સંતોને બગાડવાનું બંધ કરો !//ગુણવંત શાહ

સંતોને બગાડવાનું બંધ કરો !//ગુણવંત શાહ

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાના: 310 અને 311)

મારા તાબામાં રહેલી સઘળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે: હે હિન્દુઓ , ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. અજ્ઞાન પ્રજા કદી ધાર્મિક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હિન્દુઓની શક્તિ અપાઅર છે.

કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરૂ થઈ છે. ઉપદેશકો સાથે વિરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હિસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મિક હોય છે તેથી ઓડિટમાં પણ વંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રિયજનો હોય છે. કહેવાતા સંત બહારથી અલિપ્ત હોય છે, પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઇમેજ બિલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરૂર એમાં બાવાજીની લંપટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મિક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા;તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્મા ની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તિપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું સંસારીના બેડરૂમ કરતાં વધારે ખતરનાક હોય છે.ભોળી સ્ત્રીઓ માટે આશ્રમના અજવાળા કરતાં ફળિયાનું અંધારું વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા, તેઓ સ્ત્રીઓને મૂર્ખ બનાવે છે. મૂર્ખ બનવા માટે હિન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

કોઈ કહેવાતા લોભાનંદજી કે લંપટેશ્વર કે મોહાનંદજીને પનારે પડનારી અંધશ્રદ્ધાળું પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’કે ‘ઉપનિષદ’નથી વાંચતી. હિન્દુ ભાઈ-બહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ આપણ્રે પીટ્યાઆખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજાંઅમાનોનો મેળ પાડવો પડશે. અંધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બંધ કરવું પડશે. અશ્વમેઘ યજ્ઞ  યજ્ઞ જેવા બોગસ યજ્ઞો બંધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબૂદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દૂર કરવું પડશે. વિધવાઓની અવદશા દૂર કરવી પડશે.

આશ્રમોનો અને મંદિરોનો ભૌતિક કચરો , માનસિક કચરો અને આર્થિક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફિલ્મ જુએ છે. જ્યારે બાવાજીઓ બ્લુ ફિલ્મ ‘જીવે’છે.

‘રામાયણ’આપણું અતિ ઉદાત્ત મહાકાવ્ય છે. એ જરૂર સૌએ વાંચવું જોઈએ, પરંતુ વાંચીને પણ આપણા વિવેકને ગિરવી નથી મૂકવાનો. ચરણસેવા, ચરણસ્પર્શ  અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે, એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે? હિન્દુઓ ક્યારે જાગશે? અંસી ટકા ઊંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરુ

ં? એ બિચારી મુલ્લાગ્રસ્ત છે. બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં, બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચકચકતો કરવાનો છે.

ગુણવંત શાહ

[‘’ગરવી ગુજરાત’ અઠવાડિક અને ‘નયા માર્ગ’ પખવાડિક :2002]

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “સંતોને બગાડવાનું બંધ કરો !//ગુણવંત શાહ
  1. A.B.Prajapati કહે છે:

    Good information about our Hindu santbaba

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,822 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: