ખાનદાનીનો પરિચય//ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’

ખાનદાનીનો પરિચય//ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’
(સત્ય ઘટના)
[અખંડ આનંદ માર્ચ,2015 પાના: 50-51] bangles

સામાન્ય રીતે સોનીની દુકાને લોકો સોનાનાં ઘરેણાં(અલંકાર) ખરીદવા કે નવાં બનાવવા આવે. હું આ રીતે સોનાનો દોરો (ચેઈન) ખરીદવા ગયેલો.સોની મહાજન સાથે મિત્રતા હોવાથી, હળવી વાતો કરતા હતા, હસતા હતા.
એક બહેન દુકાનમાં આવ્યાં. ખૂબ થાકેલાં અને ઉદાસ, ચિંતાગ્રસ્ત દેખાતાં હતાં. ચહેરો ફિક્કો પડી ગયેલો. દુકાનમાં ચારેબાજુ નજર કરી સાવ ધીમા અવાજે બોલ્યાં, “મારે સોનું વેચવું છે….”આ વાક્ય બોલતાં તો જાણે આખું શરીર બોલી ઊઠ્યું. બ્રહ્માંડ ખળભળી ઊઠ્યું. સોનું ખરીદવા આવે તે એવી રીતે બેસે કે જેથી તેમને બધા જોઈ શકે. સોનું વેચવા આવનાર એવું ઈચ્છેકે તેમને કોઈ જોઈ ન જાય તો સારું. બહેને કપડાની નાની પોટલીમાંથી સોનાની બંગડીઓ કાઢી. બંગડીઓ કાઢતાં હાથ ધ્રૂજતા હતા. પોટલીમાંથી આખું જીવન જાણે ઉઘાડું ઓશિયાળું થઈ ગયું ! ‘બાંધી મુઠ્ઠી ’ખુલી ગઈ. “બહેન, તમારી અંગત બાબત છે છતાં મારી સલાહ છે કે આમ સોનું વેચી નાખવું ઠીક નથી. આ તો બહેન, મુસીબતની મિલકત ગણાય ! તમને ઠીક લાગે તેમ કરો… ”
“પણ …સાહેબ, મારા પતિને ‘બાયપાસ સર્જરી’કરાવવી પડે તેમ છે. મારી પાસે સિત્તેર હજાર રૂપિયા છે. બીજા આ સોનાના મળે તે, લાખ કે દોઢ લાખ ભેગા થાય તો જિંદગી મળે. મારું સૌભાગ્ય બચાવવા માટે આ વલખાં-ઉધામા છે. આથી મોટી મુસીબત કઈ હોય… સાહેબ…”બહેનના શબ્દેશબ્દમાં ભારોભાર વ્યથા, પીડા, આશા અને આસ્થા હતાં.
“બહેન, હું તમને ઓળખતો નથી. તમારી લાગણીને હું ઓળખું છું—ઓળખી શક્યો છું એમ કહેવાય ! તમને ગમે તો એક વાત કહું.” મેં કહ્યું.
“હું તમને ઓળખું છું, તમે દીકરાઓની હાઈસ્કૂલમાં શિક્ષક છો, લેખક છો, દયાળુ છો, તમે કહેશો તે મારા ભલા માટે હશે…બોલો?”

“જુઓ, હું તમને ‘અમરનાથ હૉસ્પિટલનાડૉક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપું. મારો દીકરો ત્યાં રહે છે. ડૉક્ટર મારા વિદ્યાર્થી હતા. ઓછા પૈસામાં, સારી રીતે, કાળજીપૂર્વક ઑપરેશન કરશે. સિત્તેર હજાર રૂપિયા લઈ જાઓ. બંગડીઓ વેચશો નહીં. જરૂર પડે તો મારા દીકરાને કહેજો….બરાબર? ”
મેં ચિઠ્ઠી લખી આપી. “આવનાર બહેનને મારી બહેન સમજીને યોગ્ય સવલત આપી, માવજત કરશો.”બહેનના ચહેરા ઉપર આછી તેજરેખાઓ ઝળહળી ઊઠી. ચિઠ્ઠી લઈને ઊભા થયાં. ત્યારે જાણે બધો જ ભાર જમીન ઉપર મૂકીને, હળવા થઈને ઊભાં થયાં. થોડા મહિના પછી એ બહેન મારા ઘરે આવ્યાં. “સાહેબ નથી?”
“ના, નિશાળે ગયા છે. હમણાં આવશે, બેસો, સાહેબ આવતા જ હશે…સાહેબ ઘર ભેગું નથી લઈ ગયા, બેસો…”મારાં પત્નીએ બહેનને બેસાડ્યાં. પાણી આપ્યું. ચા બનાવી ત્યાં હું ઘેર આવ્યો.
“સાહેબ તમે કદાચ ભૂલી ગયા હશો. મારા પતિની તબિયત ખૂબ સરસ થઈ ગઈ છે. બાયપાસ સર્જરી સો ટકા સફળ થઈ. અમે આનંદથી ઘેર આવી ગયા6 છીએ. મારા ઉપર તમારો ઉપકાર છે તેનો આભાર માનવા આવી છું. મારા પતિએ વંદન કહેવડાવ્યાં છે. મારો સંસાર અકબંધ અને અખંડ રહ્યો…મારા સાહેબ… મારું સઘળું સોનું બચી ગયું ! ”
મને સોની મહાજનની દુકાને થયેલી વાત અને હકીકત યાદ આવ્યાં.બહેનને ય ઓળખ્યાં. ‘ અરે બહેન. એમાં મેં કોઈ મોટો ઉપકાર કર્યો નથી. મેં તો માત્ર સલાહ અને સગવડ આપ્યાં. મારા ભાઈને જિંદગી મળી તેનો મને આનંદ છે.’
‘સાહેબ, મારા પતિના ઑપરેશનના સાવ ઓછા રૂપિયા દાકતરસાહેબે લીધા. સાઈઠ હજાર રૂપિયા જ ખર્ચ થયું. ડૉક્ટરે ઘણો ખર્ચ ભોગવી લીધો. ડૉકટર ખૂબ ભલા, દયાળુ, ઉદાર છે. તમારા તરફ તેમનો આદર હુ6 અનુભવી શકી. ડૉક્ટરસાહેબે દવા લખી આપી અને રજા આપી. મેં દવાખાનાને પાંચ હજારનું નાનકડું દાન કર્યું ’ મારા જેવી બહેનને જરા ઉપયોગી થશે. મેં ભગવાનનો અને દાકતરસાહેબનો આભાર માન્યો. હું એ બહેનના ચહેરાની ચમક, આંખોમાં રહેલ શ્રદ્ધા, વિશ્વાસ અને હૈયામાં રહેલી ઉદારતા અને ભાવના અનુભવી રહ્યો. પાંચ હજારનું ડોનેશન આપીને આ બહેને પોતાની ખાનદાનીની ઓળખ જાળવી. મારી ચિઠ્ઠીની ઈજ્જત કરી અને ડૉક્ટર પાસે મારો આદર વધાર્યો. બહેન બંને હાથ જોડી વિદાય થયાં. હા, મારા હૈયામાં સદાય રહ્યાં.
ખાનદાનીનો પરિચય આજેય મનમાં રહ્યો છે.
=======================================================================================================

************ ‘બહુચર આશિષ’ 8, રઘુવીરનગર, ધ્રાંગધ્રા—363310 ફોન: (02754) 260253

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: