થાય છે–/વિપિન પરીખ

 

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 311)

‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’—લોકો કહે છે.

એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે

એનો સમય થઈ ગયો છે.

રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો,બસો,

સાયકલોથી બચાવી બચાવી

કોણ એને નિશાળને ઉંબરે મૂકશે–ફૂલની જેમ ?

કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઈ તોફાની, જિદ્દી, મશ્કરા:

એને હેરાન તો નહીં, કરે ને?

મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે !

કેવી હશે એની  ‘ટીચર?’પ્રેમથી નીતરતી એની આંખો હશે,

કે પછી ‘ચૂપ બેસો’કહેતી સોટી લઈને ઊભી રહેશે

બે કડક આંખો ?

થાય છે: મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું

બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું !

અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.

પણ, એના પપ્પા હસી પડે છે, કહે કહે છે : ‘તું ગાંડી છે,…’

દરેક માએ ક્યારેક તો વિખૂટા થવું જ પડે છે.

સવાલમાત્ર સમયનો છે.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 260,651 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: