પી જવાનું હોય છે

 


[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું:296)

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,

ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન !

થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,

આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,

જ્વાલાઓભલે ભડકી જતી , દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,

ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,

થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી  રહે છેરાતદિન,

જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,

ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,

ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

વેણીભાઈ પુરોહિત

[‘આચમન’પુસ્તક]

********************

મૂકી છે દોટ બન્નેએ –હવે જે થાય તે સાચું:

જમાને ઝાંઝવાંરૂપે, અમે તરસ્યા હરણરૂપે.

‘ગની’દહીંવાલા

**********

આ ચંદરવો કરે ચાંદની, હરિ ! આવોને;

વેર્યાં તારલિયાનાં ફૂલ, હવે તો હરિ ! આવોને.

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ ! આવો ને;

એવા હૈયાના ઊઘડે ભાવ, હવે તો હરિ ! આવોને.

ન્હાનાલાલ કવિ

*********************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “પી જવાનું હોય છે
  1. Vimala Gohil કહે છે:

    “વાચનયાત્રાનો પ્રસાદ” આપીને અમને ભાગ્યશાળી કરવા બદલ ખૂબ-ખૂબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: