ગાંધારીનો શાપ

ગાંધારીનો શાપ

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

 

મહાભારતના અઢાર દિવસના મહાયુદ્ધમાં કૌરવ અને પાંડવોની અઢાર અક્ષૌહિણી જેવડી જંગી સેનાનો નાશ થઈ ગયો. પૃથ્વી વીરો વગરની બની ગઈ એમ કહીએ તો પણ ચાલે, કાર

ણ આ યુદ્ધમાં દુનિયાના ઘણા ઘણા ભાગના નામીચા લડવૈયાઓએ ભાગ લીધો હતો ને એ સૌ માર્યા ગયા હતા.

આજે ઘેરઘેર શોક અને સંતાપની ઝડીઓ વરસી રહી છે. સૌથી વધારે દિલગીરી ધૃતરાષ્ટ્રને ઘેર વ્યાપી રહી છે. જેનો એક પુત્ર મરી જાય તેના માબાપ ગાંડાં સરખાં બની જાય છે, તો જે માતાપિતાના જુવાનજોધ જેવા સો પુત્રો અઢાર દિવસના યુદ્ધમાં મોતના મોંમાં જતા રહ્યા એમના સંતાપની શી વાત કરવી?

વારંવાર માથું પછાડતા ધૃતરાષ્ટ્રને, આંખમાં આંસુ સાથે મહાત્મા વિદુર દિલાસો દેતા.કેમે કર્યું ધૃતરાષ્ટ્ર ને ગાંધારીનું રૂદન બંધ થતું ન હતું.

એ ઉપરાંત બધા મરણ પામેલા સગાસંબંધીઓનાં દહનની અને તર્પણની ક્રિયા પન કરવી જોઈએ, એટલે વિદુરજી કૌરવોની સર્વ વિધવા પુત્રવધુઓ તથા માતા ગાંધારીને લઈ કુરુક્ષેત્રમાં ગયા. ધૃતરાષ્ટ્રપણ સાથે ગયા.

હસ્તિનાપુરના નગરવાસીઓની છાતી આ શોક-સરઘસ જોઈ ફાટી જતી હતી. જે કૌરવ-કુળવધુઓનાં દર્શન સૂર્યદેવને પણ દુર્લભ હતાં. જે રાજલક્ષ્મીઓની તહેનાતમાં હોકારા દેતાં હજારો દાસદાસીઓ હાજર રહેતાં, જે નવજુવાન રૂપસુંદરીઓની ચારે બાજુ વિલાસ ને વૈભવનાં સાધનો ભર્યાંપૂર્યાં રહેતાં, એ કૌરવોની કામિનીઓ આજ આખડતી, રખડતી, રઝળતી ભારે દયામણા વેશમાં જમીન ઉપર ચાલતી કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં જતી હતી ! લડાઈ સૌથી ભયંકર ને ભૂંડી ચીજ છે એ વાત હસ્તિનાપુરનાં નગરજનોનાં હૈયામાં આજના બનાવથી જિંદગીભર કોતરાઈ રહી.

પાંડવો, યુયુત્સુ,સાત્યકિ અને શ્રીકૃષ્ણને લઈ ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા. કૌરવ-સ્ત્રીઓના હ્રદયભેદક વિલાપથી યુધિષ્ઠિરને ભારે દુ:ખ થયું.દ્રૌપદી પણ પાંચાલ સ્ત્રીઓની સાથે આવી હતી. તેનું હૈયું પણ ભરાઈ આવ્યું, ને એ પણ છૂટે મોંએ રડવા લાગી. લડાઈ લડીને કોઈને હૈયામાં આજ આનંદ નહોતો રહ્યો.

પાંચે ભાઈઓએ ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા. પહેલાં તો ધૃતરાષ્ટ્રીમની સાથે એક અક્ષર બોલવાની ના પાડી, પન આખરે શ્રીકૃષ્ણની સમજાવટથી એ શાંત થયો. સૌને આશીર્વાદ દીધા.

થોડી વાર રહી ધૃતરાષ્ટ્રબોલ્યો: “બેટા ભીમ, તું ક્યાં છે ? મારે તને મળવું છે.”

શ્રીકૃષ્ણે ભીમના જ જેવડું ને એના જ આકારનું મોટું લોઢાનું પૂતળું તૈયાર કરાવ્યું હતું. ધૃતરાષ્ટ્ર પૂતળાને ભીમ સમજીને ભેટ્યો ને જોરજોરથી ચૂડ ભરાવી કે એ પૂતળાના ભાંગીને ભુક્કા થઈ ગયા !

ધૃતરાષ્ટ્રના મનનો મેલ જોઈ પાંડવો તો અજાયબીથી આભા બની ગયા.

આખરે ધૃતરાષ્ટ્ર રડી પડ્યા, ને બોલ્યા: “અરેરે ! બેટા ભીમ ! પુત્રોના શોકના આવેશમાં તને મારી નાખ્યો ! મારી દુષ્ટતાને ધિક્કાર છે !”

શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રને બધો ખુલાસો કર્યો. એના મનમાંથી હવે પાપ નીકળી ગયું હતું. પાંડવોને હવે એ સંતોષથી સાફ દિલે ભેટ્યો.

ધૃતરાષ્ટ્રના મનને શાંત કરી સૌને લઈને શ્રીકૃષ્ણ ગાંધારીની પાસે ગયા. ને એને પ્રણામ કર્યાં.

ભીમનુ6 હૈયુ6 પણ ભરાઈ આવ્યું. જે બળવાન વીરે ક્રોધથી ઉન્નત બની કૌરવોને રણમાં રોળી નાખ્યા એ મહાવીર એક અબળાની દુર્દશા જોઈ આજે અકળાઈ ઊઠ્યો. માતા ગાંધારીના પગમાં માથું નાખી એ ગળગળે સાદે બોલ્યો : “માતા વંદન ! મેં તમારા પુત્રોને માર્યા છે. હું તમારો ભારે અપરાધી છું. મને જે યોગ્ય લાગે તે દંડ આપો. માતા ! તમારું દુ:ખ આજ મારાથી જોયું જતું નથી.”

ગાંધારી સૂકા અવાજે બોલી : “બેટા, મારા સો દીકરામાંથી એકાદ પણ જીવતો રહ્યો હોત તો અમ આંધળાની આંખ સમાન ગણી મન વાળત. પણ, તારો શો દોષ? તમે હવે સુખી રહો એ જ મારી આશિષ છે, હવે તો મારે તમને જ પુત્ર માનીને સંતોષ લેવાનો છે.”

ગાંધારીએ પાંચે પાંડવોને તો આશીર્વાદ દીધા, પણ સારસીની જેમ વિલાપ કરતી કૌરવ-કુળવધુઓને જોઈ એનો ગુસ્સો વધી ગયો. સર્વ કારસ્થાનના મૂળ શ્રીકૃષ્ણને ગાંધારી કહેવા લાગી : “હે શ્રીકૃષ્ણ, તમે જ પાંડવ-કૌરવોની લડાઈમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો છે. તમે લડાઈમાં ન ભેળાવાનો દંભ કરી, લડાઈમાં ધર્મ કે અધર્મની પરવા કર્યા વગર કાવતરાં રચી અમારા આખા કૌરવકુળનો સંહાર કરાવ્યો છે. મારા મનને હું બહુ વારુ છું પણ તમારા ઉપર તો મારો ક્રોધ કેમે કર્યો ઓછો થતો નથી. કકળતી આંતરડીઓ પોકારે છે કે જેમ મારી પુત્રવધુઓ આજે વિલાપ કરે છે, તેમ એક દિવસ તમારા આખા કુળનો નાશ થશે, ને યાદવકુળની સ્ત્રીઓ આવી રીતે પોકેપોક મૂકી રોશે !”

શ્રીકૃષ્ણ હસતા હસતા બોલ્યા: “માતા, તમારો શાપ હું માથે ચડાવું છું. પુત્રશોકથી આજ તમારા હૈયામાં ભારે ગમગીની પેદા થઈ છે તે હું સમજી શકું છું. યાદવોની સત્તાનો દોર તોડનાર આજ ભારતવર્ષમાં કોઈ છે નહિ, એટલે એમનો દોરદમામ એમના પોતાના કલહથી તૂટવાનો છે. એટલે આપનો શાપ ફળશે જ. એમાં તમે ને હું શું કરીશું?”

ગાંધારીની વિદાય લઈ પાંડવો કુંતામાતા પાસે ગયા.કુંતાને પાંચે પુત્રોને સાજાસમા આવેલા જોઈ હરખ થયો. પન દ્રૌપદીને જોતા6 જ એમનો હરખ શોકમાં પલટાઈ ગયો. દ્રૌપદી રડતી રડતી બોલી: “માતા, મારા પાંચે પુત્ર ને સુભદ્રા દેવીનો પુત્ર-બધા રણમાં રોળાઈ ગયા !”

દ્રૌપદી રડી પડી. એનો ડૂમો માય નહિ.

કુંતાની આંખમાંથી પન આંસુની ધારા ચાલી.

આખરે ગાંધારી બોલી : “દ્રૌપદી, બેટા, ક્ષત્રિયાણીઓ પુત્રોને જન્મ આપે છે તે દાભને સાથરે સૂઈ દેહ તજવા નહિ. ક્ષત્રિયજાયા તો રણમાં જ રોળાય. હશે બેટા, શાંત થા.”

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: