VYP271

ધર્મને જીવવાની વાત

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 271)

બનારસ યુનિવર્સિટીના બે વર્ષના અભ્યાસ દરમિયાન મને પંડિત સુખલાલજીના સમાગમનો લાભ મળ્યો. અઠવાડિયામાં એકાદ વખત એમની પાસે બેસવા જતો. નાની વયે આંખો ગુમાવ્યા છતાં પુરુષાર્થ કરી ભણ્યા. પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેઓ જૈનદર્શનના અધ્યાપક થયા. જૈન તત્ત્વજ્ઞાનના ધુરંધર પંડિત. પણ પંડિતાઈના ભાર વગર સાદી વાતો કરતા.

હું જન્મે જૈન, મારાં બા-બાપુજી ધાર્મિક વૃત્તિવાળાં. એટલે મને સ્વાભાવિક ઇચ્છા થઈ કે પંડિતજી પાસે જૈન દર્શનનો અભ્યાસ કરું. પંડિતજી જાણતા હતા કે હું તે યુનિવર્સિટીમાં ટેક્ નોલોજીનું ભણવા આવેલો.એક દિવસ મેં નમ્રતાથી એમને કહ્યું, “આપ જો મદદ કરો તો મારે જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો છે.”

તેઓ જરા ટટાર થયા અને પૂછ્યું, “કેમ?”

હું કાંઈ જવાબ આપું તે પહેલાં જ એમણે બીજો પ્રશ્ન પૂછ્યો: “અખાડામાં મલ્લોને કુસ્તી કરતા જોયા છે?”

“હા જી,” મેં કહ્યું

“બસ !” પંડિતજી બોલ્યા: “કુસ્તીના દાવપેચ જેવી જ આ પણ એક કસરત છે. ચૂંથણાંનો પાર જ ન આવે. પણ જો. જીવનભર ચૂંથણાં કર્યા પછી એક વાત સમજાય છે.—સાદાઈથી સ્વચ્છ જીવન જીવવું, બીજાને ઉપકારક થવાય એવું જીવન જીવવું, અને એ રીતે જીવતાં કોઈ ગૂંચ પડે તો અનુભવી સંતને પૂછવું, કે એવાં પુસ્તકો વાંચવાં. અખાએ કહ્યું છે કે, ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી.”

એક હાથની હથેળી પર બીજા હાથની બે આંગળીની ટપલી મારતાં વળી કહ્યું, “ગ્રંથ-ગરબડ કરનારાઓમાંનો હું પણ એક છું. તું જુવાન છે, આવા સારા વિદ્યાલયમાં યંત્રવિદ્યાનું ભણે છે. તો પૂરી ખંતથી ભણ, એ આવડત દેશને માટે વાપર. છતાં જીવવામાં કોઈ ગૂંચ પડે તો આવજે.”

પંડિતજી પ્રજ્ઞાચક્ષુ હતા. બધાં દર્શનોને જીવનની કસોટીએ ચડાવીને જીવતા સંત હતા. વેશ કે બાહ્યાચાર સાદા ગૃહસ્થ જેવો; ખાદીનું ધોતિયું અને અડધી બાંયની કફની પહેરતા. કોઈ જ આડંબર કે અપેક્ષા નહીં. એમના જેટલી વિચારની સ્પષ્ટતા બહુ ઓછા સંતોમાં મેં જોઈ છે. તેમણે વાત કરી તે ધર્મને જીવવાની.

આમ અંધ, પણ તેમને મળવા જાઉં ત્યારે બારણામાં પેસું ત્યાં જ ઓળખી જાય, પાસે બેસાડે. મારો હાથ પોતાના હાથમાં લઈ, દબાવીને પૂછે: “આશ્રમની ગાયો કેમ છે? કેટલું દૂધ આપે છે?પૂરતો લીલો ચારો મળે છે?”તેમના હાથના દબાણમાં ચેતનાનો સંચાર હતો.

[‘અખંડ આનંદ’ માસિક]                 —નવલભાઈ શાહ

*************************************

 

 

 

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 248,863 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
જાન્યુઆરી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: