અખંડ આનંદની પ્રસાદી, માર્ચ 2015

NPG x122601; Sir Prabashankar Pattani by Bassano

પ્રેરણાકથા સરોજની સૌરભ ને ઉદધિની ઉદારતા ધરાવતો માનવી//પોપટલાલ મંડલી
અખંડ આનંદ માર્ચ,2015 પાનું:58

માનવતાના મહાન પૂજારી, પ્રભાશંકર પટ્ટણીભાવનગર રાજ્યના
મહારાજા ભાવસિંહજી ના દીવાનપદે હતા. એમના જીવનમાં સંખ્યાબંધ
પ્રસંગો એવા છે કે જે વાંચે એનું જીવન ધન્ય થઈ જાય. સીધાં સાદાં રમાબહેન એમનાં પત્ની હતાં. આ ફાની દુનિયા છોડી પરલોક સિધાવી ગયાં. ત્યારે તેમની ઉત્તરક્રિયા પછી પટ્ટણીજીએ પોતાના બંગલામાં સપ્તાહ બેસાડેલી. કથાનો પ્રારંભ થતાં તેઓ એક આસન પર રોજ બેસતા. એ સમયે ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી સામે મૂકતા.હજારેકની કિંમતનું એ સોનાનું ઘડિયાળ સ્વર્ગસ્થ મહારાજાની અમૂલ્ય ભેટના સ્મારકરૂપે હતું.
એક દહાડો ભગવાં વસ્ત્રધારી સંન્યાસી કથા સાંભળવા માટે આવ્યા. તેમને જોડેના આસન પર સાદર બેસાડ્યા. સંન્યાસીએ કથા સાંભળતાં આમતેમ જોયું. પાસે જ પડેલી સોનાની ઘડિયાળ જોઈને એમનું મન ચળ્યું. એ વખતે પટ્ટણી સાહેબ આંખો મીંચી કથા સાંભળતા હતા. ત્યાં જ પેલા સંન્યાસીએ ચૂપકીથી ઘડિયાળ લઈ પોતાના ખિસ્સામાં સરકાવી દીધું. એવામાં પટ્ટણીસાહેબે આંખો ખોલી જોયું તો ઘડિયાળ ન મળે. મોંઘામૂલું ઘડિયાળ ચોરાયું છતાં એમના મન પર કોઈ અસર ન થઈ. તેઓ ચૂપ રહ્યા. કથા પૂરી થતાં પેલા સંન્યાસીએ કહ્યું, ‘મારે આજે સાંજે ટ્રેનમાં કાશી-બનારસ જવું છે. સેકન્ડ ક્લાસમાં જ મુસાફરી કરું છું. માટે આપ મને પૈસાની વ્યવસ્થા કરી આપો.’
પોતાના સેક્રેટરીને કહીને વ્યવસ્થા કરી આપી. સાંજે પોતે રેલવે સ્ટેશને આવ્યા. પોતે રજા ન આપે ત્યાં સુધી ગાડી ન ઉપાડવા તેમણે સ્ટેશન માસ્તરને સૂચના આપી. એમણે પ્લેટફોર્મ પર લટાર મારી, પરંતુ સેકન્ડક્લાસમાં સંન્યાસી દેખાયા નહિ. એવામાં થર્ડ ક્લાસના એક ડબ્બામાં સૌની સાથે ગોઠવાઈને બેઠેલા સંન્યાસીને ‘નમો નારાયણ’ કહ્યું. સંન્યાસીએ નમસ્કાર ઝીલ્યા. પટ્ટણીજીને જોતાં જ સંન્યાસી હતપ્રભ બની ગયો. સંન્યાસીએ ઉપાડેલી ઘડિયાળનો સોનાનો સુંદર પટ્ટો તો પટ્ટણીજી પાસે હતો. તેમણે ખિસ્સામાંથી તે પટ્ટો કાઢી સંન્યાસીને કહેવા લાગ્યા, ‘મહારાજ, પેલી ઘડિયાળ એકલી નહિ શોભે. તેનો આ છેડોય સાથે લેતા જાઓ.’
પટ્ટણીજીના મુખેથી માનવતાથી મહેકતા શબ્દો સાંભળતાં ‘હવે ધરતી મને મારગ આપે તો સમાઈ જાઉં.’એવું એમનું મન આક્રંદ કરવા લાગ્યું. મન થોડું સ્વસ્થ થતાં તેમણે પટ્ટણીજીની ક્ષમા માગીને ઘડિયાળનો પટ્ટો પાછો આપવા માંડ્યા. પટ્ટણીજીએ લેવાની ના પાડી. ‘નમો નારાયણ’કહી, બે હાથ જોડી ચાલતા થયા. ************** 54-55, મંગલમૂર્તિ સોસાયટી, લહેરી પટેલ ફાર્મની સામે,વટવા, અમદાવાદ—382440
મો:09913174700

Advertisements
વિશે

I am young man of 73+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: