો ! ચારે બાજુ તપાસ કરી જોઈ પણ ભીમસેનની ભાળ ન મળી. કુંતીને બહુ ચટપટી થઈ. તેમણે વિદુરને બોલાવ્યા. વિદુરજીએ આશ્વાસન સ્સ્પ્યું કે ભીમસેન એવો બળવાન છે કે એને કશું થવાનું નથી. જ્યાં હશે ત્યાંથી સહીસલામત આવી પહોંચશે.

ભીમસેનનું શું થયું તે આપણે હવે જોઈએ. નદીના જોરથી વહેતા પ્રવાહમાં ભીમસેન તણાતો તણાતો બહુ દૂર નીકળી ગયો. એનું શરીર અસાધારણ બળવાન અને નીરોગી હતું. ખૂબ કસરત કરી એણે શરીરનો બાંધો એવો મજબૂત બનાવ્યો હતો કે આટલું બધું ઝેર એના પેટમાં ગયું છતાં એ મરી ન ગયો, ઊલટું ગંગાજીનાં શીતળ પાણીમાં લાંબો વખત લગી રહેવાથી એને ટાઢક વળી, અને ભાનમાં આવ્યો.

સહેજસાજ ભાનમાં આવતાં જ પોતે નદીમાં ઘસડાય છે, તેનું એને ભાન થયું. લથડિયું ખાતો કિનારા તરફ ગયો. ધીમેધીમે જમીન ઉપર આવીને ઊભો.

એ પ્રદેશ નાગ જાતિના લોકોનો હતો. નાગરાજ તે વેળા ગંગાને કિનારે કારણપ્રસંગે આવ્યો હતો. એણે ભીમની દુર્દશા જોઈ. એની કાંતિ ને અસાધારણ સુદૃઢ શરીર જોઈ એ કોઈ રાજવંશી માણસ હશે એમ તેને લાગ્યું. ભીમને પોતાને ત્યાં લઈ ગયો.

રાજમહેલમાં ભીમસેનની રૂડી રીતે સારવાર કરવામાં આવી. કુશળ રાજવૈદ્યોએ ભીમસેનને દવા આપી. એનું ઝેર ઉતારી નાખ્યું. જોતજોતામાં ભીમ પહેલાં જેવો સાજોતાજો બની ગયો !

નાગરાજના આગ્રહથી એ થોડાક દિવસ ત્યાં રોકાયો. નાગરાજને એક સુંદર કન્યા હતી. ભીમસેન જેવા બળવાન ને સ્વરૂપવાન રાજકુમારને જોઈ એ કન્યાને એની સાથે પરણવાનું મન થયું. ભીમસેનનાં લગ્ન નાગકન્યા સાથે ધામધૂમથી થયાં.

થોડાક દિવસ ત્યાં રોકાઈ નાગકન્યાની તથા પોતાના સસરાની વિદાય લઈ ભીમસેન પાછો ફર્યો, ને હસ્તિનાપુર ગયો.

ભીમને જીવતોજાગતો પાછો આવેલો જોઈ દુર્યોધનના તો છક્કા છૂટી ગયા. ભીમસેને કુંતીમાતાને અને ભાઈઓને દુર્યોધનની દુષ્ટતાની બધી વાત કરી. તુધિષ્ઠિર, વિદુર વગેરેએ કુટુંબક્લેશ ન વધે, માટે એ વાતને ત્યાં જ દાબી દેવડાવી. હવે પછી સંભાળ રાખવાનું નક્કી કર્યું.

પણ આ બનાવથી ભીમસેનના હૈયામાં કૌરવો પ્રત્યે હવે સાચેસાચી વેરની જ્વાળાઓ પ્રગટવા લાગી. કૌરવો તો પાંડવ ભાઈઓનો વિનાકારણ દ્વેષ કરતા હતા; પણ દુર્યોધને નીચતાની અવધિ કરી. ભીમને દગાબાજીથી કંગાલ મોતે મારવાનો તાગડો રચવાથી ભીમસેનને કૌરવો ઉપર જે ક્રોશ ઉપજ્યો, તે ખરી રીતે તો દુર્યોધનના પાપ-કર્મોનું ફળ હતું.

ધીમેધીમે એક પછી એક એવા બનાવો બનતા ગયા કે કૌરવો અને પાંડવો વચ્ચે વેરનાં બીજ ઊંડાં ને ઊંડાં રોપાતાં ગયાં.

*************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,817 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: