અખંડ આનંદની પ્રસાદી (માર્ચ2015)

A.A.PRASADI MARCH15
અખંડ આનંદની પ્રસાદી (માર્ચ2015)
જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 93 થી 94)

morari-bapu-banner

સાચા લોકશિક્ષક-જીવન માનવ: પૂજ્ય મોરારિબાપુ/ડૉ.દિનુ ચુડાસમા
પૂ.મોરારિબાપુ ભારતમાં અને વિશ્વમાં રામકથામૃતની વર્ષા કરતા સમાજના સદ્ કાર્યોમાં પણ સક્રિય રહેતા સંવેદનશીલ જીવ ખરા તેથી જ્યાં માનવ આરોગ્ય માટે દવાખાનાનો આરંભ થયો હોય કે શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ થતું હોય કે કલા, સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમો હોય ત્યાં લોકોના આમંત્રણને સ્વીકારી, સમયસર સઆનંદ પહોંચી જાય છે. પોતે જે સંસ્થા કે હૉસ્પિટલનાં શિલારોપણ કર્યા હોય ત્યાં ગહ્ણી વખત બાપુ અચાનક પહોંચી જાય, એ જોવા કે મેં જે સંસ્થા માટે પાયાની ઈંટ મૂકી હતી તેનો આજે કેટલો વિકાસ થયો છે. એવીજ એક મેં જોયેલી, મારી સામે જ બનેલી સત્યઘટના સંક્ષિપ્તમાં વાચકોને પહોંચાડવી છે. જીવનમાં ગમતાનો ગુલાલ કરનાર મુ.શ્રીગફુરભાઈ બિલખિયાએ પોતાના વતન-સાવરકુંડલાના વંડા ગામમાં ઈ.સ.2001માં એક કૉલેજની સ્થાપના કરી, જેનુ6 ભૂમિપૂજન પૂ.મોરારિબાપુના હાથે થયુ6 હતું. 300 ઘટાદાર વૃક્ષો અને 22 વીઘા જમીન, ઉપર અસીમ આકાશ નીચે ધબકતી વિદ્યાસંસ્થામાં વંડા આસપાસનાં 25 ગામોનાં વિદ્યાર્થી ભાઈ-બહેન ઉચ્ચ શિક્ષણ મેળવે. કુદરતીવાતાવરણ, શહેરી ભાગદોડથી દૂર એક રમણીય વાતાવરણમાં નિર્માણ અથયેલી બિલખિયા કૉલેજનાં વાર્ષિક પરિણામો શ્રેષ્ઠ આવતાં રહ્યાં. વાર્ષિક સમારોહ થાય તેમાં જ્યારે પૂ. મોરારિ બાપુને આમંત્રણ અપાય ત્યારે સહર્ષ સ્વીકારી આવે અને કહે કે ‘એક દિવસ હું અચાનક અહીં આવીશ અને બધું કેમ ચાલે છે એ જોઈશ.’પોતાના પ્રેરક વક્તવ્યમાં સંસ્થાની, ખાસ કરીને ગામડામાં આવું શિક્ષણનું કાર્ય થાય તેથી ખૂબ રાજીપો વ્યક્ત કરે, ગફુરભાઈ બિલખિયાને એક સાચા ગાંધીજન તરીકે પ્રસંશે, અધ્યાપકોના પરિશ્રમને અભિનંદે, ટૃસ્ટીગણની પીઠ થાબડી , છાત્રોને પ્રેરણા આપી વિદાય લેતાંકહે કે : ‘મેં જે સંસ્થાનું ભૂમિપૂજન કર્યું હોય તેનો વિકાસ થાય એ મને ગમતી વાત છે. મેં રોપેલો છોડ વૃક્ષમાં રૂપાંતર પામે એ જોઈ રાજી થાઉં બાપ. ફરી અચાનક આવીશ-બધું જોઈશ.’
બાપુની વાત સાંભળી આપણને વિચાર આવે કે ખૂબ જ વ્યસ્ત રહેતા, રામકથા માટે દેશ-પરદેશ જતા –આવતા, અનેક સદ્ કાર્યો સાથે સંકળાયેલ પૂ.બાપુ વંડા કૉલેજમાં કોઈને કહ્યા વિના અચાનક થોડા આવી ચડે ! પરંતુ એક સોનેરી સવારે કૉલેજમાં બાપુ અચાનક આવે છે. પોતાની કાર ગેટ પાસે ઊભી રખાવી, કૉલેજ પરિસરમાં ચાલતા કળાય છે, કોઈ સ્વાગત માટે નથી, કોઈએ કશી જાણ કરી નથી. બસ મોરારિબાપુ ચાલતા કૉલેજમાં આવે છે. ત્યારે ઘણા અધ્યાપક વિદ્યાર્થીઓના વર્ગ લેતા હોય છે. બાપુ સીધા જ દરેક ક્લાસરૂમમાં જાય અને વિદ્યાર્થીઓ સાથે વાતો કરે, પછી તો બધા આધ્યાપકોને ખબર પડી. તુરંત અમારી કૉલેજના પ્રમુખશ્રી ડૉ. મગનભાઈને સંદેશ મોકલાતાં તેઓ આવી જાય છે. ત્યાંસુધીમાં પૂ.મોરારિબાપુ બધા ક્લાસમાં જઈ આવીસંસ્થાને નિહાળે છે. વાતો કરે છે. ચહેરા ઉપર સાત્ત્વિક ઊર્જા, ખુશી અમે જોઈ શકીએ છીએ. જતી વેળા ચાલતાં ચાલતાંઅમને કહે: ‘હું ફરી અચાનક બપોરે આવીશ અને આ બધા વિદ્યાર્થીઓ ઘરેથી ટિફિન લઈ આવી અહીં વૃક્ષો નીચે જમે છે તેમ મારે પણ એમની સાથે બેસી જમવું છે, હું તો બધા પાસેથી જમવાનું માગી લઈશ, હુ6 તો સાધુ, મને માગવામાં શરમ શાની?’
ને…. પૂ.મોરારિબાપુ જેમ આવ્યા તેમ અમને ‘આવજો’ કહી ગાડીમાં બેસી જતા રહ્યા. કોઈ પ્રકારના આડંબર વિના, જેમ સહજ માણસ આવે ને સરળ રીતે ભીતરની ઊર્જા આપી જતા રહે એમ. પૂ. નોરારિબાપુએ 30 મિનિટ અમારી કૉલેજની આકસ્મિક મુલાકાત કરી અમને વિસ્મિત કર્યા હતા. અમારી સંસ્થા માટે કાર્યરત રહેવાના અમારા ઉત્સાહમાં વધારો થયો. વિદ્યાર્થીઓને પન પ્રેરણા મળી. લોકશિક્ષક કેવા હોય, જીવંત માનવ કેવા હોય તો તુરંત કહી શકાય પૂ. મોરારિબાપુ જેવા હોય. ****** જી.એમ.બી.કૉલેજ ઑફ આર્ટ્સ, મુ: પોસ્ટ: વંડા, તા. સાવરકુંડલા અમરેલી–364525

Advertisements
વિશે

I am young man of 73+ years

Posted in miscellenous
2 comments on “અખંડ આનંદની પ્રસાદી (માર્ચ2015)
  1. oshrivastava કહે છે:

    संतो में परमहंस मुरारी बापू कोटिश जन के प

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 249,049 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: