યદુવંશનો નાશ

 

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

 

Krishna_dies_with_hunter_arrowયદુવંશનો નાશ

(પાના: 66 થી 72)

મહાભારતની લડાઈ થઈ જવા પછી દ્વારકાના યાદવો તદ્દન મદોન્મત્ત અને નિરંકુશ બની ગયા હતા. એમની સામે લડનાર કોઈ હતું નહિ. એટલે એમની વીરતામાં ઓટ આવી ગઈ હતી. એ લોકો દારૂ પી ઉન્મત્ત બનતા, અને અનેક પ્રકારનાં નઠારાં વ્યસનો, તેમ જ મન ને શરીરની પાયમાલી કરનાર ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેતા હતા.

એક વેળા મહર્ષિ નારદ, વિશ્વામિત્ર તથા કણ્વ મુનિ શ્રીકૃષ્ણનાં દર્શન માટે દ્વારકા આવ્યા હતા. યાદવકુળના કુમારો વિવેકવિચારને તજી એટલી હદે મૂર્ખ બન્યા હતા કે તેમને આવા પવિત્ર ને પૂજ્ય મહર્ષિઓની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી.

એમણે કૃષ્ણના પુત્ર સામ્બને સ્ત્રીનો પોષાક પહેરાવ્યો. એને ઋષિઓની પાસે લઈ ગયા ને મશ્કરીમાં પૂછ્યું: “મહારાજ, આ સ્ત્રી સગર્ભા છે. એને પુત્ર અવતરશે કે પુત્રી, તે જરા કહો તો ?”

ઋષિઓ સમજી ગયા કે અવિચારી છોકરાઓ એમની ઠઠ્ઠામશ્કરી કરે છે. તેઓ ક્રોધે ભરાઈને બોલ્યા: “ઉદ્ધત છોકરાઓ ! એના પેટમાંથી જે પેદા થશે તે વડે તમારા આખા યાદવકુળનો નાશ થશે !”

બીજે દિવસે સામ્બના પેટમાંથી એક મુસળ (સાંબેલું) પેદા થયું ! શ્રીકૃષ્ણની આજ્ઞાથી એનાચૂરેચૂરા કરી એને સમુદ્રના જળમાં નાખી દેવામાં આવ્યું.

દિવસે દિવસે યાદવોનો દારૂ પીવાનો છંદ વધ્યે જતો હતો. એટલે એમાંથી એમનો નાશ થશે એમ ધારી શ્રીકૃષ્ણે દ્વારકામાં દારૂ પીવાની બંધી કરી; પણ યાદવો એમા ગાંઠે એવા ન હતા.

એક વાર એક પર્વણી ઉપર બધા યાદવો દરિયાકિનારે પ્રભાસપાટણ આગલ એકઠા થયા. ત્યાં શ્રીકૃષ્ણ, બળરામ વગેરે વડીલોનીકાંઈ પણ આમન્યા સિવાય હદબાર દારૂ પી છાકટા બન્યા. શ્રીકૃષ્ણે એમને બહુ વાર્યા પણ તેઓએ કોઈનું કશું સાંભળ્યું નહિ.

દારૂનું પરિણામ જે આવવું ઘટે તે જ આવ્યું. હદ ઉપર દારૂ પીવાથી ખુમારીમાં કૃતવર્મા ને સાત્યકિ ચડભડી ઊઠ્યા. ચડભડાટ ઉપરથી ગાળાગાળી, ને ગાળાગાળી ઉપરથી મારામારી ઉપર વાત આવી ગઈ. સાત્યકિએ ક્રોધમાં આવી કૃતવર્માનું માથું કાપી નાખ્યું. કૃતવર્માના પક્ષના માણસો સાત્યકિ ઉપર તૂટી પડ્યા. એ જોઈ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ને એમના પર હલ્લો કર્યો. જોતજોતામાં ભયંકર લડાઈ મચી રહી. સાત્યકિ ને પ્રદ્યુમ્ન પણ માર્યા ગયા.

એક પછી એક બધા યાદવો આપસાઅપસમાં લડીને મરણ પામ્યા. યાદવોની લાશોના પ્રભાસતીરે જોતજોતામાં ઢગલા થઈ ગયા. ઋષિઓ અને ગાંધારીનો શાપ આ રીતે ફળ્યો !

સૌ યાદવોનો નાશ થતો ભગવાન શ્રીકૃષ્ણ જોઈ રહ્યા. એમણે પોતાના સારથિ દારુકને અર્જુનને બોલાવી લાવવા હસ્તિનાપુર મોકલ્યો ને અર્જુનને નિરાધાર બનેલી યાદવ-સ્ત્રીઓનું રક્ષણ કરવા સંદેશો કહાવ્યો.

શ્રીકૃષ્ણ મોટા ભાઈની શોધમાં ચાલ્યા. બળરામ એક જગાએ એક મોટા ઝાડને છાંયડે સમાધિ ચડાવીને બેઠા હતા. કૃષ્ણે તેમને ત્યાં જ રાહ જોવાનું કહ્યું ને પોતે પાછા દ્વારકા ગયા.

દ્વારકા જઈ શ્રીકૃષ્ણ પિતા વસુદેવને મળ્યા. યાદવકુળના સર્વનાશની બધી વાત કહી. અર્જુન આવે ત્યાં લગી દ્વારકામાં જ રહેવા વિનંતી કરી. હવે પૃથ્વી ઉપરનું મારું કર્તવ્ય પૂરું થયું છે, એમ કહી શ્રીકૃષ્ણ પાછા પ્રભાસપાટણ આવ્યા.

તે અરસામાં બળરામે તો પ્રાણ તજી દીધા હતા. શ્રીકૃષ્ણ ઉદાસ ચિત્તે

આમતેમ વનમાં ફરવા લાગ્યા. જગતમાં અવતાર ધારણ કરી કરવા જેવાં બધાં કામ એમણે પૂરાં કર્યાં હતાં. હવે સ્વર્ગમાં જવાની જ વાર હતી.શ્રીકૃષ્ણ થાક્યાપાક્યા જંગલમાં ઝાડને છાંયડે આડા પડ્યા. એમણે ઘૂંટણ ઉપર પગ ચડાવ્યો હતો, ને થોડી વાર આરામ લેવા હાથનું ઓશીકું કરી આડા પડ્યા હતા.

જંગલમાં એક પારધિ શિકારની શોધમાં આમતેમ ભટકતો હતો. એણે દૂરથી શ્રીકૃષ્ણને સૂતેલા જોયા. કોઈ હરણ ઊભું છે એમ ધારી તાકીને તીર માર્યું. તીર શ્રીકૃષ્ણના પગના તળિયામાં સીધું પેસી ગયું. પગમાંથી લોહીની ધારા વહી રહી. જગદવંદ્ય મહાત્મા ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી ઉપરની પોતાની લીલા સમેટી પ્રાણ તજી સ્વર્ગમાં ગયા.

હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણના સારથિ દારુકને મોંએ યાદવકુળના નાશની વાત સાંભળી અર્જુન વહેલોવહેલો દ્વારકા ગયો. દ્વારકાનાં રૂપરંગ આજ ફરી ગયાં હતાં. સોના સરખી રમણિય દ્વારકા આજ સ્મશાનસમી બની ગઈ હતી. દ્વારકામાં એકે યુવાન નજરે પડતો નહોતો. ભગવાન શ્રીકૃષ્ણ અને બળરામના સ્વર્ગવાસના સમાચાર પણ એણે સાંભળ્યા. વસુદેવ માત્ર અર્જુનના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એમનું હૈયું ભાંગીને ભૂકો થઈ ગયું હતું. અર્જુનની સામે જ એમણે પણ પ્રાણ તજી દીધો. વીર અર્જુન આ બધો ઉત્પાત જોઈ રડી પડ્યો.

આખરે ભગવાન શ્રીકૃષ્ણના દૌહિત્ર વજ્રને તથા બચી ગયેલી સર્વ યાદવ—સ્ત્રીઓને સાથે લઈ લીધી. મરણ પામેલાંની શ્રાદ્ધક્રિયા વગેરે કરી અર્જુન એ સૌને લઈ હસ્તિનાપુર જવા નીકળ્યો.

રસ્તામાં અર્જુન ઉપર આજુબાજુના નિર્જન પ્રદેશના લૂટારાઓએ હલ્લો કર્યો. અર્જુને ક્રોધમાં આવી ગાંડિવનો ટંકાર કર્યો ને ધનુષ ઉપર બાણ ચડાવ્યાં. પણ અફસોસ ! એ બળવાન યોદ્ધાની નજર સામે લૂટારાઓ યાદવ-સ્ત્રીઓને લઈને નાસી ગયા ! અર્જુન ફાટી આંખે આ વિચિત્ર બનાવ જોઈ રહ્યો. એનું કશું ન ચાલ્યું. માટે જ આપણામાં કહેવત પડી કે :

“સમયસમય બળવાન હૈ,

નહિ મનુષ્ય બળવાન.

કાબે અર્જુન લૂંટીઓ,

વો હી ધનુષ, વો હી બાણ.”

આખરે બાકી રહેલી યાદવ—સ્ત્રીઓને લઈ એ હસ્તિનાપુર આવ્યો. મહર્ષિ વ્યાસની પાસે જઈ ઉદાસ ચિત્તે અર્જુને બધી વાત કહી.

વ્યાસે સલાહ આપી: “ બેટા, એમાં શોક કરવાનું કારણ નથી. પૃથ્વી ઉપર પરમાત્માએ તારે હાથે જ જે કામો કરવાનાં નક્કી કર્યાં હશે તે પૂરાં થઈ ગયાં છે. હવે તું વૃદ્ધ થયો. હવે આગળની શક્તિ ન રહી એનો શોક શું કામ કરવો? હવે સ્વર્ગયાત્રાની તૈયારી કરો.”

અર્જુને સંસાર તજી દેવાની પોતાની ઈચ્છા ધર્મરાજને જણાવી. પાંચે ભાઈઓની એ જ સલાહ થઈ. દ્રૌપદી પણ હિમાળે હાડ ગાળવા સાથે આવવા તૈયાર થઈ.

અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને ભરતખંડનું રાજ્ય સોંપી પાંડવો વનમાં જવા નીકળ્યા.

અશ્વમેઘ યજ્ઞનો કથાભાગ મહાભારતના ચૌદમા અશ્વમેઘ પર્વમાં આવે છે. વનમાં આશ્રમ બાંધીને રહેલા ધૃતરાષ્ટ્ર, કુંતા, ગાંધારી વગેરેને પાંડવો મળવા ગયા એ કથાભાગનું વર્ણન (પંદરમા) આશ્રમવાસિક પર્વમાં આવે છે.સોળમા પર્વને મોસલ પર્વ કહે છે, ને તેમાં યાદવકુળના નાશની કથા વિસ્તારથી વર્ણવી છે. પાંડવો હિમાલય તરફ સ્વર્ગયાત્રાની તૈયારી માટે મહાપ્રસ્થાન કરી ગયા, તે કથાભાગને મહાપ્રસ્થાનિકપર્વ નામના સત્તરમા પર્વમાં વર્ણવ્યો છે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: