અશ્વત્થામાની અધમતા

 

 

gita4ko8અશ્વત્થામાની અધમતા

(પાના: 35 થી40)

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

 

કર્ણે મહાભારતના યુદ્ધમાં સેનાપતિપદ સ્વીકાર્યું એ ભાગને કર્ણ-પર્વ કહે છે. અઢારમા દિવસે શલ્યના સેનાપતિપણા નીચે યુદ્ધ થયુ6 તે કથાભાગને શલ્યપર્વનું નામ આપ્યું છે. દુર્યોધન હણાયો ત્યાં સુધીના કથાભાગ શલ્યપર્વમાં આવે છે, ને તે પર્વની વાર્તા કહેવાની છે.

દુર્યોધન પડ્યો એ સમાચાર અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્યને મળ્યા. તેઓ દુર્યોધનની પાએ ગયા. હસ્તિનાપુરના રાજરાજેશ્વરને આજ પશુની જેમ ધરતી ઉપર રોળાતો જોઈ ત્રણેનું હૈયું ભરાઈ આવ્યુ6. દુર્યોધને તેમને દિલાસો દીધો. દુર્યોધનના શરીર ઉપર થયેલા ઘાબી પીડા પળે પળે વધતી જતી હતી. કૌરવરાજનો તરફડાટ અસહ્ય હતો..

એની આવી બૂરી દશા જોઈ અશ્વત્થામા ઊકળી ઊઠ્યો. એણે દુર્યોધન સમક્ષ પ્રતિજ્ઞા કરી કે પાંડવોને એમની દુષ્ટતાનો હું બરાબર બદલો આપ્યા વગર નહિ રહું.

દુર્યોધનને મરતાં મરતાં પણ પાંડવોના નાશના આ છેલ્લા પ્રયત્નની વાતથી આનંદ થયો. એણે કૃપાચાર્યના હાથે ત્યાં ને ત્યાં જ કૌરવો તરફથી અશ્વત્થામાનો સેનાપતિપદે અભિષેક કરાવ્યો. પછી ત્રણ જણે ત્યાંથી દુર્યોધનની વિદાય લીધી.

વનચર પશુઓને પોતાના હોકારાથી હાંકતો ને ઘાની અસહ્ય પીડાથી ત્રાસ પામી ગયેલો કૌરવરાજ ત્યાં જ પડી રહ્યો.

અશ્વત્થામાએ પાંડવોનો નાશ કરવાના બહુબહુ વિચાર કરી જોયા, પન એ કામ ધારવા જેટલુ6 સરળ નહોતુ6. આખરે ત્રણે ભેરુઓએ રાતોરાત જંગલમાં એક ઝાડ તળે જ વાસો કર્યો.

કૃતવર્મા ને કૃપાચાર્ય તો સૂઈ ગયા. પણ અશ્વત્થામાને પોતાની લીધેલી પ્રતિગ્યાના મગજ ઉપરના ભારણને લીધે ઊંઘ આવી ન શકી.

એટલામાં એક વિચિત્ર બનાવ બન્યો. જોડેના વડના ઝાડ પર સેંકડો કાગડા માળામાં સૂતા હતા ત્યાં અચાનક એક ઘુવડ આવી ચડ્યું. દહાડે કાગડા ઘુવડને મારી નાખે, પણ રાત્રે કાગડાઓનું શું જોર? એટલે દહાડાનું ઘેર યાદ કરી ઘુવડે ગુપચુપ રાતોરાત કાગડાઓને મારી નાખ્યા.

અશ્વત્થામાને પક્ષીઓની આ લડાઈ ઉપરથી નવો બુટ્ટો સુઝ્યો. પાંડવોની છાવણીમાં રાતોરાત ધસી જઈ એમને ઊંઘમાં જ ઠાર કરી, એમની સેનાનો રાતોરાત નાશ કરવો જોઈએ.

એણે કૃપાચાર્યને કૃતવર્મા ને જગાડ્યા. કૃપાચાર્યે બ્રાહ્મણપુત્ર થઈ આવું અધમ હિચકારું કામ કરતાં અશ્વત્થામાને વાર્યો. પણ એ આજ વેરની ધૂનમાં પાગલ બની ગયો હતો. આખરે ત્રણે જણા છૂપી રીતે પાંડવોની છાવણી આગળ ગયા.

લડાઈ સમાપ્ત થઈ હતી. શત્રુઓનો નાશ થઈ ગયો હતો. હવે શક—ભય નહોતો એમ માની પાંડવો અને પાંચાલો આજ બહુ દિવસે આરામથી ગાઢ ઊંઘમાં પડ્યા હતા. અશ્વત્થામાએ છાવણીથી બહાર નીકળવાના દ્વાર આગળ કૃપાચાર્ય અને કૃતવર્માને સંતાઈને ઊભા રહેવાનું કહ્યું. જે કોઈ અંદરથી નીકળી બહાર નાસવા જાય એને ત્યાં જ ઠાર કરી નાખવાની સૂચના કરી પોતે અંદર પેઠો.

પહેલાં પાંચાલોના તંબૂમાં પેઠો. ગુરુ દ્રોણને હણનાર ધૃષ્ટદ્યુમ્નને ગળચી દબાવી બેઠો કર્યો. ગડદાપાટુ અને સખત મૂઢ માર મારી ધૃષ્ટદ્યુમ્નને અશ્વત્થામાએ પથારીમાં જ મારી નાખ્યો !

અશ્વત્થામાએ બાપનું વેર આમ સૂતા શત્રુ ઉપર હુમલો કરીને લીધું !

અશ્વત્થામાએ એક પછી એક પાંચાલોને પોતાનાં હથિયારો વતી મારવા માંડ્યા. ગડબડાટમાં જાગી ઊઠી જેઓ બહાર દોડ્યા તેમને કૃપાચાર્ય અને કૃતવર્માએ પૂરા કર્યા.

એ રીતે તમામ પાંચાલોનો નાશ કરી અશ્વત્થામા છૂપી રીતે પાંડવ છાવણીમાં ધસ્યો.

દ્રૌપદીના પાંચ પુત્રો એક તંબૂમાં નિરાંતે સૂતા હતા. રાતના અંધારામાં પાંચ પાંડવો ધારી લઈ અશ્વત્થામાએ પથારીમાં જ નિર્દયતાથી એમને ઠાર કર્યાં !

આ બાજુ કૃતવર્માએ પાંડવોની છાવણીના તંબૂમાં બહારથી આગ લગાડી. ચારે બાજુ આગઆગ થઈ રહી.

પાંડવ-પક્ષના બચેલા લડવૈયાઓ ગભરાટના માર્યા અર્ધી ઊંઘમાં તંબૂ છોડી બહાર નાસવા ગયા. તેમને રાતના અંધકારમાં કૃતવર્માએ માર્યા. કોઈ સૂઝ કે સમજ ન પડવાથી ગભરાટમાં ને ગભરાટમાં શત્રુ કે મિત્ર ઓળખી ન શકાયા, એટલે પાંડવસેનાએ આપસાઅપસમાં જ કાપા-કાપી ચલાવી. આ કાપા-કાપીમાં પાંડવપક્ષના ઘણા માણસો હણાયા.

આ રીતે પાંડવ-પક્ષ ઉપર હિચકારો હુમલો કર્યાનો સંતોષ માની ત્રણે જણા આ સમાચાર દુર્યોધનને આપવા દોડ્યા.

દુર્યોધનના મો6માંથી લોહી વહી જતું હતું. ધીમે ધીમે એનું ભાન ઓછુ6 થતું હતું. ત્રણે જણ દુર્યોધનની છેક પાસે ગયા, પણ કૌરવરાજ આજ એમને ઓળખી શકવા અશક્ત હતો. છતાં અશ્વત્થામાએ દુર્યોધનના છેક કાનની પાસે મોં લઈ જઈને કહ્યું: “મહારાજ, આપ જીવતા હો તો શુભસમાચાર સાંભળી લો. અમે ત્રણે જણે મળીને આજ બચેલા આખા પાંડવસૈન્યનો નાશ કરી નાખ્યો છે. તે તેમના તંબૂઓ સળગાવી મૂક્યા છે. પાંચ પાંડવો, શ્રીકૃષ્, અને સાત્યકિ સિવાય પાંડવપક્ષમાં એકે પુરુષ હવે જીવતો રહ્યો નથી !”

મરતાં મરતાં પણ આ સમાચાર સાંભળી દુર્યોધનનું ગયેલું ભાન ફરી પાછું આવ્યું. અશ્વત્થામા તરફ ટગર ટગર જોઈ એના વખાણ કરતો દુર્યોધન બોલ્યો: “મિત્રો ! કર્ણ, દ્રોણ ને ભીષ્મ દાદા જેવા જે કામ ન કરી શક્યા તે તમે કર્યું. તેથી તમને બહુ ધન્યવાદ ઘટે છે. પાંચાલો તથા પાંડવ સૈનિકોના નાશની વાતથી આજ મારી છાતી ગજગજ ઊછળે છે. હવે હું સુખે મરીશ !”

એમ બોલી દુર્યોધને સૂતાં—સૂતાં ત્રણે વીરોને એક પછી એક આલિંગન કર્યું. આખરે જોતજોતામાં એનો પ્રાણ ચાલ્યો ગયો.

આંખમાં આંસુ સાથે સાથે ત્રણે જણા ત્યાંથી શહેર તરફ ચાલ્યા ગયા.

સવારમાં દુર્યોધનના મરણના સમાચાર સાંભળી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કૌરવ—સ્ત્રીઓના ભીષણ કકળાટથી હસ્તિનાપુરના રાજમહેલમાં શોકનું વાતાવરણ છવાઈ રહ્યું. આજના જેવો વિલાપ ત્યાં ક્યારે પણ સંભળાયો ન હતો.

પાંચાલકુળના સર્વ વીરો રાતમાં માર્યા ગયા એ સમાચાર સાંભળી દ્રૌપદી તો હબકી જ ગઈ. પણ હણાયેલા દીઠા ત્યારે તો એ સાનભાન ભૂલી બાવરી બની ગઈ.

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
1 comments on “અશ્વત્થામાની અધમતા
  1. varma કહે છે:

    Very horrible things done in night by gang of three people where Krupacharya was kulguru Karao!

Leave a comment

વાચકગણ
  • 771,991 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો