અશ્વમેઘયજ્ઞ અને પરીક્ષિતનો જન્મ

Mahabharat-kurukshetra-war-kauravas-pandavas

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

(પાના: 56 થી 63)

અશ્વમેઘયજ્ઞ અને પરીક્ષિતનો જન્મ

વખત વખતનું કામ કર્યે જાય છે. એ કોઈના માટે થોભતો નથી. ધર્મરાજની સ્થાપના થયાને પણ દિવસો વીતવા લાગ્યા.

એટલામાં સૂર્ય ઉત્તરાયણના થવાની વેળા આવી લાગી.(મકરસંક્રાતિ ઉપર સૂર્ય ઉત્તરાયણના થાય છે.) યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને બીજા લોકોને લઈ ભીષ્મ પિતામહની બાણશય્યા આગળ એમનાં દર્શન અને ઉપદેશ માટે ગયા.

કુરુક્ષેત્રના મહાયુદ્ધ પછી ધર્મરાજ્યની સ્થાપના લઈ એ કથાભાગને શાંતિપર્વ કહેવામાં આવે છે. તે પછી ભીષ્મની પાસે યુધિષ્ઠિર ગયા, ને ભીષ્મે એમને રાજ્યનીતિ, ધર્મ, ન્યાય, વગેરેનો ઉપદેશ આપ્યો એ ભાગને અનુશાસન પર્વ કહેવામાં આવે છે.

શ્રીકૃષ્ણે ભીષ્મને પ્રણામ કરીને કહ્યું: “કુરુશ્રેષ્ઠ, ગુરુ, દાદા, ભાઈ, ભાંડુ વગેરેને મારવામાં પોતે નિમિત્ત થયા તે માટે યુધિષ્ઠિરને બહુ સંતાપ થાય છે. એમની ચિંતા આપ મટાડો.”

ભીષ્મપિતામહ બોલ્યા: “એમાં ચિંતા શા માટે કરવી? યુધિષ્ઠિરે સાચા ક્ષત્રિયની માફક રણભૂમિમાં જ સૌનો નાશ કર્યો છે. ચોરીછૂપી ને દગાફટકાથી કોઈને ઘરબેઠાં માર્યા નથી. યુદ્ધ તો ક્ષત્રિયપુત્રનો ધર્મ જ છે. ”

“વળી યુદ્ધ કરી જીતેલી પૃથ્વી ઉપત ઉત્તમ રીતે રાજ્ય કરવું એ હવે તમારું પરમ કર્તવ્ય છે. રાજધર્મ ક્ષત્રિયો માટે સૌથી ઉત્તમ ધર્મ છે. નીતિ ને ધર્મથી ચાલી પ્રજાનું મનરંજન કરી રૂડી રીતે રાજ્ય કરવાથી આ દુનિયામાં તમને યશ મળશે, ને પરલોકમાં સદ્ ગતિ થશે. ”

ભીષ્મે એ ઉપરાંત યુધિષ્ઠિરને અનેક પ્રકારનો ઉપદેશ આપી એમનો સંદેહ દૂર કર્યો. યુધિષ્ઠિરરાજી થયા. હવે ભીષ્મપિતામહનો અંતકાળ નજીક છે એટલે એમના ઉપદેશનો જેટલો લાભ લેવાય એટલો લેવો એવો વિચાર કરી ધર્મરાજે એમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા, ને ભીષ્મે એના યોગ્ય ખુલાસા કર્યા. ભીષ્મના ઉપદેશવાળો મહાભારતનો કથાભાગ બહુ ઉત્તમ છે, પણ આ ચોપડી તેનું વર્ણન કરવાનું સ્થાન નથી. બાળકો મોટાં થાય ત્યારે એ ભાગ જરૂર વાંચે એવી ભલામણ છે.

ભીષ્મે યુધિષ્ઠિરને ઘણા દિવસો લગી ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપ્યો. એક દિવસ તેમણે કહ્યું, “ પુત્ર, હવે તું જઈને રૂડી રીતે રાજ્ય ચલાવ. હવે સૂર્ય ઉત્તરાયણના થવાને થોડાક દિવસ ખૂટે છે. તે વેળા તમે બધા અહીં આવજો.”

ઉત્તરાયણના સૂર્ય થયાનો સમય આવી લાગ્યો એટલે યુધિષ્ઠિર સૌ ભાઈઓ અને પરિવાર સાથે ભીષ્મપિતામહ પાસે આવ્યા. સાથે અંધ ધૃતરાષ્ટ્, મહાત્મા વિદુર, સાત્યકિ અને શ્રીકૃષ્ણ વગેરે પણ હતા.

જોતજોતમાં ભીષ્મે સૂચના આપી કે હવે હું મારો પ્રાણ તજવાની તૈયારીમાં છું. ભીષ્મે આનંદપૂર્વક પ્રાણત્યાગ કર્યો. આકાશમાંથી દેવતાઓએ એમના ઉપર ફૂલોનો વરસાદ વરસાવ્યો. એમના શબનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.

યુધિષ્ઠિર રૂડી રીતે રાજ્ય કરતા હતા . એમને સૌએ સલાહ આપી કે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ, ને એ રીતે પાંડવોની શ્રેષ્ઠતાનો સૌને જાણ થવી જોઈએ.

યુધિષ્ઠિર યજ્ઞ કરવા તો રાજી હતા. પણ એ કામમાં બહુ વિઘ્નો નડવાનો સંભવ હતો. એ ભારે મહેનતનું કામ હતું. વળી એમાં ખર્ચ પણ થવાનો હતો. આ બધી ચિંતાથી યુધિષ્ઠિર ઘેરાયેલા હતા. ત્યાં મહર્ષિ વેદવ્યાસે આવી ધર્મરાજને સૂચના આપી કે “રાજા મરુતનું પુષ્કળ સોનું ને ધન હિમાલય ઉપર પડી રહેલું છે. તે લઈ આવો, ને આનંદથી યજ્ઞ કરો. ”

પાંચે પાંડવો પોતાનાં લશ્કર લઈ હિમાલય પહાડ ઉપર ગયા. ત્યાંથી પડી રહેલું સઘળું ધન એકઠું કરી જનાવરોની પીઠ પર લાદી હસ્તિનાપુર પાછા આવ્યા.

પાંડવો હિમાલય બાજુ ગયા તે વેળા અભિમન્યુની પત્ની ઉત્તરાને એક મરેલો પુત્ર સાંપડ્યો. શ્રીકૃષ્ણને અશ્વત્થામા સાથે થયેલી ગોઠવણની ખબર હતી અને આવો પ્રસંગ બનશે એમ પણ જાણતા હતા એટલે તે પ્રસંગે તે હાજર હતા.

પાંડવ-કુળની એક માત્ર આશારૂપ એ બાળકને મરેલો અવતરેલો જોઈ આખા કુટુંબમાં હાહાકાર વરતી રહ્યો. પણ શ્રીકૃષ્ણે પોતાનાઆશીર્વાદ અને પ્રભાવથી એ બાળકને સજીવન કર્યો. એ બાળકપુત્રનું નામ પરીક્ષિત પાડ્યું. પાંડવો પાછા ફર્યા ત્યારે તેમને આ શુભ સમાચાર મળવાથી પુષ્કળ આનંદ થયો.

અશ્વમેઘ યજ્ઞમાં સુંદર બળવાન ઘોડો છૂટો મૂકવાનો હોય છે. ઘોડો દેશદેશાંતરમાં ફરે પણ કોઈ તેને પકડી ન શકે. જો પકડે તો તેની સાથે અશ્વમેઘ યજ્ઞ કરનારે લડાઈ કરવી પડે, ને ઘોડો પકડનારને હરાવી ઘોડો છોડાવવો પડે. એ રીતે બધેથી ઘોડો સલામત પાછો આવે એટલે અશ્વમેઘ યજ્ઞ કરનારની આખા દેશ ઉપર આણ ફરે. પછી યજ્ઞની બાકીની વિધિ થાય.

પાંડવોએ એક ઉત્તમ પ્રકારનો પંચકલ્યાણી જાતનો ઘોડો પસંદ કર્યો ને તેને છૂટો મૂક્યો. તેની સાથે બાણાવળી અર્જુનમોટું લશ્કર લઈને રવાના થયો. જ્યા6 જ્યાં ઘોડાને પકડ્યો ત્યાં ત્યાં અર્જુને પકડનારની સાથે યુદ્ધ કરી તેમને હરાવ્યા હતા. પણ એક ઠેકાણે બહુ ભારે મુસીબત નડી.

અર્જુન અગાઉ દેશાટન કરવા નીકળી પડ્યો ત્યારે મણિપુર જઈ ચડ્યો હતો. તે ત્યાં ઉલૂપિ નામની નાગકન્યા સાથે પરણ્યો હતો; તે વાત વાચકોને યાદ હશે. અર્જુન તો ઉલૂપિને મણિપુરમાં જ રાખી રવાના થયો હતો, પણ એને બબ્રુવાહન નામનો એક પરાક્રમી પુત્ર જન્મ્યો હતો. હાલ મણિપુરમાં બબ્રુવાહન રાજ્ય કરતો હતો.

અર્જુન ઘોડો લઈને આવે છે. એ સમાચાર સાંભળી બબ્રુવાહનને આનંદ થયો. એણે પિતાનો સત્કાર કરવા પુષ્કળ ધન અને બીજી સામગ્રી સાથે માણસો મોકલ્યા.

અર્જુને તિરસ્કારથી બધી ચીજો પાછી વાળી અને કરડાકીમાં કહ્યું: “બબ્રુવાહન મારો પુત્ર ! એ આવો વેપારી વાણિયા જેવો હોય? મારી સાથે યુદ્ધ કરી પોતાનું

પાણી બતાવવાને બદલે અર્જુનનો પુત્ર આવા વાણિયાવેડા કદી કરતો હશે ?”

પિતાનાં આ વચનોથી બબ્રુવાહનને રોમરોમ જ્વાળા સળગી, એણે યુદ્ધને માટે કમર કસી, ને યજ્ઞનો ઘોડો બાંધ્યો.

અર્જુને બબ્રુવાહનને યુદ્ધનું કહેણ મોકલ્યું.

બબ્રુવાહને એ કહેણ સ્વીકાર્યું, ને પોતાની સેના લઈ પિતાની સામે લડવા રણમેદાનમાં આવ્યો.

બબ્રુવાહને લડાઈમાં પોતાનો પરચો અર્જુનને બરાબર બતાવ્યો. એણે તીખી ધારવાળું એક જોરદાર બાણ અર્જુનની છાતીમાં તાકીને માર્યું. અર્જુન ઘાયલ થયો અને ભાન ભૂલી ઢળી પડ્યો.

અર્જુને પન ક્રોધમાં આવી બબ્રુવાહન ઉપર અસંખ્ય બાણો છોડ્યાં હતાં, ને બબ્રુવાહનની માતા રણમેદાનમાં આવી. દેખાવ જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું. અર્જુનના રથ આગળ જઈ એ ચકરી ખાઈ ધરતી ઉપર ઢળી

પડી.

એટલામાં બબ્રુવાહન જુવાન એટલે સચેત થયો. માબાપની મૂર્છા જોઈ એને ખૂબ લાગી આવ્યું. સારા સારા વૈદ્યોને બોલાવી એણે બંનેની માવજત કરી. થોડી વારે બંનેને મૂર્છા વળી.

પોતાનાથી સવાયું પરાક્રમ કરી બતાવનાર વીર પુત્ર જોઈ અર્જુનને બહુ આનંદ થયો. એ હરખથી બબ્રુવાહનને ભેટ્યો, એની જનેતાને પણ ધન્યવાદ આપ્યા.

આખરે અશ્વમેઘ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપી સૌને હળીમળી અર્જુન અશ્વ લઈ સેના સાથે વિદાય થયો.

ઘોડો અનેક દેશમાં ફર્યો. મગધ, બંગ, પુણ્ડ્ર, કૌશલ, ચેદિ, કાશી, અંગ, કિરાત, તંગન, દશાર્ણ વગેરે દેશોમાં એ ફર્યો હતો. ત્રિગર્તો, સિંધુદેશના લોકો અને મગધ તથા ચેદિ રાજાઓએ અશ્વમેઘના અશ્વને બાંધ્યો હતો, પણ અર્જુને એમને લડાઈ કરી હરાવ્યા હતા તથા અશ્વને પાછો મેળવ્યો હતો.

ત્યાંથી ઘોડો દ્રવિડ, આન્ધ્ર, મહિષિક, કાલ, ગિરેય વગેરે દેશોમાં ફરતો ફરતો સૌરાષ્ટ્ર વીંધી છેક દ્વારકા પહોંચ્યો. ત્યાંથી ફરતો ગાંધાર દેશમાં પહોંચ્યો. શકુનિ ના મોતનો બદલો લેવાની ધારણાથી ગાંધારવાસીઓએ ઘોડો બાંધી અર્જુન સામે જંગ માંડ્યો. પણ અર્જુને એમને હરાવ્યા. એટલે શકુનિનો પુત્ર શરણે આવ્યો ને ઘોડો પાછો આપ્યો.

ત્યાંથી ઘોડો હસ્તિનાપુર પાછો આવ્યો.

હવે યજ્ઞનું કામ ધમધોકાર શરૂ થયું. મહર્ષિ વેદવ્યાસ જાતે બીજા અનેક વિદ્વાન ઋષિમુનિઓને લઈ યજ્ઞમાં પધાર્યા હતા. એમણે વિધિપૂર્વક યુધિષ્ઠિરને યજ્ઞ કરાવ્યો.

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 286,534 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
વધુ વંચાતા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: