ધર્મરાજ્યની સ્થાપના

 

mahabharata1

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

(પાના: 50 થી 55)

વિદુર ધૃતરાષ્ટ્ર વગેરેની આજ્ઞાથી પાંડવોએ તે પછી બધા મરણ પામેલા વીરો ના શબને અગ્નિસંસ્કાર કર્યા. અનેક સ્ત્રીઓના દયાજનક વિલાપથી યુધિષ્ઠિરની છાતીમાં જાણે શૂળો ભોંકાતી હતી. હતી. કોઈનો પિતા, કોઈનો પુત્ર, કોઈનો ભાઈ, કોઈનો વાગ્દાન પામેલો પતિ, એમ દરેક સ્ત્રીનાં કોઈને કોઈ સગાના મરણ માટેના વિલાપ કાળજું કંપાવી મૂકે એવા ભયંકર હતા.

મહાભારતકથામાં દ્રૌપદીના સૂતેલા પુત્રોને અશ્વત્થામાએ હણી નાખ્યા, એ કથાપ્રસંગ સૌપ્તિક પર્વને નામે ઓળખાય છે. તે પછી કૌરવસ્ત્રીઓ કુરુક્ષેત્રમાં આવી અને એમના વિલાપથી બધે હાહાકાર મચી રહ્યો. એ કથાપ્રસંગને “સ્ત્રીપર્વ”ને નામે ઓળખવામાં આવે છે.

પાંડવોએ મોટી મોટી ચિતાઓ ખડકી ને એક પછી એક શબને અંદર હોમવા માંડ્યાં, ચિતાની જ્વાળાઓ આકાશને અડવા લાગી. થોડા વખતમાં તમામ શબની રાખ થઈ .

દેન દઈને સૌ પાછાં નદીકિનારે આવ્યા. બધાની તર્પણક્રિયા વિધિપૂર્વક થવા લાગી.

આંસુભરી આંખે કુંતીમાતા યુધિષ્ઠિરને કહેવા લાગ્યાં : “બેટા, કર્ણને તું ખાસ તર્પણ આપજે.”

“કેમ, મા ?”

“એ તારો મોટો ભાઈ હતો.” એમ કહી કુંતાએ લાજ—શરમ છોડી નીગળતે આંસુએ કર્ણની બધી કહાણી કહી સંભળાવી.

યુધિષ્ઠિરનુ6 શરીર ને મન લડાઈના વિજય પછી સગાં-સંબંધીઓના વિલાપથી અકળાઈ ગયું હતું, તેમાં આ સમાચાર સાંભળીને તો એમના સંતાપનો પાર ન રહ્યો. તે બબડી ઊઠ્યા: “ધિક્કાર છે આ વિજયને; કર્ણને હણતાં એને રાજ્ય સોંપી અમે વનમાં જતા રહ્યા હોત તો પણ સારું થાત.”

યુધિષ્ઠિરનું હૈયું ભરાઈ આવેલું જોઈ કુંતાએ એમને ઘણો દિલાસો દીધો. પણ આજ એમના હૈયામાં એટલી ભયાનક શોકની જ્વાળાઓ સળગતી હતી કે એમના જીવને કશાથી ચેન ન પડ્યું.

વખત વખતનું કામ કર્યે જાય છે. મહાભારતના યુદ્ધને પણ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા ને એની અસર ધીમેધીમે ઓછી થવા લાગી. બધું ધીમેધીમે વ્યવસ્થાસર ચાલવા માંડ્યું હતું.

હવે રાજ્યાભિષેકનો પ્રસંગ આવી લાગ્યો.

યુધિષ્ઠિરનું હૈયું વખતના વહેવા સાથે શાંત થયું ન હતું. એમણે રાજગાદી ઉપર બેસવા ના પાડી, ને અર્જુનને રાજ્ય સોંપી પોતે વનમાં જવા ઈચ્છા દર્શાવી !

સૌ સગાંને બોલાવી યુધિષ્ટિર બોલ્યા: “આ રાજ્ય ઉપર મને ભારે તિરસ્કાર આવ્યો છે. સર્વ હિત-સંબંધીઓ, સગાવહાલા વગેરેને મારીને મેળવેલા આ રાજ્યમાં હું કશું સુખ જોઈ શકતો નથી. શું હિંસા કરી માણસ કદી સુખી થઈ શકે? હે ભગવાન, એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે કેવલ અહિંસાથી જ જગતનાં વેર-ઝેર શાંત કરવાનો કીમિયો શોધાશે? આપણા આ રાજ્યલોભને પરિણામે કેટલીય માતાઓના ખોળા સૂના થયા, કેટલીય નવજુવાન સ્ત્રીઓ સૌભાગ્ય વગરની બની,ને કેટલાય ઘરના એકના એક દીકરાના મોતથી તાળાં વસાયાં છે. અરેરે ! મેં તો મારો ભવ બગાડ્યો ને આ ભયંકર નરહિંસાથી પરલોક પણ બગાડ્યો ! ”

ભાઈઓએ યુધિષ્ઠિરને અનેક પ્રકારના બોધવચનો કહી દિલાસો દેવા પ્રયત્ન કર્યો. દ્રૌપદીએ પણ જુસ્સાદાર વાણીમાં રાજ્યધર્મની વ્યાખ્યા કરી બતાવી. કૌરવો એમના જ પાપે હણાયા છે, એ સમજાવ્યું ને રાજકારભાર સંભાળી લેવા આગ્રહપૂર્વક આજીજી કરી.

પણ યુધિષ્ઠિરના મનનું સમાધાન ન થયું. એમને સંસાર ઉપર વધારે ને વધારે અણગમો થવા લાગ્યો.

એક દિવસ મહર્ષિ વેદવ્યાસ આવ્યા. એમણે બહુ દાખલા દલીલો સાથે ધર્મરાજને ખોટો શોક છોડી દઈ ક્ષત્રિયધર્મનું પાલન કરવા ઉપદેશ દીધો.

શ્રીકૃષ્ણે પણ યુધિષ્ઠિરને કહ્યું : “તમે આ ખોટો મોહ તજી દો. તમારા ભાઈઓ, મિત્રો અને પત્ની વગેરે તરફની ફરજ પણ વિચારો, અને હવે વધારે વિચાર ન કરતાં શુભ મુહૂર્તમાં હસ્તિનાપુરમાં વિજયપ્રવેશ કરો. મહર્ષિ વેદવ્યાસની સલાહ તદ્દન વાજબી છે. મારી પણ એ જ સલાહ છે.”

આખરે ધર્મરાજે સૌનું કહેવું કબૂલ કર્યું, અને એક શુભ દિવસે મંગળ મુહૂર્તે સર્વ સગાંસંબંધી અને પરિવાર સાથે ધામધૂમથી હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.

વિધિપૂર્વક ધામધૂમથી ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. હસ્તિનાપુરના ગાદીને ભારે મારનાર અધર્મીઓ અને પાખંડીઓના દોરદમામનો આજે અંત આવ્યો. ન્યાય અને ધર્મનું રાજ્ય સ્થાપ્યું. આખા ભારતખંડમાં આનંદ આનંદ થઈ રહ્યો.

રાજગાદી મળી કે તરત યુધિષ્ઠિરે આખા દેશમાં ધર્મ ને ન્યાય—નીતિનો ડંકો વગાડી દીધો. જોખમદારીવાળી જગાઓ ઉપર પ્રજાનું મનરંજન કરી સીધા રાહ પર ચાલે એવા આબરૂદાર કર્મચારીઓ નીમવામાં આવ્યા. ભીમસેનને યુવરાજપદ આપવામાં આવ્યું. મહાત્મા વિદુરને મુખ્ય મંત્રી નીમવામાં આવ્યા. અર્જુનને યુદ્ધ અને સુલેહ ખાતાનો પ્રધાન બનાવવામાં આવ્યો. નકુળને સેનાનાયક અને સહદેવને અંગરક્ષકોના વડા અધિકારીપદે નીમ્યો. દેવસેવાનુ6 કામ પુરોહિત ધૌમ્યમુનિને સોંપાયું. અને એ બધા વડા અમલદારોને સખત તાકીદ કરી કે કોઈ પણ કામ વડીલ કાકા ધૃતરાષ્ટ્રને પૂછ્યા વગર કરવું નહિ. એ કહે એ મુજબ જ રાજ્યની વ્યવસ્થા ચલાવવી.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 266,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: