માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી

માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી
અભિયાન//–15 એપ્રિલ 2006 વાર્ષિક અંક

સૌ પ્રથમ આપણે એ સ્વીકારી લેવું જોઇએ કે માંદગી કોઇ આપત્તિ કે અભિશાપ નથી. આપણે એવું માની બેઠા છીએ કે આપણું શરીર હંમેશાં આદર્શ સ્થિતિમાં જ રહેવું જોઇએ, જે ખરેખર શક્ય નથી.
રોગને લીધે મ્રૂત્યુ થાય છે એ વાતમાં કોઇ વજૂદ નથી એ વાત પણ સ્વીકારો. રોગથી મ્રૂત્યુ થતું નથી.રોગ એ શરીરનો ધર્મ છે,જ્યારે મ્રૂત્યુ એ સમયનો ધર્મ છે. ડોક્ટરોએ પોતાની મહત્તા વધારી નાખવા માટે રોગોનું ભયાનક ચિત્રણ ઊભું કર્યું છે.હ્રદયરોગ, હાઇપરટેંશન, કેંસર, ડાયાબિટીસ જેવા કહેવાતા જીવલેણ રોગો મૂળે ઉમર સહજ રોગો છે. જેમ ઉમર સહજ શારીરિક ફેરફારો તમને મારી નાખતા નથી તેમ કહેવાતા જીવલેણ રોગો પણ તમને મારી શકતા નથી. મોટામાં મોટી વાત એ છે કે ડોક્ટરો જેને કિલર ડિસીઝ કહે છે એ મ્રૂત્યુ માટે ખાસ કારણભૂત હોતા જ નથી.અમેરિકામાં કેંસર વિશે થયેલા એક સર્વેના તારણમાંન સ્પષ્ટ લખ્યું હતું ,”કેંસર મારતું નથી, સમય મારે છે.”હું પોતે હ્રદયરોગ પર છેલ્લા 30 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે હ્રદયરોગ જીવલેણ નથી,પણ મ્રૂત્યુનો સમય પાકી જાય ત્યારે હ્રદયરોગ જીવલેણ બને છે.. રોગને પોતાનો મિત્ર ગણી, હસતા મોઢે વધાવી લેવો.મ્રૂત્યુની ફિકરમાં જીવવા કરતાં પ્રસન્નરહીને મોતની રાહ જોવી. મ્રૂત્યુ એ તો ઇશ્વરનું વરદાન છે. રોગ સાથે ઝગડો કરવો અનુચિત છે. દસમાંથી માંડ એક જ રોગમાં ડોક્ટર કામ આવે છે. બાકીના કિસ્સાઓમાં મોટા ભાગે ડોકટરો લાકડાની તરવાર જ ફેરવતા હોય છે. આજે ડોક્ટરો એલોપેથી ઉપરાંત બીજી અનેક જુદી જુદી સારવાર પધ્ધતિઓ અજમાવતા જોવા મળે છે. શા માટે? કેમકે આમાની કોઇ પણ પધ્ધતિ સચોટ નથી. બીજું એ કે કેંસર જીવી બીમારી થાય ત્યારે લોકો અપરાધભાવ અનુભવે છે.દર્દીને એમ થાય છે કે મેં ખાવાપીવામાં સરખું ધ્યાન ન આપ્યું એટલે બીમારી પેસી ગઇ, પણ અહકીકત જુદી છે. જગતમાં સરેરાશ દર પાંચમાંથી એક વ્યક્તિને કેંસર થાય છે. એટલે જેને રોગ ન હોય એણે મૂછ ઊંચી ન કરવી અને જેને હોય એણે હતાશ ન થવું. જીવલેણ રોગ સાથે પણ લાંબું જીવી શકાય છે અને અત્યંત તંદુરસ્ત શરીર સાથે પણ ગમે ત્યારે મ્રૂત્યુ પામી શકાય છે. ડોક્ટરોએ મ્રૂત્યુને રોગ સાથે જોડી દીધું છે એટલે કદાચ આ વાત માનવામાં નહીં આવે, પણ અમેરિકામાં દર પાંચમી નાદારી મેડિકલ બિલને કારણે નોંધાય છે.
એટલે રોગ આપણને પજવે નહીં ત્યાં સુધી તેને છંછેડવા નહીં. મેડિકલ ચેક-અપ કરાવવા ગયા હોય અને રિપોર્ટમાં કેંસર આવે તો ઊંચાનીચા ન થઇ જવું. કેંસર સાથે આનંદથી જીવવું.એક દાખલો આપું .મહાન રશિયન ચિંતક એલેકઝાંડર સોલ્ઝેનિત્સિકને 1955માં કેંસર થયેલું ત્યારે એ જેલમાં હતા. જેલવાસ દરમિયાન એમને એક કોરિયન સર્જને કહેલું કે તમારી બીમારી અસાધ્ય છે, ઓપેરશન પણ શક્ય નથી. એટલે તમે ત્રણેક મહિનાથી વધુ નહીં જીવી શકો .પણ એ પછી આ ભાઇએ કલમ ઉપાડી, લખવાનું શરૂ કર્યું અને નોબેલ પ્રાઇઝ મેળવ્યું. માનશો?આજે 2006માં પણ આ કેંસરનો દર્દી જીવિત છે અને હાકલા કરે છે અને પેલો કોરિયન સર્જન આજે હયાત નથી !
આ શરીર જેવું અદ્ ભુત જગતમાં કંઇ જ નથી. કદરૂપામાં કદરૂપી વ્યક્તિના શરીરમાં જેટલી ભવ્યતા છે એટલી મંદિરમાં પણ નથી.એટલે રોગથી થાકી હારી કે કંટાળી જવાને બદલે ચિત્ત પ્રસન્ન રાખી મોજથી જીવ્યા કરવું,ચમત્કાર જોવાની ઇચ્છા થાય તો રોજ સવારે ઊઠી દર્પણમાં જોઇ લેવું .દરરોજ સવારે આપણે જીવતા ઊઠીએ છીએ એથી મોટો કોઇ ચમત્કાર જ નથી.દરરોજ સવારે ઊઠી સૂર્યનાં કિરણો પામો. સુંદર મજાનાં ફૂલો સૂંઘો.લીલાં પાન જોઇ હરખાઓ . હવાની લહેરખી આવે તો એને હ્રદયમાં ભરી લો. અરે, રોજ સવારે મળતા નવા શ્વાસથી ઊંચી કોઇ સોગાદ નથી.બીમારીને પકડીને ઉદાસ થઇ બેસી રહેવા કરતાં મોઢું મલકતું રાખો.ક્રૂષ્ણ ભગવાને પણ કહ્યું છે:’ જે પ્રસન્ન છે તે મને પ્રિય છે !’
ઉઠજાગમુસાફિર
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ,
અબ રૈન કહાં જો સોવત હૈ.
જો સોવત હૈ સો ખોવત હૈઓ,
જો જાગત હૈ સો પાવત હૈ…….
ટુક નીંદસે અંખિયાં ખોલ જરા,
ઓ ગાફિલ રબસે ધ્યાન લગા.
યહ પ્રીત કરનકી રીત નહીં,
રબ જાગત હૈ તૂ સોવત હૈ……
અય જાન, ભુગત કરની અપની,
ઓ પાપી, પાપમેં ચૈન કહાં?
જબ પાપકી ગઠરી સીસ ધરી,
ફિર સીસ પકડ ક્યોં રોવત હૈ?
જો કાલ કરે સો આજ કર લે.
જો આજ કરે સો અબ કર લે,
જબ ચિડિયન ખેતી ચુગિ ડાલી,
ફિર પછતાયે ક્યા હોવત હૈ?
રેહાના તૈયબજી

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
5 comments on “માંદગીમાં ય મોઢું મલકતું રાખવાની કળા/ડૉ.મનુ કોઠારી
  1. સુરેશ જાની કહે છે:

    તેમના વિશે ઘણું બધું નેટ પર વાંચવા મળ્યું છે. એમનો પરિચય બનાવવામાં મદદ કરશો તો આભારી થઈશ.

  2. P.K.Davda કહે છે:

    બહુ સરસ લેખ છે.

  3. Hiranya કહે છે:

    Great way of living with terminal deseaces. Wonderful attitude.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: