દુ:શાસન-વધ

 

 

Mbharat1aદુ:શાસન-વધ

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

(પાના: 9 થી 15)

સોળમા દિવસની સવાર પડી ને રણમાં વાજિંત્રો વાગ્યાં, કૌરવપક્ષ તરફથી સેનાપતિ કર્ણે મકરવ્યૂહની રચના કરી. પાંડવોએ તેની સામે અર્ધચંદ્રાકાર વ્યૂહ રચી લડાઈના મોરચા માંડ્યા.

આજે ભીમસેન એક મોટા હાથી ઉપર બેસી યુદ્ધ કરવા નીકળી પડ્યો. જાતજાતનાં હથિયારોની મદદ વતી એણે કૌરવપક્ષના મહાવીર ક્ષેમમૂર્તિને ઠાર કર્યો, ને પછી એ અશ્વત્થામા સાથે આખડ્યો. બહુ વાર લડાઈ ચાલી ને બંને જણા ઘાયલ થઈ બેભાન બન્યા.

આ બાજુ બચેલા ત્રિગર્તોને હંફાવી અર્જુન ભીમસેનની વહારે ધાવા ગયો, ત્યાં તો દંડધરે અર્જુન ઉપર હલ્લો કર્યો. અર્જુને ભારે પરાક્રમ કરી એને રામશરણ પહોંચાડ્યો.

સેનાપતિ કર્ણ લડતો લડતો નકુળની સામે આવ્યો. બંને વચ્ચે ભારે જંગ મચ્યો. નકુળે અપાર પરાક્રમ કરી બતાવ્યું, પણ મહા બળવાન કર્ણ આગણ એ હાર ખાઈ ગયો, નકુળને કર્ણ ઠાર કરવા જતો હતો પણ એને કુંતામાતા આગળ અર્જુન સિવાય કોઈ ભાઈને ન મારવાની પ્રતિજ્ઞા યાદ આવી, ને એને જતો કર્યો.

બીજી બાજુ ગઈ કાલનું વેર યાદ કરી દ્રોણના સાળા કૃપાચાર્યે ધૃષ્ટદ્યુમ્નને સખત રીતે હેરાન કરી હાર ખવડાવી. યુધિષ્ઠિર દુર્યોધનની સામે લડવા લાગ્યા. દુર્યોધને જાતજાતના દાવપેચ અજમાવ્યા પન આખરે મહારાજ યુધિષ્ઠિરે એને પોતાનાં તીક્ષણ બાણોથી એવો વીંધી નાખ્યો કે દુર્યોધન બેહોશ બની ઢળી પડ્યો. યુધિષ્ઠિર એને મારવા જતા હતા ત્યાં ભીમસેને દૂરથી બૂમ પાડી: “મોટા ભાઈ, એ પાપિયાને તમે મારશો નહિ. એને તો હું જ લાગ આવશે એટલે ઠાર કરવાનો છું. મારે તેર તેર વર્ષની દાઝ છે.”

યુધિષ્ઠિરે હસતાં હસતાં દુર્યોધનને જતો કર્યો !

એમ ને એમ સાંજ લગી ઘોર સંગ્રામ અમચ્યો. પાંડવસેનામાં કર્ણે બાણોનો વરસાદ વરસાવી અસંખ્ય સૈનિકોને ઠાર કર્યાં, ને કૌરવસેનામાં ભયંકર બાણના મારથી અસંખ્ય યોદ્ધાઓને અર્જુને ધૂળચાટતા કર્યાં.આખરે ભાણ બૂડ્યો ને બંને પક્ષે લડાઈ બંધ કરી.

સત્તરમા દિવસે દુર્યોધનના આગ્રહ ઉપરથી અર્જુનને ઠાર કરવાની ભીષ્ણ પ્રતિજ્ઞા કરી કર્ણ મેદાને પડ્યો. મહર્ષિ પરશુરામે એને આપેલાં અતિ દિવ્ય ને કાળ જેવાં હથિયાર આજ એના હાથમાં શોભી રહ્યાં હતાં. દુર્યોધનની ખાસ વિનંતી ઉપરથી રાજા શલ્યે આજ કર્ણનો રથ હાંકવાનું માથે લીધું હતું.

કર્ણ આજે ખૂબ ઉત્સાહમાં હતો. એ ઉત્સાહના ઊભરામાં કદાચ આજ અર્જુનને એ મારી નાખશે એ બીકે શલ્યરાજે કર્ણને અનેક મહેણાં દીધાં, ને ન કહેવાય એવાં કડવાં વેણ કહી પાંડવોના પરાક્રમનાં ભારોભાર વખાણ કરવા માંડ્યાં. કર્ણના શોક ને ક્રોધનો પાર ન રહ્યો. એને બહુ માઠું લાગ્યું. આ રીતે યુધિષ્ઠિર આગળ કરેલી પ્રતિજ્ઞા મુજબ શલ્યે કર્ણના ઉત્સાહ ઉપર આરંભમાં જ ઠંડું પાણી રેડ્યું !

આખરે દુર્યોધનના વચ્ચે પડવાથી શલ્ય મૂંગો રહ્યો, ને કર્ણના રથને પાંડવસેના સામે આણ્યો. એ વેળા અર્જુન ત્રિગર્તોની સાથેયુદ્ધ કરી રહ્યો હતો. એ તકનો લાભ લઈ કર્ણે પાંડવસેનામાં ભયાનક સંહાર કરી નાખ્યો. અસંખ્ય વીરો આજ રણમાં રોળાઈ ગયા. કર્ણના અદ્ ભુત પરાક્રમથી સૌ દિંગમૂઢ બની ગયા. મહાવીર કર્ણ કઈ વેળા ધનુષ ઉપર બાણ ચડાવતો હતો ને કઈ બાજુ વરસાદની માફક તાતાં તીરે છૂટી પાંડવપક્ષનો કચ્ચરઘાણ કાઢતાં હતાં.

અર્જુનને કર્ણના પરાક્રમની ખબર પડી. ત્રિગર્તરાજ સુશર્માને ઠાર કરી અર્જુન કર્ન તરફ જવા લાગ્યો. આ બાજુ ભીમસેને દુર્યોધનના બીજા છ ભાઈઓને ઠાર કર્યા.

કર્ણને ભીમના પરાક્રમથી ભારે ક્રોધ ચડ્યો. એણે ધર્મરાજ યુધિષ્ઠિર ઉપર સખત હુમલો કર્યો. એમનું શરીર ચાળણીની માફક બાણો મારી વીંધી નાખ્યું. કર્ણ ધર્મરાજને માત્ર પ્રતિજ્ઞાને ખાતર જ મારતો ન હતો, બાકી આજ યુધિષ્ઠિરનું મૃત્યુ નક્કી હતું. આખરે યુધિષ્ઠિર પોતાને થયેલા ઘાની ભારે વેદનાને લીધે તંબુ તરફ ચાલ્યા ગયા. એમની જગા ભીમસેને લીધી. ને ભારી કિકિયારીઓ કરી કૌરવસેના ઉપર ધસારો કર્યો.

કર્ણે આજે તો હદ કરી નાખી હતી. ભારે ક્રોધમાં આવી એણે ભીષ્મના પ્રાણ લેનાર શિખંડીને મારી નાખ્યો. ભીમસેનને બહુ ક્રોધ ચડ્યો. ભયાનક રણગર્જના કરી એ કર્ણ ઉપર ધસ્યો. માર્ગમાં જ એને દુ:શાસનનો ભેટો થઈ ગયો.

દુ:શાસને એને પડકાર્યો: “રે ભીમ ! ક્યાં ભાગે છે? કાંડાબાવડામાં તાકાત હોય તો આવી જા મારી સામે !”

“બરાબર છે, ભીમસેન ગર્જ્યો, “આજ મને તું નથી બોલાવતો, પણ તારો કાળ બોલાવે છે. દુષ્ટ ! આજ તારો દહાડો રૂઠ્યો છે, માટે જ તેં ચાલીચલાવી મને પડકારી તારા મોતને આમંત્રણ આપ્યું છે !”

જવાબમાં દુ:શાસને ભીમ ઉપર હથિયારનો મારો શરૂ કર્યો. એક પછી એક તાતાં તીરે ભીમના શરીરને વીંધવા લાગ્યાં. ભીમસેનનો ક્રોધ આજ માતો નહોતો. તેમાં દુ:શાસને બળતામાં ઘી હોમ્યું.

આખરે એણે હતું એટલું બધું બળ એકઠું કરી દુ:શાસન ઉપર ગદાનો સખત પ્રહાર કર્યો. ગદા દુ:શાસનને એટલા જોરથી લાગી કે એનું માથું ઘુમ થઈ ગયું. એ રથ ઉપરથી ઊછળી વીસ હાથ દૂર જઈ પડ્યો. જમીન ઉપર પડ્યો પડ્યો એ ગદાના મારની વેદનાથી તરફડવા લાગ્યો.

ક્રોધથી દાંત પીસી આંખમાંથી અંગારા વરસાવતો હોય એમ ભીમસેન છલાંગ મારી દુ:શાસન ઉપર ધસ્યો. પોતાની તીખી ધારવાળી તરવાર દુ:શાસનના કાળજામાં ખોસી દીધી.લોહીનો ફુવારો ઊડી રહ્યો.

દુ:શાસનના ગરમગરમ લોહીથી અંજલિ પી લઈ, ને બીજું લોહી અંગ ઉપર છાંટી ભીમસેન આજુબાજુના યોદ્ધાઓને જોઈને બોલ્યો: “ હે યોદ્ધાઓ ! આઅજ મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી, મારી જિંદગીનું સાર્થક કર્યું છે. જે બે નરપશુઓ—દુ:શાસન અને દુર્યોધન—નો મારે નાશ કરવાનું મેં પણ લીધું હતું, તેમાં એક નરપશુ તો આજ બૂરે મોતે તમારી સામે મરે છે. દુરાચારી, નીચ, કર્મચંડાળ, સતીને પીડનાર, અધર્મી, કુલાંગાર દુ:શાસન ! પાંચાલરાજાની પરમપ્રિય પુત્રી, પાંડવોની પ્રિઅયતમા પટરાણી, જગતભરમાં પોતાના સૌંદર્ય ને સુશીલ સ્વભાવ માટે પંકાયેલી તેજસ્વી કૃષ્ણાને એક વસ્ત્રવાળી રજસ્વલા અવસ્થામાં ભરદરબારમાં ખેંચી આણી જે હાથ વતી તેં એનાં વસ્ત્રો ખેંચવાનો યત્ન કર્યો હતો, તે હાથ આ જ ને?”

એમ બોલી ભીમે જમીનમાંથી મૂળસહિત ઝાડ ઉખાડે, એમ દુ:શાસનનો હાથ ચીરી નાખ્યો. દુ:શાસનની આંખો ફાટી ગઈ. એની છાતી ઉપર પગ મૂકતો ભીમસેન બોલ્યો : “સત્તાના અંધાપામાં મદોન્મત્તબને જે નરરાક્ષસો ધરતી પરની સ્ત્રીઓની ઈજ્જત લેવાને ફરશે, ને એમને રંજાડશે, તેનો આવી રીતે નાશ થયા વગર કદી રહેવાનો નથી !”

ભીમસેન એમ બોલીને ચાલ્યો ગયો. બીજી જગાએ જઈને યુદ્ધ કરવા લાગ્યો.

દુ:શાસનના લોહીને પીનાર બળવાન ભીમસેનની તે વેળાની લોહીથી ખરડાયેલી મહા ભયંકર મૂર્તિ જોઈ કૌરવપક્ષના સૈનિકો હબકી ગયા. એમનાં કાળજામાં કંપારી છૂટી.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous
One comment on “દુ:શાસન-વધ
  1. varma કહે છે:

    In Mahabharat yudhh Dushasan was another bad like his elder brother Duryodhan , Ashwadhama , Kurpacharya and Krutverma. For them Warior Bhimsen is enough to fight and kill them in yudhha.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: