શ્રીકૃષ્ણ ને આપણે//કાકાસાહેબ કાલેલકર

mahabharata1

નાનપણમાં શીંકા ઉપરના માખણનું નૈવેદ્ય આત્મદેવને સમર્પણ કર્યા પછી યશોદા માતા પકડશે
એ બીકથી ગભરાયેલા શ્રીકૃષ્ણની નાટકી લીલા છોડી દઈએ તો શ્રીકૃષ્ણના આખા જીવનમાં દુ:ખ કે ભયનો ક્યાંયે લવલેશ સરખો જડતો નથી. આટલું બધું વિવિધ ઘટનાઓથી પરિપૂર્ણ જીવન હોવા છતાં શ્રીકૃષ્ણ કોઈ કાળે દિડ્મૂઢ થયા નથી, દુ:ખથી દબાઈ ગયો નથી. જેને આસક્તિ જ નથી તે ઉદાસીન શાનો થાય? જે બ્રહ્માનંદ જાણે છેતે શાને બીએ ? જે સર્વ ભૂતોમાં પોતાને જ જુએ છે તેના મનમાં રાગ, દ્વેષ કે જુગુપ્સા ક્યાંથી હોય?એ જ શ્રીકૃષ્ણનું પૂર્ણત્ત્વ છે.
શ્રીકૃષ્ણને ગાંધારીએ ઘોર શાપ આપ્યો તેને શ્રીકૃષ્ણે પોતાના અવતારકૃત્યના મદદગાર તરીકે વધાવી લીધો. અભિમન્યુ મરાયો, ઘટોત્કચ મરાયો, દ્રૌપદીના પુત્રોનો વધ થયો, અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો. મહાન મહાન આચાર્યો પડ્યા, યાદવકુળનો સંહાર થયો. પણ શ્રીકૃષ્ણ જેવા ને તેવા-અક્ષુબ્ધ, અવિચલિત, ગંભીર; જાણે પ્રલયકાળ પછીનો મહાસાગર.
આવા શ્રીકૃષ્ણ પાસે આપણે શું માગીએ? દરેક જણે પોતાની વૃત્તિ પ્રમાણે માગી લે. કૃપણ કૃપણની પેઠે માગી લે , ભક્ત ભક્તહ્રદયથી માગી લે, અભિમાની અભિમાનને કાજે એવાં વચન કાઢે અને પોતાનું પાપ પણ પરમાત્મા પર ઢોળી દે. પણ અમાંગવું હોય તો વીરમાતા, ધર્મમાતા, તપસ્વિની કુન્તીએ જે માગી લીધું તે જ માગવું જોઈએ.
ભાગવતમાં કુન્તીની પ્રાર્થના કેવા સુંદર શબ્દોમાં આપેલી છે! કુન્તીમાતા કહે છે, હે ભગવન્, જેમાં તારું વિસ્મરણ થાય તે વૈભવ મારે નથી જોઈતો. જેનાથી હંમેશાં તારું સ્મરણ રહે, તારું ચિંતન થાય, શરણાગતતા વધે એવી આપત્તિ અમને આપ. ભગવન્ ! અમને આપત્તિ આપ.
કેમકે–
વિપદો નૈવ વિપદ:, સંપદો નૈવ સંપદ:
વિપદ, વિસ્મરણં વિષ્ણો:, સંપદ્ નારાયણસ્મૃતિ:
પરમાત્માને ભૂલી જવો એ જ ભારે સંકટ અને નારાયણનું અખંડ સ્મરણ રહેવું એ જ સંપત્તિ, એ જ વૈભવ, એ જ શ્રેયપ્રેય, એ જ સ્વરાજ્ય, સ્વારાજ્ય અને વિશ્વસામ્રાજ્ય !

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous
2 comments on “શ્રીકૃષ્ણ ને આપણે//કાકાસાહેબ કાલેલકર
  1. P.K.Davda કહે છે:

    કુંતીની આ વાત મને ખબર ન હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 252,594 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: