VYP273

ઊભરાતી કરુણા

[વાચનયાત્રાનો પ્રસાદ/લોક્મિલાપ]

[પાનું: 273]

1931ની કરાંચીની કૉંગ્રેસમાંથી પાછો ફરી મુંબઈ આવ્યો ને અણધારી રીતે ડૉ.વ્રજલાલ મેઘાણીને ત્યાં રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરનો એકાંત વાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. ડૉક્ટરના દિવસનો મોટો ભાગ દર્દીઓનો ઇલાજ કરવા વગેરેમાં પસાર થતો. દિવસમાં બહુ થોડો વખત અમે બંને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવોની વાત પૂછતો ને કદી નહિ સાંભળેલ એવી દુ:ખી દુનિયાની વાતો તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડૉક્ટર સાવ ઓછાબોલા, પણ હું તેમને ચૂપ રહેવા દેતો નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડૉક્ટર મેઘાણીનો ગરીબ, દલિત અને દુ:ખી માનવતાનો અનુભવ જેટલો સાચો છે તેટલો જ તે ઊંડો પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલું કે તેમણે તો ‘જાગૃતિ’પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલું પણ છે.થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડૉક્ટરનો મનોવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરોનો અનુભવ કરવામાં કે તેને લખી કાઢવામાં વિરામ નથી પામતો; પણ તેઓ એ દુ:ખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે.

વેશ્યાના લતાઓમાં કે અતિ ગરીબ મજૂરોની ઝૂંપડીઓમાં તેઓ પોતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર ઉપરઉપરનો

રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણો તપાસતા. વેશ્યાજીવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગૂંગળામણો વિષે એવા અનુભવો તેમણે મને સંભળાવેલા કે જે સાંભળીને હું ઠરી જતો. કેટકેટલી નાની ઉંમરની છોકરીઓ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગંદા મકાનમાં તે જીવન ગાળે છે, પાઉંરોટી ને ચા ઉપર મોટેભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિર્લજ્જતાથી, અનિચ્છાએ પણ તેમને રહેવું પડે છે અને ત્યારપછી આ ગંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેનો કેટલી ઝંખના કરે છે અને છતાંય કોઈ રસ્તો મેળવી શકતી નથી અને તેમનો હાથ પકડનાર કોઈ વિશ્વાસુ મળતું નથી-એ બધું જ્યારે ડૉક્ટર કહેતા ત્યારે એમની કરુણા આંસુરૂપે ઊભરાતી.

ડૉક્ટરને પોતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાન માં કાંઈ સેળભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તે મને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યો કે આવી જીવલેણ સેળભેળ ચાલવા છતાં પ્રજા જીવે છે કેવી રીતે?

સ્ત્રીઓનાં દુ:ખ પ્રત્યેની ઊંડી સંવેદનાએ તેમને વિધવાઓના ઉદ્ધારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતો તે દરમ્યાન જ તેમણે અતિ સંકડામણમાં આવેલ બેત્રણ બાળવિધવાઓને સન્માનભેર જીવન ગાળતી કરી હતી. એ બાળવિધવાઓ જૈન હતી ને તેમની ધન તેમજ શીલ-સંપત્તિ તેમનાં નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણ સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો હોય તેમ લાગતું નહિ. ડૉ.મેઘાણીએ તેમને ઠેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડૉ.મેઘાણી પ્રત્યે હું વધારે આકર્ષાયો.

1933ના ઉનાળામાં અજમેર મુકામે સ્થાનકવાસી સાધુ સંમેલન હતું. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસંમેલન પણ યોજેલું. હું પણ શિક્ષણસંમેલન નિમિત્તે ગયેલો.અજમેરમાં સ્થાનકવાસી  સાધુ-સાધ્વીઓ બસો ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત  સ્થાનકવાસીઓની ઠઠ ત્યાં જામેલી. સ્થાનકવાસી પરંપરાના પ્રતિષ્ઠિત વયોવૃદ્ધ ને વિદ્વાન કેટલાંક પૂજ્યો ને મુનિઓ હતાં. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચું ગણાતું. તેમના અનુયાયીઓ ઘણા અને સમૃદ્ધ, છતાં એ જવાહરલાલજી સામે ડૉ.મેઘાણીને બળવો કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. જવાહરલાલજી ને મુનિ ચૌથમલજી બંને એક જ પરંપરાના, ને એમ છતાં બંને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ. આ અંતર ન સંધાય તો અન્નપાણી ન લેવાં એવા સંકલ્પથી મુનિ મિશ્રીલાલજીએ ઉપવાસ આદરેલા. લોકોમાં લોભ જાગેલો. જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિ. ઉપવાસ કરનાર મરે તો તે જાણે, પણ તેઓ તો કોઈપણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા, પણ બધું હવામાં. આખા સ્થાનકવાસી સમાજમાં આગેવાન ને મોભાદાર ગણાતા એ પૂજ્યજી સામે ડૉક્ટર મેઘાણીએ ઉગ્ર વલણ લીધું, તે જોઈ ત્યાં હાજર રહેનાર કોઈને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. મનમાં કોઈપણ ભય સેવ્યા સિવાય તેમણે જવાહરલાલજીને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે “તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતું આપવા તૈયાર ન હો, તો અમે શ્રાવકો તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું ને બારણાં બંધ કરીશું. જ્યાં લગી તમે અંદરોઅંદર ફેંસલો નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.”બહુ વિરલ ગૃહસ્થો એવા હોય છે કે, જેઓ અણીને પ્રસંગે કોઈ સાધુને સામોસામ આટલી નિર્ભયતાથી સંભળાવી શકે.

 

—-સુખલાલ સંઘવી

[‘અર્ઘ્ય’પુસ્તક:2004]

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 293,060 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: