અખંડ આનંદની પ્રસાદી ચોથી (ફેબ્રુઆરી2015)

અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)

જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 91 થી   )

 

  • ત્યારે…અને અત્યારે//નટવરભાઈ વ્યાસ

લગભગ 1960ના અરસાની આ વાત છે, ત્યારે હું પારસીઓના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉદવાડા ગામની પોસ્ટ ઑફિસમાં કામ કરતો હતો.

એક માંગેલા જાતિની અભણ બાઈ, એના બચત ખાતામાંથી રૂ.500/- ઉપાડવા આવી.

નિયત ફૉર્મ ભરાવી . સંગૂઠો પડાવી મેં પૈસા આપી દીધા. સાંજે હિસાબ બંધ કર્યો, ત્યારે ર.100/- ઘટ્યા. મને પરસેવો છૂટી ગયો.

તે જમાનામાં એકસો રૂપિયા, આજના એક હજાર બરાબર થાય. હું વારંવાર મારા હાથ પરની ‘કેશ’ગણી રહ્યો હતો.

તે જ વખતે, એક મેલાં ઘેલાં કપડાંવાળી બાઈ ત્યાં આવીને કહેવા લાગી: ‘લ્યો સાહેબ, આ તમારી સોની નોટ, મેં રૂ.500/- ઉપાડેલા, તેમાં વધારાની આવી ગયેલી !’

હું એ ગરીબડી લઘરવઘર બાઈને, બાઘાની જેમ જોઈ રહ્યો. હવે મારો શ્વાસ જરા હેઠો બેઠો ! મારાથી સ્વાભાવિક જ બોલાઈ ગયું: ‘થેંક યુ.’

એ તો, સોની નોટ ટેબલ પર મૂકી, બડબડતી ચાલી ગઈ: ‘એમાં વરી ઠેંકુ શાનું? તમારું તમને આપ્યું ! મને અણહકનું ના ખપે, ભઈ !!’

************

અને હમણાં… થોડાક સમય પર, હું બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. મારી આગળ, એક આઘેડ ઉંમરના ભાઈ સાઈકલ પર પસાર થઈ રહ્યા હતા. સખત તાપ હતો, તેમણે પરસેવો લૂછવા ખિસ્સામાંથી રૂમાલ લાઢ્યો, ત્યારે જ એમનું પાકીટ રસ્તા પર પડી ગયું.

એ તો એની મસ્તીમાં ઝપાટાભેર સાઈકલ હાંકી રહ્યા હતા. હું એમની પાછળ જ હતો. મેં એમનું પડી ગયેલું પાકીટ ઉપાડી લીધું અને એમને બૂમ પાડવા લાગ્યો: ‘ઓ ભાઈ..ઓ ભાઈ..તમારું પાકીટ…’

ત્યાં જ, બે જુવાનિયા, ત્યાં બાઈક પર ધસી આવ્યા, અને જોર જોરથી બૂમ પાડી, મને ધમકાવવા લાગ્યા: ‘એઈ કાકા, કોઈના ખિસ્સામાંથી પાકીટ મારતાં શરમ નથી આવતી? એમ કહી, પાકીટ મારા હાથમાંથી ઝૂંટવી લીધું: ‘જાવ, ચાલ્યા જાવ !તમારી ઉંમર જોઈને જવા દઈએ છીએ, નહિ તો પોલીસને સોંપી દેત !! એમ કહેતાંકને, બાઈક હંકારી મુકી. હું તો મૂઢની માફક જોતો રહી ગયો. શું જમાનો આવ્યો છે !!!

************

493/7, નાની ખડકી, પો.વેસ્મા. તા.જલાલપોર, જિ.નવસારી 396475

ફોન: (02637) 275681

——————————————————-

(2) વૃક્ષપ્રેમ અને કોમી એખલાસ//કે.બી. બુચ

અત્યારે સાંપ્રદાયિક સદ્ ભાવનાનાં ઢોલ પિટાય છે. પણ વૃક્ષ પ્રેમ અને કોમી એખલાસ કેવી રીતે અમલમાં મુકાય તેનો દાખલો તે વખતે ગોંડલનરેશ સર ભગવતસિંહજીએ આપ્યો હતો.

સૌરાષ્ટ્રના મહોરમના તાજિયા નીકળે –ફૂલના, ચાંદીના એમ જાત જાતના તાજિયા નીકળે, તેમાં ધૂળધોયો તાજિયો સૌથી મો

ટો હોય. કારણ મુસ્લિમ ભાઈ-બહેનો માંદે—સાજે, નોકરી માટે, કોઈ કામ માટે એક માનતા રાખે કે, ‘હું આખું વરસ ધૂળમાંથી જે મળશે તે વેચી તેના પૈસા ધૂળધોયાના તાજિયા માટે આપીશ.’આખું વરસ વીણવાનું કામ બહેનો કરે—માનતા ફળે. એટલે ધૂળધોયો સૌથી મોટો હોય. હવે ગોંડલમાં ધૂળધોયો ભૂતનાશ પાસે નીકળે એટલે ત્યાં ઝાડ નડે. તાજિયો ખૂબ ઝુકાવો પડે.

ગોંડલ બાપુના મિત્ર ઈભા શેઠે બાપુને ફરિયાદ કરી: ઝાડ કપાવો. બાપુએ બે વર્ષ દાદ ન દીધી. ત્રીજા વર્ષે ઈભા શેઠ ગુસ્સે થયા—‘બાપુ, તમે ના પાડી દ્યો.’બાપુ કહે: સારુ, તાજિયો 6 વાગે નીકળે છે. તમે ત્યાં હાજર રહેજો. હું આવીશ.’બાપુએ ઈજનેર—મજૂરોને બોલાવી લીધા. તાજિયા નીકળવા પહેલાંબાપુએ શેઠને પૂછ્યું: ‘કેટલા ફૂટ નડે છે?’ શેઠ કહે: ‘બાપુ એક ફૂટ’

બાપુએ ઈજનેરને કહ્યું: રસ્તો દોઢ ફૂટ નીચે ઉતારો ભલે ઢાળ પડે.’ ધૂળધોયો નીકળી જશે?’

શેઠ ખુશ—કહે હા–.

બાપુએ ઝાડની ડાળી ના કાપી-રસ્તો નીચે ઉતાર્યો. આ વૃક્ષપ્રેમ.

તે જ રીતે મંદિરની આરતી અને નમાજની બાંગનો સાંજનો સમય સાતનો હતો. હિંદુ-મુસ્લિમોએ બાપુને ફરિયાદ કરી. બાપુએ બંનેને કહ્યું, ‘જાવ, હું બરોબર સાત વાગ્યે આવીશ !’

બાપુ જાણી જોઈને 7:30વાગ્યે ગયા. હિંદુઓએ આરતી માટે બાપુની રાહ જોઈ. મુસ્લિમોએ નમાજ પઢી લીધી.

બાપુ કહે: ‘કેમ આરતી ન કરી?’

‘બાપુ, આપની રાહ જોવાતી હતી.’

‘તમે મારા માટે રાહ જોઈ શકો છો. તો હવેથી તમારો આરતીનો ટાઈમ 7:30નો રહેશે. નમાજ સાત વાગ્યે થશે. તેમણે મારી રાહ ન જોઈ.’

આ રીતે બાપુ વ્યાવહારિક થઈ રસ્તો કાઢતા, અત્યારના રાજકારણીઓરસ્તો કાઢતા જ નથી, કાઢવો નથી.

**************

‘આશિષ, 3-એ, અનિક બંગલોઝ, વસ્ત્રાપુર બસ-સ્ટોપ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ—380015

ફોન: 06754274

 

 

(3)સૈનિકની સજ્જનતા//પ્ર્વીણચંદ્ર ચુનીલાલ દેસાઈ

થોડા વર્ષો પહેલાં મારે કાશ્મીર વૈષ્ણોદેવી માતાના દર્શને જવાનું થયું હતું. અમે પૅકેજ ટૂરમાં પાંત્રીસ યાત્રીઓ હતા, તે પૈકી મેં પગપાળા વૈષ્ણોદેવી માતાના દર્શન કરવાનુ6 નક્કી કર્યું. માતાનાં દર્શન કરવાની તાલાવેલી સાથે ચાલવાની મેં શરૂઆત કરી ત્યારે થોડું અંતર કાપ્યા પછી ડુંગરની તળેટીમાં એક નવયુગલ—સૈનિક(સોલ્જર) અને તેની પત્નીનો –મને સંગાથ મળ્યો.તેમનું વતન ઉત્તર પ્રદેશના ગામડામાં હતું. ચાલતાં ચાલતાં એમની સાથેની વાતચીતમાં એમની નમ્રતા અને વિવેકનો મને અહેસાસ થયો.

સોલ્જરને શોભે એવું એમનું વ્યક્તિત્વ અને એવી જ એમની ખીલેલી યુવાની હતી.

વાત વાતમાં હું નિવૃત શિક્ષક છું એ જાણી એમના મારા તરફના આદરભાવનો પરિઘ વિશાળ બન્યો. એમણે શાળાજીવનનાં સંસ્મરણો ભાવપૂર્વક તાજાં કર્યાં.

માતાના દર્શન માટેનો પંથ લાંબો હતો એટલે ચાલતાં ચાલતાં એમના કર્તવ્ય અને ફરજ અંગેના મારા જિજ્ઞાસાપ્રેરક પ્રશ્નોના ઉત્તરો પણ એમણે વાતચીતમાં સલુકાઈથી આપ્યા.

જ્યારે માતામંદિરનું સ્થળ નજીક આવ્યું ત્યારે માતાના દર્શન માટે કતારમાં ઊભા રહેવાનું હોવાથી એમનાથી અલગ થવાની તૈયારી કરી ત્યારે એમણે મને વિનમ્રતાથી કહ્યુંકે, ‘આપ ચિંતા મત કરો, આપ હમારે સાથ હી ચલો. આપકો હમારે સાથ હી માતાકા દર્શન કરાઉંગા.’

પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડે સોલ્જરને પૂછ્યું કે, ‘યે આપકે સાથ કૌન હૈ? તો એમણે તરત કહ્યું કે ‘યે મેરે પિતા હૈ’,જેનાથી મને માતાનાં દર્શનનો લાભ સરળતાથી મળી શક્યો.

જ્યારે માતાનાં દર્શન કરીને પાછા ફરતાં પણ તેઓ સાથે જ રહ્યાં. માર્ગમાં આવતાં અર્ધકુંવારી માતાનાં દર્શન અમે સાથે જ કર્યાં. પછી મારે હોટેલમાં સમયે પહોંચવાનું હોવાથી એમનાથી અલગ થવાની વાત કરી ત્યારે ભાવવિભોર બની બંનેએ મારા ચરણ સ્પર્શ કર્યાં.મેં એમને આત્મીયતાથી છલોછલ ભરેલા શુભ આશીર્વાદ અને શુભકામના આપી એમના પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી.

આપણા દેશની સરહદે આપણું રક્ષણ કરી રહેલા સૈનિકોમાં સંસ્કાર અને શિસ્તની મૂડી સાથે દયા, કરુણા પરોપકાર જેવાં

નિ:સ્વાર્થ ભાવનાનો ખજાનો, વડીલો પ્રત્યેની આદરભાવના જે મહેકતી જોવા મળી તે આપણા દેશનું ગૌરવ છે. એમને સલામ

—————————————————-

રેંટલાવ-તા.પારડી, પીન-396185

ઉદવાડા   જિ.વલસાડ

ફોન: 08238970501

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: