વૃંદાવન /ભારત યાત્રાના પાવક પ્રસંગો/ભાણદેવ

 

વૃંદાવન

(પાના નં;56થી 66)

ભારત યાત્રાના પાવક પ્રસંગો/ભાણદેવ/અમૃતપ્રકાશન-રાજકોટ

 

ચાર સંપ્રદાય આશ્રમમાં એક રાત્રે વાગીશજી સાથે સત્સંગ ચાલતો હતો. તેમણે મને તાજેતરમાં જ બનેલી એક સત્ય ઘટના કહી.

દક્ષિણભારતથી એક કૃષ્ણભક્ત વૈષ્ણવ સાધુ વૃંદાવનની યાત્રા માટે આવ્યા હતા. ચાર સંપ્રદાય આશ્રમમાં જ તેમણે આસન રાખ્યું હતું. આ સાધુમહારાજ એકવાર ગોવર્ધન(ગિરિરાજ) ની પરિક્રમા માટે નીકળ્યા. ગોવર્ધન સુધી બસમાં જઇને તેઓએ પરિક્ર્માનો પ્રારંભ કર્યો. હાથમાં કરમાળા લઇને જપ કરતાં કરતાં પરિક્ર્મા માર્ગ પર ધીમી ગતિએ ચાલી રહ્યા હતા. બપોરનો સમય થયો. બાબાની ભિક્ષા તો બાકી હ્તી, પરંતુ પરિક્રમા માર્ગ પર તો ભિક્ષા મળે તેવો સંભવ નથી, તેમ માનીને તેઓ આગળ આગળ ચાલતા રહ્યા. થોડીવાર આમ ચાલ્યા હશે, અને સામે એક ખેડૂત બહેન મળ્યા. આ બહેન પોતાના ઘરથી પોતાના ખેતર તરફ જઇ રહ્યા હતા. તેમના માથા પર સુંદલામાં ભાત હતું. બપોરનો સમય છે, અને બાબા ભૂખ્યા હશે, એમ ધારીને આ બહેને બાબાને પૂછ્યું,”બાબા, ભોજન પાઓગે ?” બપોરનો સમય છે, બાબાને ભૂખ પણ લાગી છે, અને આ ભોજન તો અનાયાસે સામેથી આવ્યું છે. બાબાએ ભોજનના નિમંત્રણનો સ્વીકાર કર્યો. ગોવર્ધનવાસિની ખેદૂત બહેને ખાદ્ય સામગ્રી ભરેલો સૂંડલો માથા પરથી નીચે ઊતાર્યો. ઘઉંની રોટલી, શાક, ગોળ, દાળ વગેરે સામગ્રીથી સૂંડલો છલોછલ ભરેલો હતો. આ બધી સામગ્રી ઉપર કાપડનો એક ટૂકડો ઢાંકેલો હતો. તે કાપડ પર બહેને પોતાના ચપ્પલ મૂકેલા હતા. ગામડામાં બહેનોને એવી ટેવ હોય છે કે ઘણીવાર તેઓ ચપ્પલ માથા પર કે માથા પરના સૂંડલામાં મૂકી દે છે, અને પોતે ખુલ્લા પગે ચાલે છે. તે પ્રમાણે આપણા આ ભાતવાળી બહેને પણ પોતાના ચપ્પલ ભાતના સૂંડલા પર મૂક્યા હતા.

સૌથી ઉપર મૂકેલા ચપ્પલ નીચે મૂકીને પછી બહેને ભાત પર ઢાંકેલો કાપડનો ટૂકડો પણ અ દૂર કર્યો અને બાબાને ભોજન આપવાની તૈયારી કરી.. ભોજન સમગ્રી પર કાપડનો ટૂકડો ઢાંકેલો હતો, તેની ઉપર પોતાના ચપ્પલ મૂકેલા હતા. આ જોઇને વૈષ્ણવી સંસ્કારમા6 ઊછરેલા અને આશ્રમમાં રહેલા સાધુ મહારાજ છળી ઊઠ્યા. તેઓએ લગભગ ગર્જના જ કરી,

“અરે ! તુમને અપની ધૂલવાલી જૂતિયા ભોજન કે ઉપર રખી હૈ !ઔર એસા અશુધ્ધ ખાના હમકો દે રહી હો? ક્યા ઐસા ધૂલવાલા ખાના હમ ખાયેંગે? બિલકુલ બેવકૂફ હો. તુમ્હારી ઐસી ધૂલવાલી ગંદી જુતિયાને ખાના અશુધ્ધ કર દિયા હૈ. રખો અપના ખાના અપને પાસ.”      નારાજ થયેલા સાધુ ભોજનનો ત્યાગ કરીને જ્વા માટે પગલાંઉપાડે છે પરંતુ આપણાં વ્રજવાસિની બહેન જરા પણ વિચલિત થયા વિના મરક મરક હસી રહ્યાં છે. આ વ્રજવાસિની દેવીએ બાબાને મર્મભેદી જવાબ આપ્યો,

“અરે ! તેરેકો બાબા કિસને બનાયા? તૂ સચ્ચા બાબા નહીં હૈ.અરે ! યહ ધૂલ નહીં હૈ, યહ તો વ્રજરજ છે. વ્રજરજ તો રાધા-કૃષ્ણકી ચરનરજ હૈ. વ્રજરજકો કોન ધૂલ કહતા હૈ? તુમ બાબ બનાહૈ ઔર ઇતના ભી નહીં માલૂમ?

સાધુ મહારાજનું મર્મ જાણે વીંધાઇ ગયું. એક ભોળી અભણ ખેડૂત સ્ત્રીના સાચકલા શબ્દો આ સાધુ મહારાજના હૃદયની સોંસરવા ઊતરી ગયા.

વ્રજક્ષેત્રની મારી અનેક યાત્રાઓ દરમિયાન મેં જોયું છે કે વ્રજભાષામાં માનાર્થે ‘આપ’ કહેવાની બહુ પરંપરા નથી. વ્રજના પ્રેમી માણસો તુંકારાનો બહુ પ્રેમથી ઉપયોગ કરે છે. તેમનો તુંકારો એવો મીથો છે કે ‘આપ’ તો આ ક્ષેત્રમાં સાવ ફિક્કો શબ્દ ગણાય છે. વ્રજમાં પત્ની પતિને અને સામાન્ય વ્ર્જવાસી સાધુબાબાને પણ તુંકારથી સંબોધે છે. તેથી આ વ્રજવાસિની ખેડૂત સ્ત્રીના તુંકારને અપમાનજનક સમજવાનો નથી.

આ ભલીભોળી બહેનનાં આવા પ્રેમયુક્ત વચનો સાંભળીને સાધુબાબાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. ચહેરો કૃષ્ણપ્રેમથી ભાવવિભોર બની ગયો. શરીર કંપવા લાગ્યું. એ સાધુ મહારાજ હાથ જોડીને પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા, “મેરી ગલતી હો ગઇ, મૈયા, મુઝે ક્ષમા કર દે. સચ બતાયા ! સચ બતાયા !સચ બતાયા !યહ ધૂલ નહીં હૈ, યહ તો વ્રજરજ હૈ, રાધા-કૃષ્ણકી ચરણરજ હૈ. તુમને મેરી આંખે ખોલ દી.મૈયા ! મુઝે ક્ષમા કર દો.”

બાબા વારંવાર આ વ્રજવાસિની બહેન-ગોપી જ કહોને-ને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. ચોધાર આંખે રડતાં રડતાં વ્રજની રજને વારંવાર શરીર પર ઘસવા લાગ્યા.

બાબાની આવી દશા જોઇને તેમને આશ્વાસન આપતાં તે બહેન બોલ્યા ,

“અરે ! કોઇ બાત નહીં બાબા! હમારી રાધારાની બહુત બડે દિલકી હૈ. વો તો સબકો માફ કરતી રહતી હૈ. ઇતના શોક મત કર.”

વ્રજવાસિની બહેને સાધુ મહારાજને ભોજન પીરસ્યું. બાબા ‘રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ’ બોલતાં બોલતાં ભોજન કરવા લાગ્યા, અને ગોવર્ધનની તે ગોપી પોતાના ખેતર તરફ ચાલવા લાગ્યાં.

—————————————————-

 

એકવાર શિવરાત્રિના દિવસોમાં વૃંદાવન જવાનું બન્યું. શિવરાત્રિએ ગોપેશ્વર મહાદેવનાં દર્શન-પૂજનનો વિશેષ મહિમા છે. શિવરાત્રિના દિવસે બપોરે લગભગ બાર વાગ્યે અમે ગોપેશ્વર મહાદેવનાં દર્શન માટે ગયા. યમુનાજળ અને થોડા બિલ્વપત્રો લઇને અમે પણ સૌની સાથે હારમાં ઉભા રહી ગયા. ક્ર્મ પ્રમાણે અમારો વારો આવ્યો શિવજીનાં દર્શન થયાં, જળ-બિલ્વપત્રો ચઢાવ્યાં મન પ્રસન્ન થયું. વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવના શિવરાત્રિના દિવસે દર્શન થયાં,તેનો આનંદ પણ થયો. દર્શન પછી અમે મંદિરની સામેના પ્રાંગણમાં ઊભા હતા. નવાનવા યાત્રીઓ આવી રહ્યા હતા. દર્શનાર્થીઓમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હતી. વ્રજ ક્ષેત્રના ગામડાઓમાંથી આવેલી આ ગોપવધુઓ હતી. સૌના હાથમાં યમુનાજળનું પાત્ર છે. શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથોમાં એવી કથા છે કે ગોપીઓએ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટે શીવજીની ઉપાસના કરી હતી. લોકમાન્યતા એવી છે કે ગોપીઓએ જેમની ઉપાસના કરી હતી તે જ આ ગોપેશ્વર મહાદેવ છે. ગોપીઓ ગોપેશ્વર મહાદેવની ઉપાસના કરે છે તે પરંપરા હજુ પણ વ્રજક્ષેત્રમાં ચાલુ છે. તે જ પરંપરાને અનુસરીને આ વ્રજવધૂઓ આજે શિવ-દર્શન માટે અહીં વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવના મંદિરે આવી હતી.

અમારી બાજુમાં જ બે ત્રણ વૃધ્ધપુરોહિત બ્રાહ્મણો પણ ઊભા હતા. શિયાળાની ઠંડીથી બચવા સૌ તડકાનું સેવન કરતા હતા. આવી રહેલા દર્શનાર્થીઓમાં એક ચોવીશ-પચીશ વર્ષની ગોપવધૂ પણ આવી રહી હતી. હાથમાં જળપાત્ર સહિત પૂજાની થાળી હતી. અમારી બાજુમાં ઉભેલાં એક વૃધ્ધ પુરોહિતે તે ગોપીને મજાક કરી,

“ક્યોં, સખી ! કનૈયો ભેટ્યો ?”

વૃંદાવનમાં અજાણ્યા સ્ત્રીપુરુષો પણ આવી નિર્દોષ મજાક કરતા હોય છે. અહીં આવા રમૂજી સ્નેહવાર્તાલાપને અશિષ્ટ ગણવામાં આવતા નથી. પુરોહિતજીના આ કૃષ્ણકેન્દ્રી રમુજયુકત વાક્યથી વાતાવરણમાં રમુજ પ્રસરી ગઇ. હાજર રહેલા સૌ હસ્યમાં ભળ્યા. મને થયું બિચારી ગોપવધૂ શરમાઇ જ્શે. પણ ગોપવધૂ પુરોહિત મહારાજના માથાની નીકળી. જરાપણ સંકોચ વિના તુરત જ તેણે સામે પ્રત્યુત્તર વાલ્યો,

“ભેટ્યો રે ભેટ્યો”

પુરોહિત મહારાજ આ ગોપવધૂને શબ્દ યુધ્ધમાં હરાવવા સજ્જ થયા હતા. તેમણે તર્ક કર્યો,

“કનૈયો ભેટ્યો હૈ તો શિવ-ઉપાસના કાહે કો?”

મહારાજ આ ગોપવધૂને એમ કહેવા ઇચ્છે છે કે ગોપીઓ તો કૃષ્ણની પ્રાપ્તિ માટે શિવોપાસના કરતી હતી , તને તો કનૈયો ભેટ્યો છે, તો હવે શિવ-ઉપાસનાની શી જરૂર છે? અર્થાત્ તું શિવ-ઉપાસના શા માટે કરે છે?

મહારાજે તર્ક લાડાવીને ગોપવધૂને ભીડવવાનો પ્રયત્ન કર્યો, પણ આ તો ગોપવધૂ છે, મથુરાની શરમાળ બ્રાહ્મણકન્યા નથી. ગોપવધૂએ સામો જવાબ ફટકાર્યો,

“ભેટ્યો બિછડ ન જાય ઇસલિયે”

ગોપવધૂનો આજવાબ સાંભળીને બિચારા પુરોહિત હારેલા યોધ્ધાની જેમ ચૂપ થઇ ગયા. આખા વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.ગોપવધૂના ઉત્તરનો અર્થ એવો છે કે ગોપીઓને શ્રીકૃષ્ણ મળ્યા હતા, પરંતુ છોડીને ચાલ્યા ગયા હતા. અર્થાત્ તેમને કૃષ્ણ વિરહ થયો હતો હવે હું તો કૃષ્ણમિલન પછી પણ શિવપૂજન ચાલુ રાખીશ, જેથી શ્રીકૃષ્ણનો વિરહ ન થાય ! આ અભણ ગોપવધૂ પાસે પુરોહિત મહારાજે આવા માર્મિક ઉતારની અપેક્ષા નહિ રાખી હોય. હવે તેઓ જાણે હાર સ્વીકારતા હોય તેમ કરગરતાં કરગરતાં હથ જોડીને બોલ્યા,

“અરી, સખી ! મુઝે ભી કનૈયાસે ભિટવા દે.”

પણ આ ગોપવધૂના શબ્દોથી મહારાજની હારની પરંપરા હજુ ચાલુ રહેવાની હતી. ગોપવધૂના મુખમાંથી શબ્દો જાણે અનાયાસે નીકળતા હતા. બુધ્ધિપૂર્વક વિચારીને શોધીને મેળવેલા આ શબ્દો ન હતા. ગોપવધૂએ પુરોહિત મહારાજના મુખ પર પ્રહાર કરતી હોય તેમ કહ્યું.,

“મહારાજ ! તું ગોપી બનજા તો તેરી કનૈયાસે ભેટ કરવા દૂં”

હવે અમારા સહિત શ્રોતાવર્ગ પુરોહિત મહારાજની કફોડી સ્થિતિ પર હસવા લાગ્યો. પુરોહિતજી જેમતેમ કરીને પોતાની હારને ખાળતાં હોય તેમ બોલ્યા,

“અરે, સખી !મેંતો અબ બુડ્ઢા બન ગયા હૂં. ગોપી કૈસે બનું?”

મહારાજ વિચારી વિચારીને શબ્દો ગોઠવીને બોલે છે, પણ ગોપવધૂ પર તો જાણે સરસ્વતી પ્રસન્ન થયા છે. વિચારવા માટે સહેજ પણ અટક્યા વિના ગોપવધૂએ ઉત્તર ફટકાર્યો,

“અરે તો ફીર બુડ્ઢી ગોપી બન જા”

આજુબાજુ ઊભેલો શ્રોતાવર્ગ આ પુરોહિતજીની કફોડી દશા પર ખડખડાટ હસવા લાગ્યા. બે પહેલવાનો વચ્ચે મલ્લ યુધ્ધ થતું હોય તેમા એક પહેલવાનને નીચે પછાડીને બીજો પહેલવાન તેની છાતી પર ઢીંચણ ભરાવી દે ત્યારે નીચેના પહેલવાનની જેવી દશા થાય તેવી દશા આપણા આ પુરોહિત મહારાજની એક અભણ ગોપવધૂના હાથે થઇ.

એક અભણ, સાવ નાની વયની ગોપવધૂએ પોતાની રમુજ કરવા આવેલા વયોવૃધ્ધ પુરોહિતજીને જે રીતે શબ્દયુધ્ધમાં હરાવ્યા, જે ચતુરાઇથી તેણે જવાબો આપ્યા તે જોઇને શ્રોતાઓએ તેનો વિજય સ્વીકાર્યો. પુરોહિત મહારાજ પણ સમજી ગયા. તેમણે હારનો સ્વીકાર કરતા હોય તેમ બે હાથ જોડીને કહ્યું,

“અચ્છા, સખી !કનૈયાકો મેરી પાયલાગન કહયો”

હવે આ મધુર વિવાદનું સમાપન કરતી હોય તેમ ગોપવધૂએ ઉત્તર આપ્યો,

“અચ્છા, બાબા ! કનૈયાકો તેરી પાયલાગન પહુંચા દૂંગી “

ગોપવધૂ તો શિવપૂજા માટે મંદિરમાં ગઇ. અમે સૌ તેની નિખાલસતા, નિર્દોષતા, નિર્ભયતા અને વાકચાતુરી જોઇને તેના પર પ્રસન્ન થઇ ગયા.

એક બીજા પુરોહિતે પોતાનું દર્શન વ્યક્ત કર્યું.

“મથુરાના બ્રાહ્મણોએ ભૂખ્યા થયેલા શ્રીકૃષ્ણ-બલરામજીને અન્ન આપવાની ના કહી ત્યારથી અમે બ્રાહ્મણો આ ગોપવધૂની પાસે હારતાં રહ્યા છીએ. હજુ આ હાર પરંપરા ચાલુ જ છે.”

સાવ નાનો રમૂજી પ્રસંગ છે, પરંતુ તે પ્રસંગની વ્યંજના કેટલી પ્રગાઢ અને ગંભીર છે !

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: