આ જંગ તમને સોંપું છું !/વિવેકાનંદ

આ જંગ તમને સોંપું છું !

(વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ/પાના: 63-64)

ઓહ ! ભારતમાં આપણે ગરીબો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ તેનો વિચાર કરતાં મારા હ્રદયમાં શી શી વેદના થતી હતી ! પોતાના વિકાસ માટે તેમને કોઈ તક મળતી નથી. ભારતમાં ગરીબોને મિત્રો કે મદદ મળતાં નથી. ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ તેઓ ઊંચે ચડી શકતા નથી. દિનપ્રતિદિન નીચે ને નીચે ઊતરતા જાય છે. ક્રૂર સમાજે વરસાવેલા ફટકા તેમને વાગે છે, પણ એ ક્યાંથી આવે છે તેની તેમને ખબર નથી. પોતે મનુષ્ય છે એ હકીકત પણ તેઓ ભૂલી ગયા છે ! આ બધાનું

પરિણામ ગુલામી.

પૃથ્વી ઉપર બીજા કોઈ ધર્મે હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે મનુષ્યના ગૌરવનો પોકાર કર્યો નથી; અને છતાં પૃથ્વી ઉપર અન્ય કોઈ ધર્મે હિંદુ ધર્મની જેમ નીચલા વર્ણો પર જુલમ ગુજાર્યો નથી. આમાં દોષ છે ધર્મને આચરણમાં ઉતારવાની અશક્તિનો, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો .

મારા હ્રદય ઉપર આ બોજો ધારણ કરીને બાર બાર વરસ સુધી હું ભટક્યો છું. કહેવાતા ધનિકો અને મોટા માણસોને ઘેર ઘેર ધક્કા ખાધા છે. સહાયની શોધમાં. લોહીનીંગળતા હ્રદયે, અરધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ ઉપર આવેલો છું.આ ભૂમિમાં ટાઢથી કે ભૂખથી ભલે મારું મૃત્યુ થાય; પણ અજ્ઞાની અને દલિતો કાજેનો આ જંગ હું તમને વારસામાં સોંપું છું, અત્યારે આ પળે જ ભગવાન પાર્થસારથિના મંદિરમાં જાઓ અને ગોકુળના દીન ગોવાળિયાઓના જે મિત્ર હતા. જેણે અંત્યજ ગુહકને ભેટતાં જરા પણ આંચકો ખાધો ન હતો, અને જેણે બુદ્ધાવતારમાં કુલીનોનાં આમંત્રણ ઠેલીને એક વેશ્યાનું નિમંત્રણ સ્વીકારેલું અને તેને તારી હતી, એવા પ્રભુ આગળ તમારું શિર નમાવો; તથા જેમને માટે એ પ્રભુ ફરીફરીને અવતાર ધારણ કરે છે એવા અધમ અને દલિતો માટે સમસ્ત જીવનનું બલિદાન આપો ! દિનપ્રતિદિન અધમ અવસ્થામાં ઊતરતા જતા આ કરોડો લોકોની મુક્તિ માટે આખું જીવન સમર્પણ કરવાનું વ્રત લો.

આ એક દિવસનું કાર્ય નથી, અને તેનો માર્ગ ભયંકર મુશ્કેલીઓથી ભરેલો છે. પણ આપણે જાણીએ છીએ કે ભગવાન આપણા સારથિ થવાને તૈયાર છે. તેમનામાં શ્રદ્ધા રાખીને, યુગોથી ભારત ઉપર ખડકાયેલી વિપત્તિઓના પહાડને સળગાવી મૂકો. બંધુઓ ! આ કાર્ય વિરાટ છે અને આપણે ઘણા નિર્બળ છીએ. પણ આપણે જ્યોતિના પુત્રો છીએ. આપણે સફળ થશું જ. આ જંગમાં સેંકડો ખપી જશે. પણ બીજા સેંકડો એ કાર્યને હાથ ધરવા

તૈયાર થઈ જશે.

કહેવાતા ધનિકો અને મોટા માણસો પ્રત્યે મીટ માંડો નહીં. હ્રદયહીન બુદ્ધિજીવી લેખકો અને તેમના ઠંડે કલેજે લખાયેલા છાપાંના લેખોની પરવા કરો નહીં. આગળ ધપો, પ્રભુ આપણો સેનાપતિ છે. કોણ પડ્યું તે જોવા પાછું વળીને નજર નાખશો નહીં. આગળ ને આગળ ધસો, બંધુઓ ! ભૂખ અને ટાઢ કંઈ જ નથી, મૃત્ય પણ કંઈ નથી. જીવન કંઈ નથી. આ જ રીતે આપણે આગેકૂચ કરશું. પ્રભુનો જયજયકાર હો !

—સ્વામી વિવેકાનંદ

***********************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: