(2) ધૃતરાષ્ટ્રનાં લગ્ન/રમણલાલ ના.શાહ

 

(2) ધૃતરાષ્ટ્રનાં લગ્ન

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ શાહ/વિરલ પ્રકાશન, અમદાવાદ)

(પાના: 12 થી 17))

હજારો વર્ષો અગાઉ આપણા દેશને આર્યાવર્ત કહેતા હતા. આર્લોકો હિંદમાં વસતા હતા, તે ઉપરથી એમણે દેશને“આર્યાવર્ત”એવુંનામ

આપ્યું હતું.

આર્યાવર્તમાં એક વાઅર દુષ્યન્ત નામનો એક રાજા થઈ ગયો. એ રાજા શકુંતલા નામની એક સુંદર કન્યાને પરણ્યો હતો. શકુંતલાએ એક પ્રાક્રમી ને બળવાન કુમારને જન્મ આપ્યો. એ કુંવરનું નામ ભરત હતું. એ બીક શી ચીજ છે એ તો સમજતો નહોતો. નાનો હતો ત્યારે ભરત રમતમાં ને રમતમાં જરા પણ ડર્યા વગર સિંહનાં બચ્ચાંને બગલમાં મારતો ને તેમની સાથે ખેલતો.

ભરત મોટો થયો ત્યારે આર્યાવર્તનો રાજા થયો. એ રાજા બળવાન ને પ્રતાપી નીકળ્યો. એ ભરત રાજાના વંશના રાજાઓ ભારત કહેવાયા. મહા એટલે મોટું. ભરત રાજાના વંશના બળવાન પુરુષોનાં ચરિત્ર જે ગ્રંથમાં  વર્ણવેલાં હોય તેને  “મહાભારત”

કહે છે.

ભરત રાજાના વંશમાં જે શાંતનુ રાજા હસ્તિનાપુરની ગાદીએ થઈ ગયા, એ શાંતનુ રાજાની અને એમના સત્પુત્ર દેવવ્રત ઉર્ફે ભીષ્મની હકીકત તમે પહેલી વાતમાં વાંચી ગયા. હવે આપણે આપણી વાર્તા આગળ ચલાવીશું.

મહારાજા શાંતનુ સાથે મત્સ્યગંધા પરણી ગઈ, અને એનું નામ સત્યવતી પડ્યું એ રમે વાંચી ગયા.સત્યવતીને બે પુત્ર થયા : ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય.

મહારાજા શાંતનુ સ્વર્ગવાસ પામ્યા પછી ચિત્રાંગદને ગાદીએ બેસાડ્યો. ચિત્રાંગદના નસીબમાં રાજવૈભવ બહુ વખત લખેલો ન હતો. એક લડાઈમાં તે દુશ્મનને હાથે માર્યો ગયો ને વીરગતિને પામ્યો.

ભીષ્મે ચિત્રાંગદની જગ્યાએ વિચિત્રવીર્યને ગાદીએ બેસાડ્યો. વિચિત્રવીર્યની ઉંમર બહુ નાની હતી એટલે સત્યવતીની સલાહ અનુસાર વિચિત્રવીર્ય વતી ભીષ્મ રાજકારભાર કરવા લાગ્યા.

એમ કરતાં વિચિત્રવીર્ય મોટો થયો. એને માટે ભીષ્મ ઊંચા કુળની કન્યાની શોધમાં પડ્યા. વિચિત્રવીર્ય ભલે રાજા રહ્યો-પણ પુત્ર તો માછીમારની કન્યાનોને, એને માટે રાજવંશી કન્યા મેળવવાનું કામ અઘરું થઈ પડ્યું. ભીષ્મને તો એક કહેતા એકવીસ કન્યા મળે એમ હતી, પણ તે શા ખપની?

એટલામાં ભીષ્મને કાને વાત આવી કે વારાણસીના કાશીરાજની ત્રણ સુંદર પુત્રીઓનો સ્વયંવર થોડા દિવસમાં થવાનો છે.

ભીષ્મ છૂપી રીતે કાશી ગયા. યુક્તિ વાપરી એમણે ત્રણે કન્યાઓનું ભરી સભામાંથી હરણ કર્યું.  એકઠા થયેલા રાજાઓને પડકાર્યા “મારા ભાઈ વિચિત્રવીર્યને માટે આ કન્યાઓનું હું હરણ કરી જાઉં છું. ક્ષત્રિયોમાં કન્યાઓનુ6 હરણ કરવાનો રિવાજ છે ને તે આધારે હું આ કન્યાઓ લઈ જાઉં છું. જેની તાકાત હોય તે આવે ને મને હરાવી કન્યાઓ પાછી મેળવી શકે છે.”

ભીષ્મ જેવા બળવાન મહારથીની સામે કોઈ પણ લડવા તૈયાર થયું નહિ. કન્યાઓને લઈ ભીષ્મ સહીસલામત હસ્તિનાપુરને માર્ગેપડ્યા.

કાશીરાજની એ ત્રણે કન્યાઓનાં નામ અંબા, અંબિકા ને અંબાલિકા હતાં.

માર્ગમાં અંબા ભીષ્મને હાથ જોડીને કહેવા લાગી: “મહારાજ, હું મનથી શાલ્વ રાજાને વરી ચૂકી છું, એટલે આપ મને બળજબરીથી વિચિત્રવીર્યસાથે લગ્ન કરવા ફરજ પાડશો તો એનું પરિણામ સારું નહિ આવે.”

ઉદાર હ્રદયના ભીષ્મે અંબાને છોડી દીધી, ને માનપૂર્વક એને શાલ્વ રાજાને ત્યાં વિદાય કરી.

વિચિત્રવીર્યના લગ્ન ધામધૂમથી અંબિકા અને અંબાલિકા સાથે ભીષ્મે કરી આપ્યાં.

પણ વિચિત્રવીર્ય લાયક રાજા ન નીવડ્યો. એ રોગિષ્ઠ હતો. એશાઅરામનો ભારે શોખીન. હદપારની વિલાસી જિંદગી ગુજારવાથી એ અકાળ મૃત્યુ પામ્યો.પરિણામ એ આવ્યું કે હસ્તિનાપુરની રાજગાદી સૂની પડી. એ ગાદીનો કોઈ વારસ ન રહ્યો !

રાજમાતા સત્યવતીએ ભીષ્મને આજીજીપૂર્વક હસ્તિનાપુરની ગાદીએ બેસવા વિનંતી કરી. પોતે રાજીખુશીથી રજા આપે છે, એટલે પ્રતિજ્ઞાને બાધ નહિ આવે એની પણ ચોખવટ કરી. પણ ભીષ્મની પ્રતિજ્ઞા એટલે ભીષણ પ્રતિજ્ઞા. કોઈ કાળે પણ એ ફરી ન શકે. ભરતખંડનું રાજ્ય આપમેળે પોતાને સ્વાધીન થતું હતું છતાં રાજલોભને ઠોકરે મારી એ મહાન વીરે પ્રતિજ્ઞાને સર્વસ્વ ગણી લીધી. એણે રાજગાદી સ્વીકારવાની ચોખ્ખી ના પાડી.

સત્યવતીએ વ્યાસ મુનિને બોલાવ્યા. ખરી રીતે તો વ્યાસ મુનિ સત્યવતીના જ પુત્ર હતા. સત્યવતીએ વ્યાસની સલાહ પૂછી. વ્યાસ મુનિએ રસ્તો કાઢી આપ્યો.

અંબિકા ને અંબાલિકાને ગર્ભ રહ્યો. જતે દહાડે એમને બંનેને પુત્રો પ્રસવ્યા. મોટી રાણીને પુત્ર આવ્યો તે આંધળો હતો. મોટી રાણીના પુત્રનું નામ ધૃતરાષ્ટ્ર પાડ્યું. નાની રાણીના પુત્રનું નામ પાંડુ પાડ્યું.એ રાણીઓની એક દાસી હતી, તેને પણ તે જ અરસામાં પુત્ર પ્રસવ્યો, તેનું નામ વિદુર પાડ્યું.

ભીષ્મે ત્રણે કુમારોના બાહ્યજીવન ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવા માંડી. એક બાજુ ભીષ્મ રાજકાજ ઉપર લક્ષ આપતા, અને બીજી બાજુ આ ત્રણે કુમારોને કાળજીપૂર્વક ઉછેરતા. એમનામાં જન્મથી જે ખોડ હતી એનો તો કોઈ ઈલાજ ન હતો. પરંતુ ભીષ્મની દેખરેખ નીચે ત્રણે કુમારો શુક્લપક્ષમાં ચંદ્ર ખીલે એમ ખીલવા લાગ્યા.

ધૃતરાષ્ટ્ર શરીરબળમાં સર્વથી શ્રેષ્ઠ નીકળ્યો. પાંડુએ ધનુર્વિદ્યામાં નામ કાઢ્યું. વિદુર મહાન ભક્ત અને નીતિશાસ્ત્રનો શ્રેષ્ઠ જાણકાર બન્યો. ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળો હતો એટલે પાંડુ રાજગાદીનો અધિકારી બન્યો, ને રાજા બન્યો.

એ કાળમાં હિંદની આજુબાજુના ઘણાખરા પ્રદેશોમાં આર્ય લોકોનું રાજ્ય હતું.અફઘાનિસ્તાન, ઈરાન વગેરે દેશોમાં એ કાળે આર્યજાતિના રાજાઓ રાજ્ય કરતા હતા.

ગાંધાર(અફઘાનિસ્તાનના હાલના કંદહાર) પ્રદેશના રાજા સુબલને રૂપગુણમાં શ્રેષ્ઠ ગાંધારી નામની એક સુશીલ કન્યા હતી.ભીષ્મે ગાંધારના રાજા પાસે એની કુંવરીનું ધૃતરાષ્ટ્ર માટે માગું મોકલ્યું. મૂળે જ એમનું કુળ ઊતરતું ને તેમાં અંધ રાજપુત્રને કન્યા આપવાની, એટલે ગાંધારરાજાને એ વાત જરાય પસંદ નહોતી. પરંતુ ભીષ્મનો કોપ વહોરી લઈ પોતાના રાજ્ય ઉપર આફત નોતરવા એ તૈયાર નહોતો એટલે એણે ભીષ્મની માગણી સ્વીકારી. ધૃતરાષ્ટ્રાને ગાંધારીના લગ્ન થયાં. ગાંધારી બહુ સુશીલ અને પતિવ્રતા સ્ત્રી હતી.

ગાંધારી સાથે એનો ભાઈ શકુનિ પણ હસ્તિનાપુર આવીને રહ્યો. એ શકુનિ કેટલો ભયંકર માણસ હતો, અને મહાભારતની કથામાં એ કેવો અગત્યનો ભાગ ભજવે છે તે આગળ ઉપર જોઈ શકાશે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “(2) ધૃતરાષ્ટ્રનાં લગ્ન/રમણલાલ ના.શાહ
  1. Vimala Gohil કહે છે:

    “બાળકોનું મહાભારત” બાળપણમાં વાંચેલ અને એના કેટલાક પાઠ ભણેલ એ સ્મરણો
    સાથે આ શ્રેણી વાંચવાનો એક અનેરો આનંદ આવે છે. આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: